Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓ૫રેશન સિંદૂર પછી આતંકી ઘટનાને 'યુદ્ધ' ગણવાની જાહેરાત થઈ હતી
નવી દિલ્હી તા. ૧રઃ ઓપરેશન શિંદૂર પાર્ટ-ર ના ભણકારા વાગી રહ્યા છે, અને પાકિસ્તાનમાં હડકંપ મચ્યો છે. ઓપરેશન શિંદૂર અને વડાપ્રધાનના રાષ્ટ્રને સંબોધન પછી આ પીએમની સીસીએસની પહેલી બેઠક છે. સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. સરકારે એ સ્પષ્ટ કર્યું હતું કે, કોઈપણ આતંકવાદી કૃત્યને યુદ્ધ ગણવામાં આવશે, તેથી એવી શક્યતા વધી રહી છે કે ભારત ફરીથી પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરી શકે છે.
દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ પછી સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે અને વિસ્ફોટને આતંકવાદીઓ સાથે જોડી રહી છે, ત્યારે કેન્દ્ર સરકારે આજે સુરક્ષા પર કેબિનેટ સમિતિ (સીસીએસ) ની બેઠક બોલાવી છે. પીએમ આ બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં દિલ્હી બોમ્બ વિસ્ફોટની તપાસની સ્થિતિની પણ ચર્ચા કરવામાં આવશે અને ભવિષ્યની રણનીતિ નક્કી કરવામાં આવશે. ઓપરેશન શિંદૂર અને પ્રધાનમંત્રીના રાષ્ટ્રને સંબોધન પછી સીસીએસની આ પહેલી બેઠક હશે.
આ પહેલા રર એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી સુરક્ષા પર કેબિનેટ સમિતિની બેઠક મળી હતી, જેના થોડા દિવસો પછી ભારતે ઓપરેશન શિંદૂર હેઠળ પાકિસ્તાન સામે રાજદ્વારી આક્રમણ શરૂ કર્યું હતું. હવે ફરી એકવાર સરકાર ઓપરેશન શિંદૂર ભાગ ર શરૂ કરી શકે છે કે કેમ તે અંગે ચર્ચા થઈ રહી છે. સરકારે પહેલાથી જ કહ્યું છે કે, ઓપરેશન શિંદૂર હજુ પૂરૂ થયું નથી અને પાકિસ્તાન તરફથી કોઈપણ આતંકવાદી કાવતરાનો બદલો લેવામાં આવશે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ આતંકવાદી કૃત્યને યુદ્ધ ગણવામાં આવશે, તેથી એવી શક્યતા વધી રહી છે કે ભારત ફરીથી પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરી શકે છે અથવા તેમની સામે કડક કાર્યવાહી કરી શકે છે.
જો કે, દિલ્હી બોમ્બ વિસ્ફોટને હજુ સુધી આત્મઘાતી હુમલા તરીકે પુષ્ટિ થઈ નથી. એ પાકિસ્તાનની આતંકવાદી મોડ્યુલ જોડાયેલા છે. શાહીન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ છે. આ દરમિયાન ભારત દ્વારા સંભવિત કાર્યવાહી અંગે પાકિસ્તાનમાં ગભરાટ છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજ આસિફે જણાવ્યું છે કે તેમનો દેશ હાલમાં યુદ્ધની સ્થિતિમાં છે. જો કે, તેમનું નિવેદન ઈસ્લામાબાદ કોર્ટ સંકુલમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટના સંદર્ભમાં આવ્યું છે.
પાકિસ્તાની વડાપ્રધાન દ્વારા વિસ્ફોટો માટે ભારતને દોષી ઠેરવવું તેમની ચિંતા, વ્યથા અને ગભરાટ દર્શાવે છે. ભારત બીજો હુમલો કરી શકે છે, તે ડરથી શાહબાઝ શરીફે પહેલાથી જ ભારતને દોષી ઠેરવવાનું શરૂ કરી દીધું છે. હવે આજની સીસીએસની બેઠક પછી કેન્દ્ર સરકાર કેવું વલણ અપનાવે છે, તેના પર સૌ કોઈની નજર છે, અને પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial