Advertisement
Author: નોબત સમાચાર

મોબાઈલ પર મળેલી અજાણી લીંક ખોલતા જ પરપ્રાંતીય યુવાનના ખાતામાંથી ઉપડી ગયા રૂપિયા પોણા ચાર લાખ

પાંચ મહિના પહેલાં મિત્રએ મોકલાવી હતી લીંકઃ ત્રણ ખાતાધારક સામે શંકાની સોયઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૧૨: લાલપુરના આરબલુસ નજીક ખાનગી કંપનીની લેબર કોલોનીમાં રહેતા મૂળ ઝારખંડ રાજ્યના વતની શ્રમિકના પુત્રના મોબાઈલમાં પાંચ મહિના પહેલા એક અજાણી એપીકે ફાઈલ તેના મિત્ર દ્વારા મોકલવામાં આવી હતી. તે ફાઈલ ઓપન કરાતા જ ગણતરીની કલાકોમાં આ યુવાનના બેંક ખાતામાંથી જુદા જુદા ત્રણ વ્યવહાર કરી અજાણ્યા શખ્સોએ રૂ.૩,૮૬,૭૦૧ની રકમ સગેવગે કરી નાખી હતી. આ યુવાનના પિતાએ ગઈકાલે લાલપુર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસ તથા આઈટી એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

લાલપુર તાલુકાના આરબલુસ ગામ પાસે આવેલી ખાનગી કંપનીની ૮ નંબરની લેબર કોલોનીમાં વસવાટ કરતા મૂળ ઝારખંડ રાજ્યના ગરવા જિલ્લાના મજીયાવ ગામના વતની અંજારખાન નુમાનખાન પઠાણે પોતાના પુત્ર દાનીશ નયર સાથે કુલ રૂ.૩,૮૬,૭૦૧ ની ઓનલાઈન છેતરપિંડી કરી લેવામાં આવી હોવાની લાલપુર પોલીસ મથકમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જુદા જુદા ત્રણ બેંકના ખાતા નંબર આપ્યા છે. પોલીસે તે ખાતાના ધારકો સામે ગુન્હો નોંધ્યો છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ગયા જુન મહિનાની ૬ તારીખે અંજારખાનના પુત્ર દાનીશના મોબાઈલ પર પી.એમ. કિસાન ન્યુ લીસ્ટ-૨૦૨૫ નામની એપીકે ફાઈલ તેના મિત્ર હફીસઉલ્લા અંસારી દ્વારા મોકલવામાં આવી હતી. તે ફાઈલ દાનીશે ખોલતા જ તેનો મોબાઈલ હેક થઈ ગયો હતો.

ત્યારપછી દાનીશના એક્સિસ બેંકમાં આવેલા ખાતા માંથી કુલ રૂ.૩,૯૯,૭૦૧ની રકમ ત્રણ ટ્રાન્ઝેક્શનથી ઉપડી ગઈ હતી. આ યુવાનના ખાતામાંથી એક બેંક એકાઉન્ટમાં રૂ.૨,૪૯,૮૧૧ બીજા બેંક એકાઉન્ટમાં રૂ.૯૯,૯૯૦ તથા ત્રીજા એકાઉન્ટમાં રૂ.૩૬૯૦૦ ટ્રાન્સફર થઈ ગયા હતા. રૂ.૩,૮૬,૭૦૧ની રકમ આવી રીતે ગયા પછી હાંફળાફાંફળા બનેલા દાનીશે પિતાને જાણ કરી હતી. તા.૬ની બપોરથી તા.૭ની સવાર સુધીમાં ઉપરોક્ત રકમ દાનીશના ખાતામાંથી સગેવગે થઈ ગઈ હતી. પોલીસે કુલ રૂ.૩,૮૬,૭૦૧ની ઓનલાઈન છેતરપિંડી કરી લેનાર શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે અને પીઆઈ કે.એલ. ગળચરે તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh