Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમીન, સ્વાસ્થ્ય અને પર્યાવરણના રક્ષણ માટે પ્રાકૃતિક કૃષિ તરફ આહવાનઃ
જામનગર તા. ૧૫: જમીન, સ્વાસ્થ્ય અને પર્યાવરણના સંરક્ષણ માટે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, આત્મા પ્રોજેક્ટ અને જીપીકેવીએનના સંયુક્ત ઉપક્રમે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ખેતી એ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે અને પ્રાકૃતિક ખેતી એ આપણી પરંપરાગત ખેતી પદ્ધતિઓનો જ એક ભાગ છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, જેના કારણે સ્વાસ્થ્ય અને પર્યાવરણને પણ નુકસાન થઈ રહૃાું છે. આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર એવો વિકલ્પ છે જે જમીનને ફરી જીવંત કરી શકે છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે પ્રાકૃતિક કૃષિ અપનાવીને ખેડૂતો ઉત્પાદન ખર્ચ ઘટાડી શકે છે અને વધુ સારી ગુણવત્તાવાળા પાકનું ઉત્પાદન કરી શકે છે. આ પ્રકારની ખેતીથી ઉત્પન્ન થયેલા ઉત્પાદનોની બજારમાં માંગ પણ વધુ હોય છે, જેનાથી ખેડૂતોને આર્થિક રીતે પણ ફાયદો થાય છે.
રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી થાય તે માટે અનેકવિધ પ્રયત્નો કરી રહી છે. ટેકાના ભાવે ખરીદી કરી સરકાર દ્વારા જણસના પૂરતા ભાવ મળી રહૃાા છે. આ ઉપરાંત, બાગાયત ખેતી, સિંચાઈ, વીજળી, ખાતર અને કૃષિ સાધન સહાય વગેરેમાં સબસીડી આપી સરકાર ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે.
આ પરિસંવાદમાં જામનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, અને કૃષિ વિભાગના અધિકારીઓ હાજર રહૃાા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાંઓ, જેમ કે જીવામૃત, ઘનજીવામૃત, અને બીજામૃતના ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં પોતાના સફળ અનુભવો પણ રજૂ કર્યા હતા, જે અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક બન્યા હતા. કાર્યક્રમના અંતમાં, કૃષિ મંત્રીએ તમામ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને દેશને રાસાયણિક મુક્ત ખેતી તરફ આગળ વધારવા માટે આહવાન કર્યું હતું.
આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વી.પી.ચોવટિયા, ડો.થોભણભાઈ ઢોલરીયા, ડો.એમ.ડી.ખાનપરા, સંશોધન નિયામક ડો.એ.જી.પાનસુરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એન.બી.જાદવ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગરના વડા ડો.બારૈયા, બાજરા સંશોધન કેન્દ્રના વડા ડો.કે.ડી.મૂંગરા, જિલ્લા ખેતીવાડી અધિકારી ડો.આર.એસ.ગોહિલ, નાયબ ખેતી નિયામક ડો. કે. એસ. ઠક્કર સહિત બહોળી સંખ્યામાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial