Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ફરી દાવોઃ
વોશિંગ્ટન તા. ૧૯: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે પહલગામ હુમલાના જવાબમાં ભારતે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યા પછી બન્ને દેશો વચ્ચેની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી, પરંતુ તેમના હસ્તક્ષેપથી સંઘર્ષ ટાળી શકાયો. ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું, અમે ઘણાં યુદ્ધો રોકી દીધા છે, અને આ કોઈ સામાન્ય યુદ્ધો નહોતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી. વિમાનોને તોડી પાડવામાં આવી રહ્યા હતાં. મને લાગે છે કે લગભગ પાંચ ફાઈટર પ્લેન તોડી પાડવામાં આવ્યા હતાં. બન્ને પરમાણુ હથિયારોથી સજ્જ દેશો છે અને એકબીજા પર હુમલો કરી રહ્યા હતાં. તેમણે વધુમાં કહ્યું કે આ એક 'નવા પ્રકારના યુદ્ધ' જેવી પરિસ્થિતિ બની ગઈ છે, જેમ અમેરિકાએ ઈરાન સાથે કર્યું હતું. ટ્રમ્પે દાવો કર્યો હતો કે 'અમે ઈરાનની પરમાણુ ક્ષમતાને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી છે.'
ભારત અને પાકિસ્તાન અંગે તેમણે કહ્યું કે, પરિસ્થિતિ સતત બગડતી રહી હતી અને અમે તેને વેપાર દ્વારા ઉકેલી હતી. અમે કહ્યું, જો તમે શસ્ત્રો (અને કદાચ પરમાણુ શસ્ત્રો) નો ઉપયોગ ચાલુ રાખશો, તો અમે કોઈપણ વેપાર કરાર કરીશું નહી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial