Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરમાં ઈતિહાસમાં પ્રથમ વખત
જામનગર તા. ર૭: ગઈકાલે રવિવારે શ્રી જૈન દર્શક સંઘ દ્વારા ટાઉનહોલમાં સતાવધાન કાર્યક્રમ યોજાયો હતો. જામનગરમાં ગઈકાલે રવિવારે ઈતિહાસમાં પ્રથમ વખત બાળ શ્રાવક સતાવધામ કાર્યક્રમ યોજાયો હતો.
સત-એટલે ૧૦૦ (સો) અને સતાવધાન એટલે કે યાદ રાખવું. જેમાં લોકો તરફથી મળેલ ૧૦૦ નામ યાદ રાખવા.
સતાવધાનની શિક્ષા પામેલ સાધકો માત્ર મગજ, શક્તિ કેળવીને એકથી સો અને સોથી એક રેન્ડમલી નંબર બોલવાથી તે કઈ વસ્તુ અને કેટલા નંબરની છે તે મોઢે કહે છે.
આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ જૈનાચાર્ય અને જામનગરના પનોતા પુત્ર પ.પૂ. આચાર્ય દેવ મતિચંદ્ર સાગર સુરિશ્વરજી મ.સ. પ.પૂ. વર્ધમાન તપોનિધિ પન્યાસ પ્રવર શ્રી જીનધર્મવિજયજી મ.સા., પ.પૂ. સતાવધાની શિક્ષાદાતા પન્યાસ પ્રવર તારકચંદ્ર સાગરજી મ.સા., શાસ્ત્રજ્ઞ મુનિરાજ શ્રી અહેમચંદ્ર સાગરજી મ.સા., આદિઠાણાએ નિશ્રા પ્રદાન કરી હતી.
આ કાર્યક્રમમાં જોડાયેલા બાળ શ્રાવકોએ તાલીમ મેળવી હતી અને તેમને ૧૦૦ સવાલો પૂછાયા હતાં જેમાં સચોટ જવાબો આપ્યા હતાં.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા, અમિતભાઈ મહેતા, ભાવેશભાઈ શેઠ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial