Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુએ૫ીએ અને બીએનએસની કલમો લગાડાઈઃ એનઆઈએ હરકતમાં: સીલસીલેવાર ઘટનાની તપાસઃ એફઆઈઆર
નવી દિલ્હી તા. ૧૧: દિલ્હીમાં કારમાં બોમ્બના વિસ્ફોટ પછી એફઆઈઆર નોંધાઈ છે અને સીલસીલેવાર તપાસ શરૂ થઈ છે. દેશભરમાં હાઈએલર્ટ જાહેર કરાયું છે. તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવી રહી છે.
રાજધાની દિલ્હીમાં લાલકિલ્લા પાસે થયેલા વિસ્ફોટ અંગે પોલીસે કેસ નોંધ્યો છે. આ કેસ યુએપીએ, વિસ્ફોટક અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, યુએપીએ, વિસ્ફોટ અધિનિયમ અને બીએનએસની અન્ય કલમો હેઠળ કોતવાલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. બીજી તરફ દેશભરમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે.
દિલ્હી બોંબ વિસ્ફોટમાં એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાલ કિલ્લા પાસેના પાર્કિંગમાં એક વ્યક્તિએ પોતાની કારની અંદર ત્રણ કલાક સુધી રહ્યો. એવું માનવામાં આવે છે કે તેણે જ વિસ્ફોટ કર્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ ડો. ઉમર માહ્મ્મદ હોઈ શકે છે, જે ફરીદાબાદમાં આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ થયા પછી ફરાર હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર બપોરે ૩:૨૦ વાગ્યે પાર્કિંગમાં આવી હતી અને ૬:૪૮ વાગ્યે પાર્કિંગમાંથી નીકળી ગઈ હતી. ટ્રાફિક સિગ્નલ પાસે ધીમી ગતિએ ચાલતી કારમાં વિસ્ફોટ થયો.
સૂત્રો સૂચવે છે કે પુલવામાનો ઉંમર મોહમ્મદ દિલ્હી લાલ કિલ્લા પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં સામેલ હોઈ શકે છે. ડો. ઉંમર મોહમ્મદ જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલો છે જેનો પર્દાફાશ થયો હતો. તેની પાસેથી ૨૯૦૦ કિલો શંકાસ્પદ એમોનિયમ નાઈટ્રેટ વિસ્ફોટકો, ટાઈમર, વોકી-ટોકી અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.
અહેવાલો અનુસાર પુલવામાના રહેવાસી તારીકે ઉંમરને કાર વેચી દીધી હતી. તપાસ એજન્સીઓ માને છે કે ફરીદાબાદમાં બે સાથી ડોક્ટરોની ધરપકડ બાદ ગભરાહટમાં ઉંમર મહોમ્મદે લાલ કિલ્લા પાસે બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. જો કે, હજુ સુધી કોઈ નક્કર પૂરાવાઓ મળ્યા નથી. પોલીસ તપાસ કરી રહી છે કે શું તેનું મૃત્યુ વિસ્ફોટમાં થયું છે, એવી શંકા છે કે ઉંમર મોહમ્મદ આઈ-૨૦ કાર ચલાવી રહ્યો હતો.
સૂત્રો કહે છે કે લાલ કિલ્લાની બહાર કારમાં થયેલો વિસ્ફોટ આતંકવાદી હૂમલો હતો. તપાસ એજન્સીઓને શંકા છે કે તે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ હોઈ શકે છે. હરિયાણાની આ કાર પુલવામાના તારીકે ડો. ઉંમર મોહમ્મદને વેચી હતી. સૂત્રો કહે છે કે આ હૂમલો ફરીદાબાદમાં તોડી પાડવામાં આવેલા આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલો છે. તપાસ એજન્સીઓને શંકા છે કે કાર ડો. ઉંમર મોહમ્મદ ચલાવી રહ્યો હતો. પોલીસ હવે કારની ડ્રાઈવિંગ સીટ પર મળેલા મૃતદેહનો ડી.એન.એ. ટેસ્ટ કરાવશે જેથી ખાતરી થાય કે હૂમલાખોર ઉંમર મોહમ્મદ હતો કે નહીં. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે સીસીટીવી ફૂટેજમાંથી અનેક મહત્વપૂર્ણ સંકેતો મેળવ્યા છે.
બીજી તરફ દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આખી રાત દિલ્હી પોલીસે પહાડગંજ, દરિયાગંજ અને આસપાસના વિસ્તારોમાં હોટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ. પોલીસ ટીમોએ હોટલના રજિસ્ટર તપાસ્યા. સર્ચ દરમિયાન ચાર શંકાસ્પદોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી.
દિલ્હીમાં જે કારમાં બ્લાસ્ટ થયો તે કારનું રજિસ્ટ્રેશન સલમાનના નામે હોવાનું કહેવાય છે. તેની અટકાયત પણ કરી લેવામાં આવી છે. જોકે, તેણે ખૂલાસો કર્યો છે કે, આ કાર તેણે દેવેન્દ્ર નામની વ્યક્તિને વેંચી દીધી હતી. તે હરિયાણાનો જ રહેવાસી હતો. હવે પોલીસ આ દેવેન્દ્રને શોધી રહી છે. એવું કહેવાય છે કે, દેવેન્દ્રની આ કાર અંબાલામાં કોઈને આગળ વેંચી દીધી હતી.
દિલ્હીના લાલકિલ્લા પાસે વિસ્ફોટ થયેલી આઈ-ર૦ કાર અંગે મહત્ત્વપૂર્ણ માહિતી બહાર આવી રહી છે. આ કાર દિલ્હી અને હરિયાણાને જોડતી બદરપુર બોર્ડર દ્વારા દિલ્હીમાં પ્રવેશી હતી. પોલીસ કારનું સીસીટીવી મેપિંગ કરી રહી છે.
દિલ્હીમાં ગત રાત્રિએ કારમાં પ્રચંડ બ્લાસ્ટની ઘટના બાદ એફએસએલ અને સુરક્ષાદળોની ટીમ વહેલી સવારે તપાસ કરવા માટે ઘટના સ્થળે પહોંચી હતી અને વિસ્તારને કોર્ડન કરી પુરાવાઓ એકઠાં કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial