Advertisement
Author: નોબત સમાચાર

રશિયાએ વર્ષ-૧૯૮૭ની મિસાઈલોની તૈનાતી અંગેની સમજૂતી રદ્દ કરીઃ વધતી તંગદિલી

ભારત પછી હવે રશિયાનો માસ્ટર સ્ટ્રોક

                                                                                                                                                                                                      

મોસ્કો તા.૫: રશિયાએ વર્ષ-૧૯૮૭માં અમેરિકા સાથે કરેલી પરસ્પર મિસાઈલો તૈનાત કરવા અંગે થયેલી સમજૂતી તોડતા તંગદિલી વધી છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે રશિયાએ એક મોટો નિર્ણય લીધો છે. રશિયાએ નાની અને મધ્યમ-અંતરની મિસાઈલોની તૈનાતી પર જે પ્રતિબંધ લગાવ્યો હતો, તે હવે પાછો ખેંચી લીધો છે. રશિયાના વિદેશ મંત્રાલયે સોમવારે કહૃાું કે, હવે અમે આ મિસાઈલોની તૈનાતી પરના પ્રતિબંધથી બંધાયેલા નથી, કારણ કે આ પ્રતિબંધ જાળવી રાખવા માટેની શરતો પૂરી થઈ ગઈ છે.

રશિયાએ આ પગલું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રશિયાના દરિયાકિનારે અમેરિકાની બે પરમાણુ સબમરીન તૈનાત કરવાનો આદેશ બાદ લીધું છે. તેમજ ટ્રમ્પના આ આદેશ બાદ રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ પણ વધુ વધી ગયો છે.

વર્ષ ૧૯૮૭માં રશિયા અને અમેરિકા વચ્ચે એક કરાર થયો હતો કે બંને દેશો ૫૦૦ થી ૫૫૦૦ કિલોમીટરની રેન્જવાળી મિસાઈલ લોન્ચર, ગ્રાઉન્ડ-લોન્ચ બેલિસ્ટિક મિસાઈલ અને ક્રૂઝ મિસાઈલ તૈનાત નહીં કરે. પરંતુ વર્ષ ૨૦૧૯માં અમેરિકા આ કરારમાંથી બહાર નીકળી ગયું હતું.

રશિયાના વિદેશ મંત્રાલયે કહૃાું કે, આ મામલે તેની વારંવારની ચેતવણીઓને અવગણવામાં આવી. અમે નક્કી કર્યું હતું કે અમે આવી મિસાઈલો ત્યારે જ તૈનાત કરીશું જ્યારે અમેરિકા આવું કોઈ પગલું ભરશે. હવે જ્યારે અમેરિકા સબમરીન તૈનાત કરી રહી છે, ત્યારે અમે પણ મિસાઈલોની તૈનાતી પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે.

અહેવાલો અનુસાર, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૨૫% ટેરિફ અને વધારાનો દંડ લાદવાની જાહેરાત કરી હતી. તેમણે કહૃાું હતું કે 'ભારત પર દંડ એટલા માટે લાદવામાં આવ્યો છે કારણ કે તે સતત રશિયા પાસેથી લશ્કરી સાધનો ખરીદી રહૃાું છે.' આ દરમિયાન ટ્રમ્પે  રશિયાના પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહૃાું, 'રશિયાના નિષ્ફળ પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવ હજુ પણ માને છે કે તે રશિયાના પ્રમુખ છે. તે જે બોલે છે તેનાથી સાવધાની રાખવી જોઈએ. તે ખૂબ જ ખતરનાક ક્ષેત્રમાં પ્રવેશી રહૃાા છે.'

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબ આપતા રશિયાના પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવે કહૃાું કે, 'ટ્રમ્પના દરેક નવા અલ્ટીમેટમથી રશિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધનું જોખમ વધારી શકે છે.' ત્યારબાદ ટ્રમ્પે રશિયાની નજીકના વિસ્તારોમાં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો હતી.

હવે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવેની પ્રતિક્રિયા સામે આવી છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન જ્યારે દિમિત્રી પેસ્કોવેને પૂછવામાં આવ્યું કે શું ક્રેમલિનએ પૂર્વ પ્રમુખ મેદવેદેવને ટ્રમ્પ સાથેની તેમની ઓનલાઈન વાતચીતમાં સંયમ રાખવાની સલાહ આપી હતી? ત્યારે પેસ્કોવે સીધો જવાબ આપવાનો ઇનકાર કર્યો. 

આ પહેલા ભારતે પણ એફ-૩૫ વિમાનોની ખરીદીની સમજૂતિ રદ્દ કરી નાંખી હતી. હવે રશિયાએ પણ ૩૮ વર્ષ જુની સમજૂતી રદ્દ કરી નાંખતા તંગદિલી વધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh