Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-મદુરાઈ વચ્ચે દોડાવાશે ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેનો

૫શ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-મહેબુબનગર અને

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૩૧ઃ પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે અને રાજકોટ-મહેબૂબનગર અને ઓખા-મદુરાઈ વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તે મુજબ ટ્રેન નંબર ૦૯૫૭૫/૦૯૫૭૬ રાજકોટ-મહેબૂબનગર સાપ્તાહિક સ્પેશિયલ ૪-૪ ફેરા કરશે. ટ્રેન નંબર ૦૯૫૭૫ રાજકોટ-મહેબૂબનગર સ્પેશિયલ ૩ નવેમ્બર, ૨૦૨૫ થી લઈને ૨૪ નવેમ્બર, ૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન પ્રતિ સોમવારે રાજકોટથી ૧૩.૪૫ કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે ૨૦.૦૦ કલાકે મહેબૂબનગર પહોંચશે. પરત ફરતી વખતે, ટ્રેન નંબર ૦૯૫૭૬ મહેબૂબનગર-રાજકોટ સ્પેશિયલ ૪ નવેમ્બર, ૨૦૨૫ થી લઈને ૨૫ નવેમ્બર, ૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન પ્રતિ મંગળવારે મહેબૂબનગરથી ૨૩.૦૦ કલાકે પ્રસ્થાન કરશે અને ગુરુવારે ૦૫.૦૦ કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ઉધના, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, અકોલા, વાશિમ, હિંગોલી, બસમત, પૂર્ણા, નાંદેડ, મુદખેડ, ધરમાબાદ, બાસર, નિઝામાબાદ, કામારેડ્ડી, મેડચલ, કાચીગુડા, શાદનગર અને જડચર્લા સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સેકન્ડ સ્લીપર અને જનરલ કોચ રહેશે.

ટ્રેન નંબર ૦૯૫૨૦/૦૯૫૧૯ ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ૪-૪ ફેરા કરશે. ટ્રેન નંબર ૦૯૫૨૦ ઓખા-મદુરાઈ સ્પેશિયલ ૩ નવેમ્બર, ૨૦૨૫ થી લઈને ૨૪ નવેમ્બર, ૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન પ્રતિ સોમવારે ઓખાથી ૨૨.૦૦ કલાકે પ્રસ્થાન કરશે અને ગુરુવારે ૧૧.૪૦ કલાકે મદુરાઈ પહોંચશે. પરત ફરતી વખતે, ટ્રેન નંબર ૦૯૫૧૯ મદુરાઈ-ઓખા સ્પેશિયલ ૭ નવેમ્બર, ૨૦૨૫ થી લઈને ૨૮ નવેમ્બર, ૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન પ્રતિ શુક્રવારે મદુરાઈથી ૦૪.૦૦ કલાકે રવાના થશે અને રવિવારે ૧૦.૨૦ કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, ઉધના, નંદૂરબાર, આમલનેર, જલગાંવ, ભુસાવલ, અકોલા, પૂર્ણા, એચ સાહિબ નાંદેડ, નિઝામાબાદ, કાચીગુડા, મહેબૂબનગર, ડોન, ગૂટી, રેનિગુંટા, કાટપાડી, વેલ્લોર છાવણી, તિરુવન્નામલાઈ, વિલુપુરમ, શ્રીરંગમ, તિરુચિરાપલ્લી, મણપ્પારૈં, ડિંડીગુલ અને કોડાઈકેનાલ રોડ સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સેકન્ડ સ્લીપર અને જનરલ કોચ રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh