Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફુડશાખામાં બે ઓફિસરોની નવી જગ્યા ઉભી કરવાનો પ્રસ્તાવઃ કરાર આધારિત કર્મીઓનો પગાર વધારો મંજુર
જામનગર તા. ૧૮: જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ. ૧૬ કરોડના વિકાસ કામોને મંજૂરી મળી છે. સેટઅપમાં સુધારો કરવાની દરખાસ્ત મંજૂર કરી સામાન્ય સભા તરફ મોકલાઈ છે. તે ઉપરાંત સી.સી. રોડની એક દરખાસ્ત અધ્યક્ષસ્થાનેથી રજૂ થઈ હતી.
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગઈકાલે સાંજે મળી હતી. જેમાં રૂ.૧૬ કરોડ ૯ લાખના વિવિધ વિકાસ કામોની મંજૂરી આપવામાં આવી હતી.
સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ ૧૧ સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, કમિશનર ડી.એન.મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, ઇચા. આસી. કમિશનરશ્રી (વ.) મુકેશ વરણવા, ઇચા. આસી. કમિશનર (ટે.) જીજ્ઞેશ નિર્મલ, હાજર રહયા હતાં
શહેર ઝોન-૨માં જુદી જુદી ડી.આઈ. પાઈપ લાઈન નાખવાના કામ માટે રૂ. રૂ. ૫૦.૫૧ લાખ, શાંતીવન સોસાયટી અને રામવાડીમાં ડી.આઈ. પાઈપ લાઈન નાખવાના કામ અંગે રૂ. ૩૩.૫૮ લાખ, વોર્ડ નં.૪ માં ડ્રીમસીટી (સ્વામિનારાયણ નગર) શેરી નં.૨, ૩, ૪, ૫ અને ૬ માં સી.સી. રોડના કામ અંગે રૂ. ૩૩.૦૫ લાખ, વોર્ડ નં. ૩, પટેલવાડી હરી ઓમ ફરસાણથી કેનાલ સુધી તથા પટેલ કોલોની શેરી નં. ૮, રોડ નં. ૩ અને ૪ ની વચ્ચે ગોકુલ મકાનથી શાંતિસદન મકાન સુધી સી.સી. રોડ બનાવવાના કામે માટે રૂ. ૩૫.૫૬ લાખ, વોર્ડ નં. ૭ કૃષ્ણનગર શેરી નં. ૪ બીપીનભાઈના ઘરવાળા ચોકથી શિશુ મંદિર સ્કૂલ તરફ આનંદ સોસાયટી મેઈન રોડ સુધી સી.સી. રોડના કામ અંગે રૂ. ૧૪.૪૧ લાખ , વોર્ડ નં. ૭ કૃષ્ણનગર વિસ્તારમાં મહાકાળી પાનવાળી શેરીમાં સી.સી. રોડના કામ અંગે રૂ. ૧૨.૯૪ લાખ, વોર્ડ નં. ૭ કૃષ્ણનગર વિસ્તારમાં કોળી બોર્ડીંગથી વિજય મંડપ સર્વિસ સુધી શેરીમાં સી.સી. રોડના કામ અંગે રૂ. ૧૩.૭૬ લાખ, સિવીલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૮) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ. ૨૦૦ લાખ, સિવિલ ઇસ્ટ ઝોન (વોર્ડ નં. ૧૦,૧૧ અને ૧૨) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના વાર્ષિક રેઇટ કોન્ટ્રાકટ અંગે રૂ. ૨૦ લાખ ના ખર્ચ ને બહાલી આપવામાં આવી હતી.
શીફટીંગ એન્ડ ઈલેકટ્રીફીકેશન વર્ક એટ રણમલ લેઈક પેરીફરી એન્ડ લાખોટા કોઠા મ્યુઝીયમ સરાઉન્ડીંગ એટ જામનગરના કામ અંગે કમિશનરની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી. *કેચ ધ રેઈન* પ્રોગ્રામ અંતર્ગત જામનગર મહાનગરપાલિકાની અલગ-અલગ મિલકતો, ગાર્ડન/પાર્ક, ઓફિસો વિગેરેમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ અંગેની કામગીરી અંગે કમિશનરની દરખાસ્ત પણ પેન્ડીંગ રાખવામાં આવી હતી
જામનગર મહાનગર પાલિકાની પ્રોજેક્ટ એન્ડ પ્લાનીંગ શાખા હસ્તકના સ્ક્રેપ વાહનો વેંચાણ કરવાના કામ અંગેની દરખાસ્તને મંજૂરી આપતા રૂ. ૩૧.૫૦ લાખની આવક થશે. જામનગર મનપાની હદમાં આવેલ નવી સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઈટ ખરીદી તથા ઓપરેશન મેઈન્ટેનન્સના કામ રૂ. ૨૯૨.૫૧ લાખ , જામનગર શહેર નોર્થ ઝોન (વોર્ડ નં.૧, ૨, ૩, ૪ અને ૫) માં ભૂગર્ભ ગટરની ફરિયાદો આધારીત સફાઈ કામગીરી અને સફાઈ મશીનોની કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી સને ૨૦૨૫-૨૬ માટેના કામ માટે રૂ. ૧૪૬.૩૪ લાખ,
જામનગર શહેર વેસ્ટ ઝોન (વોર્ડ નં.૬, ૭ અને ૮)માં ભૂગર્ભ ગટરની ફરિયાદો આધારીત સફાઈ કામગીરી અને સફાઈ મશીનોની કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી માટે વાર્ષિક ખર્ચ પેટે રૂ. ૧૨૬.૭૫ લાખ, જામનગર શહેર ઈસ્ટ ઝોન (વોર્ડ નં.૯, ૧૦, ૧૧ અને ૧૨)માં ભૂગર્ભ ગટરની ફરિયાદો આધારીત સફાઈ કામગીરી અને સફાઈ મશીનોની કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી માટે વાર્ષિક ખર્ચ પેટે રૂ. ૧૭૩.૦૧ લાખ, જામનગર શહેર સાઉથ ઝોન (વોર્ડ નં.૧૩, ૧૪, ૧૫ અને ૧૬)માં ભૂગર્ભ ગટરની ફરિયાદો આધારીત સફાઈ કામગીરી અને સફાઈ મશીનોની કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી માટે વાર્ષિક ખર્ચ પેટે રૂ. ૧૪૯.૦૫ લાખ , કોમ્પ્રીહેન્સિવ ઓપરેશન, મેઈન્ટેનન્સ એન્ડ રીપેરીંગ ઓફ ઈલેક્ટ્રો-મિકેનિકલ વર્કસ ઓફ ઓલ પમ્પિંગ મશીનરી/ઈકિવપમેન્ટસ એન્ડ સિવિલ વર્કસ ઓફ સિટી પાંચ સિવેજ પમ્પિંગ સ્ટેશન ઈન્કલુડિંગ પ્રોપર પમ્પિંગ ઓફ સિવેજ રાઉન્ડ ધી કલોક એન્ડ મેઈન્ટેનન્સ ઓફ રેકોડર્સ કંપલીટ ફોર ૧૨ માસના કામ અંગે રૂ. ૧૫૩.૯૧ લાખ ના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. ઓડીટ શાખાના ૪ કર્મચારીઓના ચાર્જ એલાઉન્સ મંજુર કરવા અંગે ચીફ ઓડીટરની રજુ થયેલ દરખાસ્ત મંજૂર કરી ધોરણસર ચાર્જ એલાઉન્સ ચુકવવાનું મંજુર કરાયું હતું.
કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારી ઓને મહેનતાણાંમાં વધારો કરવા અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે દરખાસ્તની વિગતે પગાર વધારો મંજુર કરાયો હતો. અધિકારી/કર્મચારીઓ ને જુની પેન્શન યોજનાનો લાભ આપવા અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્તને ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનો નિર્ણય લેવાયો હતો.
જામનગર મહાનગર પાલિકા જનરલ બોર્ડ ઠરાવ નં. ૪૫, તા. ૨૫/૦૧/ ૨૦૨૪ ના સેટઅપમાં સુધારા અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. દરખાસ્તની વિગતે ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરાયું હતું. ફુડ શાખામાં સિનિયર ફુડ સેફટી ઓફિસર અને ડેઝિગ્નેટેડ ઓફિસરની પોસ્ટ ઉભી કરવા અંગેની કમિશનરની રજુ થયેલ દરખાસ્ત ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરવામાં આવ્યું હતું
સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર કાંતીભાઈ સીદીભાઈને પેરાલીસીસની બીમારી સબબ આર્થિક સહાય મળવા અંગે કમિશનરની દરખાસ્ત અન્વયે રૂ. ૨૫,૦૦૦ની મર્યાદામાં આર્થિક સહાય ચુકવવાનું મંજુર કરાયું હતું
સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર જમનાબેન સામજીભાઈને હ્ય્દયની બીમારી સબબ આર્થિક સહાય મળવા અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત રૂ. ૧,૨૪, ૦૦૦ની મર્યાદામાં આર્થિક સહાય ચુકવવાનું મંજુર કરાયું હતું. કોમ્પેહેન્સીવ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટ ફોર મિડીયમ લાઈટ એન્ડ હેવી કોમર્શિયલ વ્હીકલ ફોર ૩ યર્સ એઝ પર ટેન્ડર ટર્મ એન્ડ કન્ડીશનના કામ અંગે કમિશનર ની દરખાસ્ત રી-ટેન્ડર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રાઈવેટ સોસાયટી સ્કીમ* હેઠળ સફાઈ કામદારો/ખર્ચ અંગે રૂ. ૪.૩૨ લાખનું ખર્ચ મંજૂર કરાયું હતું.
આ ઉપરાંત એક દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજૂ થવા પામી હતી જેમાં વોર્ડ નં. ૧૫, મયુર ટાઉનશીપ વિસ્તારમાં આંતરિક શેરીઓમાં સી.સી. રોડના કામ માટે .૧૪૮.૬૫ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આમ આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂ. ૧૬ કરોડ ૦૯ લાખના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial