Advertisement
Author: નોબત સમાચાર

ખેડૂતોના હિતો સર્વોપરિઃ ટ્રમ્પ સામે નહીં ઝુકે સરકારઃ કોઈપણ કિંમત ચુકવવા તૈયારઃ મોદી

સ્વામીનાથન શતાબ્દી મહોત્સવને સંબોધતા વડાપ્રધાને રોકડુ પરખાવ્યુ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૭: ગઈકાલે અમેરિકાએ ભારત પર વધુ ૨૫ ટકા ટેરિફ લગાવ્યા પછી એક સંમેલનને સંબોધન કરતી વખતે વડાપ્રધાને અમેરિકાને ઉદ્ેશીને જણાવ્યુ હતું કે, ભારત સરકાર ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર છે, અને ટ્રમ્પના ટેરિફ વોર સામે ઝૂકશે નહી. સરકાર માટે ખેડૂતોનું હિત સર્વોપરિ છે.

અમેરિકાએ ગઈકાલે ભારત માટે ટેરિફમાં વધુ ૨૫ ટકાનો વધારો ઝીંક્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પ આગળ ઝૂકવાનો ઈનકાર કર્યો છે. વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિતમાં મોટું નિવેદન આપ્યું છે કે, અમારા માટે ખેડૂતોના હિતોની રક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરે.

નવી દિલ્હીમાં એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહૃાું કે, સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતી પર ખર્ચ ઘટાડવા પર કામ કરી રહી છે. અમે ખેડૂતોના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરીએ. તેના માટે મોટી કિંમત ચૂકવવી પડે તો પણ તૈયાર છીએ.  ભારત તેના માટે તૈયાર છે. દેશમાં સોયાબીન, સરસવ, મગફળીનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે વધ્યું છે.

ટ્રમ્પે ગઈકાલે ભારત પર ટેરિફમાં વધુ ૨૫ ટકાનો વધારો કર્યો હતો. આ સાથે અમેરિકા હવે ભારત પાસેથી કુલ ૫૦ ટકા રેસિપ્રોકલ ટેરિફ વસૂલશે. ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ ગણાવતાં તેમજ રશિયા સાથે વેપાર સંબંધો ચાલુ રાખવા બદલ આ પગલું લીધુ હોવાનું જણાવ્યું છે. બીજી બાજુ બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર મંત્રણામાં નડતર રૂપ અમેરિકાની માગ સામે ભારતને ઝૂકવા દબાણ કરવાનો પ્રયાસ પણ માનવામાં આવી રહૃાો છે. અમેરિકાએ પોતાના કૃષિ-ડેરી બજાર માટે તકો ખુલ્લી મુકવા માગ કરી છે. જો કે, કૃષિ અને ડેરી ક્ષેત્રે ટોચનું માર્કેટ ધરાવતુ ભારત આ માગ સ્વીકારવા તૈયાર નથી.

વડાપ્રધાન મોદીએ વધુમાં કહૃાું કે, અમે ખેડૂતોની આવક વધારવા, ખેતી ખર્ચ ઘટાડવા તેમજ આવકના નવો સ્રોત ઉભા કરવાના લક્ષ્યાંક પર કામ કરી રહૃાા છીએ. અમારી સરકારે ખેડૂતોની તાકાતને દેશની પ્રગતિનો આધાર માન્યો છે. આથી છેલ્લા કેટલાક વર્ષોમાં જે નીતિઓ ઘડવામાં આવી છે, તે માત્ર મદદ પૂરતી નહીં, પરંતુ ખેડૂતોની આવકમાં વધારો કરવાનો પ્રયાસ પણ હતો. પીએમ સન્માન નિધિથી મળતી સહાયતા નાના ખેડૂતોને આત્મબળ આપે છે. પીએમ ફસલ બીમા યોજનાએ ખેડૂતોને જોખમો સામે રક્ષણ પૂરુ પાડ્યું છે. સિંચાઈ સંબંધિત સમસ્યાઓ પીએમ કૃષિ સિંચાઈ યોજનાના માધ્યમથી દૂર થાય. નાના ખેડૂતોની સંગઠિત શક્તિ વધી છે. કો-ઓપરેટિવ અને સેલ્ફ હેલ્પ ગ્રૂપને આર્થિક મદદ પ્રદાન કરવામાં આવી છે. પીએમ કિસાન સંપદા યોજનાએ નવા ફૂડ પ્રોસેસિંગ યુનિટ  અને સંગ્રહને વેગ આપ્યો છે.

આજે વડાપ્રધાને આપેલી આ પ્રતિક્રિયા પછી અમેરિકામાં તેના પ્રત્યાઘાતો પડયા છે અને હવે આ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું વલણ કેવું રહે છે. તેના પર ભારત-અમેરિકા વચ્ચેના વ્યાપાર સંબંધોનો આધાર રહેવાનો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh