Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હીના લાલકિલ્લા પરિસરમાંથી રત્નજડિત કળશની ચોરીઃ શંકાસ્પદની થઈ ઓળખ

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને આવકારવા ગયા ત્યારે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૬: ઐતિહાસિક લાલ કિલ્લા પરિસરમાંથી સોના-હીરા જડિત કળશની ચોરી થતા દિલ્હી પોલીસ દોડતી થઈ હતી. શંકાસ્પદની ઓળખ થઈ હોવાનું જાણવા મળે છે.

દિલ્હીના લાલકિલ્લા પરિસરમાં બુધવારે આયોજિત ધાર્મિક સમારોહમાંથી લગભગ ૧ કરોડ રૂપિયાની કિંમતનું સોના અને હીરા જડિત કળશ ચોરાઈ ગયો હતો. આ ઘટનાથી ત્યાં હાજર લોકોમાં ચકચાર મચી ગયો હતો.

ઉદ્યોગપતિ સુધીર જૈને કોતવાલી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદના આધારે પોલીસે શંકાસ્પદની ઓળખ કરી લીધી છે અને જલદી જ તેને ઝડપી લેવાની વાત કહી હતી.

પ્રાપ્ત વિસ્તૃત વિગતો મુજબ લાલકિલ્લા પરિસરમાં ૧પ ઓગસ્ટ પાર્કમાં ર૮ ઓગસ્ટથી જૈન ધર્મ સાથે સંબંધિત ધાર્મિક વિધિ ચાલી રહી છે, જે ૯ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. આ માટે એક ખાસ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો હતો, જ્યાં ફક્ત ધોતી-કુર્તા પહેરેલા અને પરવાનગી ધરાવતા લોકોને જ બેસવાની મંજુરી હતી. સિવિલ લાઈન્સના રહેવાસી ઉદ્યોગપતિ સુધીર જૈન દરરોજ પૂજા માટે પોતાના ઘરેથી એક કિંમતી કળશ લાવતા હતાં.

પોલીસના જણાવ્યા અનુસાર આ કળશ ૬૭૦ ગ્રામ સોનાથી બનેલો છે અને ૧પ૦ ગ્રામ હીરા, માણેક અને નીલમણિથી શણગારેલો છે. મંગળવારે પણ સુધીર જૈન પૂજા માટે કળશ લઈને પહોંચ્યા હતાં. કળશને પૂજા સ્થળ પર મૂકવામાં આવ્યો હતો અને ભક્તો તેની આસપાસ બેઠા હતાં. આ દરમિયાન પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ ધાર્મિક વિધિમાં ભાગ લેવા પહોંચ્યા હતાં. કાર્યક્રમના આયોજકો અને અન્ય લોકો તેમનું સ્વાગત કરવામાં વ્યસ્ત થઈ ગયા. આ દરમિયાન સ્ટેજ પર હાજર લોકોનું ધ્યાન કળશ પરથી હટ્યું. થોડા સમય પછી જ્યારે કળશ તરફ લોકોનું ધ્યાન ગયું તો તે ત્યાં હાજર ન હતો. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે, ક્યાંક સાચવીને રાખ્યો હશે, પરંતુ ઓમ બિરલા ગયા પછી જ્યારે શોધ શરૂ થઈ, ત્યારે ખબર પડી કે કળશ ચોરાઈ ગયો છે.

કોતવાલી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. તપાસમાં જાણવા મળ્યું કે, એક શંકાસ્પદ વ્યક્તિ ઘણાં દિવસોથી ધોતી-કુર્તા પહેરીને સ્થળ પર ફરતો હતો. તે આયોજકો અને ભક્તો સાથે ભળી ગયો અને પરિસ્થિતિનો લાભ લઈને સ્ટેજ પર પહોંચ્યો. ઓમ બિરલાના આગમનના સમાચાર મળતા જ અફરા-તફરી થઈ ગઈ હતી અને ભીડ પાછી ફરે તે પહેલા તેણે કળશ છૂપાવી દીધો અને ભાગી ગયો. પોલીસને ઘટના સ્થળના કેટલાક સીસી ટીવી કૂટેજ મળ્યા છે, જેમાં શંકાસ્પદ વ્યક્તિની ગતિવિધિઓ રેકોર્ડ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh