Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘરકામ બાબતે સાસુ સાથે બોલાચાલી પછી પરિણીતાએ જિંદગીનો અંત આણ્યોઃ
જામનગર તા. ૩૦: દ્વારકા જિલ્લાના ભાણવડના સણખલા ગામમાં એક પરિણીતાએ પથરીના દુખાવાથી કંટાળી બે સપ્તાહ પૂર્વે વિષપાન કર્યું હતું. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. આ યુવતીના સાત મહિના પહેલાં જ લગ્ન થયા હતા. જ્યારે આરંભડામાં સાસુ સાથે ઘરકામ બાબતે બોલાચાલી પછી માઠું લાગી આવતા એક પરિણીતાએ જલદ પ્રવાહી પી જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે બંને બનાવની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલા ગામના વાડી વિસ્તારમાં રહેતા દક્ષાબેન કેશુભાઈ કરમુર (ઉ.વ.ર૧) નામના પરિણીતા એકાદ વર્ષથી પથરીની બીમારીથી પીડાતા હતા. તેની સારવાર ચાલુ હતી તે દરમિયાન ગઈ તા.૧૫ના દિને દક્ષાબેન પોતાના પતિ કેશુભાઈ સાથે કામ કરતા હતા ત્યારે ફરીથી પથરીનો દુખાવો શરૂ થયો હતો.
પોતાની બીમારીથી કંટાળી ગયેલા દક્ષાબેને ખેતરમાં પડેલી ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ મહિલાનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા વીરાભાઈ દેવાભાઈ વારોતરીયાએ પોલીસને જાણ કરી છે. ભાણવડ પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કર્યા પછી આ મહિલાના લગ્નને સાત જ મહિના થયા હોવાથી ડીવાયએસપીને બનાવથી વાકેફ કર્યા છે.
ઓખામંડળના મીઠાપુર નજીક આરંભડામાં ઈન્દિરાનગરમાં રહેતા રીયાનાબેન ફિરોઝભાઈ બેતારા (ઉ.વ.ર૬) નામના પરિણીતાને સાસુએ ઘરકામ બાબતે ઠપકો આપતા બોલાચાલી થઈ હતી. તે બાબતનું માઠું લાગી આવતા મંગળવારે સવારે રીયાનાબેને કોઈ જલદ પ્રવાહી ગટગટાવી લીધુ હતું. સારવારમાં ખસેડવામાં આવેલા આ પરિણીતાનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેણીના પિતા દાઉદભાઈ ઈલિયાસભાઈ રૂકલાણી એ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial