Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કનકપર માળી ગામમાં અકળ કારણથી યુવાનનો ગળાફાંસોઃ
જામનગર તા. ૩૧: ધ્રોલના કૃષ્ણનગરમાં રહેતા એક વૃદ્ધાએ હાથ-પગના દુખાવાથી કંટાળી જઈ ઝેરી ટીકડા ગળી લીધા પછી તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અગાઉ થઈ ગયેલા ગર્ભપાતના કારણે સતત ટેન્શન અનુભવતા એક પરપ્રાંતીય પરિણીતાએ શનિવારે ઝેરી દવા પીધા પછી ગઈકાલે તેણી પર કાળનો પંજો પડ્યો છે. ઉપરાંત કલ્યાણપુરના કનકપર માળી ગામમાં એક યુવાને અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે.
ધ્રોલ તાલુકાના વાકીયા ગામના વતની અને હાલમાં ધ્રોલની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ચંદ્રિકાબેન ચમનલાલ રાણીપા (ઉ.વ.૬૫) નામના વૃદ્ધાએ મંગળવારે સવારે પાંચેક વાગ્યે પોતાના ઘરે કોઈ ઝેરી ટીકડા ગળી લીધા હતા.
આ વૃદ્ધાને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી ગઈકાલે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પુત્ર બેચરભાઈ ચમનભાઈ રાણીપાએ પોલીસને જાણ કરી છે. આ વૃદ્ધાને થોડા દિવસોથી હાથ-પગમાં દુખાવો થતો હતો તેનાથી કંટાળી જઈ આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું ખૂલ્યું છે.
ખંભાળિયા તાલુકાના ગોલણશેરડી ગામમાં વસવાટ કરતા મૂળ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના ફતેપુર ગામના સંગીતાબેન બલરામભાઈ ચંદ્રવંશી નામના એકવીસ વર્ષના પરિણીતાએ ગયા શનિવારે બપોરે જે ખેતરમાં તેઓ કામ કરતા હતા ત્યાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
અગાઉ સંગીતાબેનને ગર્ભપાત થઈ ગયો હતો તેના કારણે થોડા દિવસોથી સતત ચિંતા અનુભવતા રહેતા સંગીતાબેને ઉપરોક્ત પગલું ભર્યા પછી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનંુ ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. માંગુબાઈ શંભુલાલ ચંદ્રવંશીએ પોલીસને જાણ કરી છે. ખંભાળિયા પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કલ્યાણપુર તાલુકાના માળી ગામમાં વસવાટ કરતા સંજયભાઈ મનસુખભાઈ ટોસર (ઉ.વ.૪ર) નામના યુવાને ગયા સોમવારે કોઈ અકળ કારણથી ઘરમાં રહેલા પીઢીયામાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનને નીચે ઉતારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. હરીશભાઈ મેઘજીભાઈ ટોસરે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial