Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જરૂર પડયે જવાબદારો સામે ફરિયાદ નોંધાવી ચક્કાજામની ચિમકી
જામનગર તા. ૧૯: જામનગરના ગુલાબનગર વિસ્તારમાં પ્રભાતપરા વિસ્તારમાં પાણીનાં નિકાલનાં સ્થળે બાંધકામ થતા પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. અનેક વખત રજુઆતો કરવા છતા તંત્ર દાદ આપતુ નથી આખરે મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરતા પોલીસ તંત્ર નિવેદન માટે દોડી આવ્યુ હતું.
ગુલાબનગરના નારાયણનગરમાં રહેતા નારણભાઈ મુરૂભાઈ આહિર સહિતના સ્થાનિક રહેવાસીઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું છે કે, પ્રભાતપરા પાસે રેલવે એ બનાવેલ પાણી નિકાલ માટેના પુલમાં આરસીસીની દીવાલ તોડી, દૂર કરાવી, કુદરતી પાણીનો નિકાલ બંધ થયો છે, જે ચાલુ કરાવવો જોઈએ.
નારાયણનગર, મોહન નગર, સત્યમ કોલોની, રાજમોતી નગરમાં આ પુલની આરસીસી દીવાલ બનાવેલ છે. જેના કારણે દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવવાથી મુશ્કેલી પડે છે. ગુલાબનગર-નવનાલાથી વિભાપર સુધી નદીના વહેણમાં ગેરકાયદે કાચા-પાકા મકાનો થયા છે, જે પાણીનું વહેણ ખુલ્લુ કરાવવાની જરૂર છે.
ગત્ વખતે પાણી ભરાયા હતાં તેના ફોટા સાથેની રજૂઆતી કમિશનર સહિતના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તાજેતરમાં કમિશનરે રૂબરૂ મુલાકાત લીધી હતી, જો કે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.
હવે આ વર્ષે જો પાણી ભરાશે તો ગાંધી ચિંધ્યા માર્ગે મુખ્યમંત્રી કાર્યાલય પાસે ધરણા કરવામાં આવશે. આથી સત્વરે બેજવાબદાર કર્મચારી સામે પગલાં લેવા જોઈએ.
બીજી તરફ સીએમ કાર્યાલયમાં ધરણાંની ચિમકી આપતા જ ત્રણેક દિવસ પહેલા પોલીસે નારણભાઈ લૈયાનું નિવેદન નોંધ્યું હતું. રેલવેની હદમાં મોહનનગર આસપાસની બાજુમાં રેલવે વિભાગે પાણીના નિકાલ માટે લગભગ ૬ વર્ષ પહેલા નાલુ બનાવ્યું હતું, તેને લેન્ડ રેકોર્ડમાં પાણીનું વહેણ દર્શાવાયું છે.
આ નાલામાં ત્રણેક વર્ષ પહેલા મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીની બિલ્ડરો સાથેની મિલીભગતના કારણે ેઆરસીસીનું બાંધકામ કરવામાં આવ્યું હતું, અને પાણીનું વહેણ બંધ કરી દેવાયું છે.
ગત્ ચોમાસામાં કમિશનરે સ્થળ વિઝિટ કરી હતી અને બાંધકામ તોડવા મૌખિક આદેશ પણ કર્યો હતો, પરંતુ આજ સુધી આ કામગીરી કરવામાં આવી નથી. હવે જો પાણી ભરાશે અને કોઈ નુક્સાની થશે તો જવાબદારો સામે ગુન્હો નોંધાવાશે અને જરૂર પડ્યે ચક્કાજામ પણ કરવામાં આવશે, જો કે હાલ જામનગર કે મુખ્યમંત્રી કાર્યાલયમાં વિરોધ પ્રદર્શનનો કોઈ કાર્યક્રમ નથી તેમ પણ નિવેદનમાં લખાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial