Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    કમોસમી વરસાદથી જગતનો તાત બરબાદઃ
ગાંધીનગર તા. ૩: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુક્સાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઊભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા છે.
રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે. તેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુક્સાન થયું છે, ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિત લક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની તેમ રાખે છે, એટલું જ નહિં, રાજ્યમાં પાછલા બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી. તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે તેની ત્વારે સમીક્ષા કરીને ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મુખ્યમંત્રીએ આદેશો આપ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અસાધારણ સંજોગોમાં પડેલ કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપક્તા જોઈ આવા સંજોગો જવલ્લેજ ઊભા થતા હોય, ખાસ સંવેદનાથી રાજ્યના ખેડૂતોના હિતમાં પાકને થયેલા નુક્સાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પચંકામ કરી, જરૂરી કાર્યવાહી કરી, કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે ૩ દિવસમાં કામકાજ પૂરૂ થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવામાં આવે, તે માટે ચીફ સેક્રેટરી, એ.સી.એસ., કૃતિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સૂચના આપી હતી.
મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારીને તરંતમાં જાણ કરવા આદેશો આપ્યા હતાં, જેથી ખેડૂતોને થયેલા નુક્સાન અંગે સહયોગ કરવામાં મદદરૂપ બની શકાય. આ અસાધારણ સંજોગો અને રાજ્યના ખેડૂતોના પાકને થયેલા નુક્સાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરીને ઝડપથી ત્રણ દિવસમાં સમીક્ષા થાય તથા તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવામાં આવે તે માટેની સૂચનાઓ પણ જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને તેમણે આપી હતી.
તેમણે કહ્યું કે, આ વિગતો જેટલી ઝડપથી મળી શકે તેટલી ઝડપથી સરકારને પહોંચાડીને ખેડૂતોને થયેલા નુક્સાન સામે રાજ્ય સરકાર સહાયરૂપ થશે તેવો આપણો ધ્યેય છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં આ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુક્સાનની સમીક્ષા સહિતની બાબતોને પ્રાથમિક્તા આપવા આ બેઠકમાં જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતાં અને સંબંધિત જિલ્લાઓના નુક્સાનની વિગતો પૂરી પાડી હતી. મુખ્ય સચિવ એમ.કે. દાસ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, મહેસુલ વિભાગના મુખ્ય સચિવ શ્રીમતી ડો. જયંતી રવી, નાણા વિભાગના અગ્રસચિવ ટી. નટરાજન તથા મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને સચિવ ડો. વિક્રાંત પાંડે પણ આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial