Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજ કરંટથી સાત લોકોના મોતઃ પરિવહન ખોરવાયુઃ રેકોર્ડબ્રેક વરસાદ
કોલકાતા તા. ર૩: કોલકાતામાં ગત્ રાત્રે મેઘરાજાએ સટાસટી બોલાવી તે પછી શહેર જળબંબાકાર થઈ ગયું છે. માર્ગો ઉપર હોડીઓ ફરવા લાગી છે. ઘણી સોસાયટીઓ ડૂબી ગઈ છે, અને જનજીવન ખોરવાયું છે. ઠેર ઠેર ગોઠણ સુધીના પાણી ભરાયા છે. કામદહરીમાં ૩૩ર મી.મી. વરસાદ થયો છે.
કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં ગત્ મોડી રાતથી ચાલુ રહેલા મુશળધાર વરસાદને કારણે આજે ઘણી અગવડતાઓ સર્જાઈ હતી. ઘણા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતાં, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. શહેરમાં છેલ્લા છ કલાકમાં રપ૦ મી.મી.થી વધુ વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણાં ભાગોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતાં.
હવામાનમાં અચાનક આવેલા પલટાને કારણે ટ્રાફિક પર ભારે અસર પડી છે, જેના કારણે ઘણાં વિસ્તારોમાં વાહનોની અવરજવર ઠપ્પ થઈ ગઈ છે. મેટ્રો અને રેલ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. ભારે વરસાદને કારણે ઘણાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતાં, અને ઘરો અને રહેણાંક સંકુલોમાં પણ પાણી ઘૂસી ગયા હતાં.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેટા અનુસાર દક્ષિણ કોલકાતાના ગારિયા કામદહરી વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યાં થોડા કલાકોમાં જ ૩૩ર મી.મી. વરસાદ નોંધાયો હતો. આ પછી જોધપુર પાર્ક (ર૮પ મી.મી.), કાલીઘાટ (ર૮૦ મી.મી.), ટોપ્સિયા (ર૭પ મી.મી.) અને બાલીગંજ (ર૬૪ મી.મી.) નો ક્રમ આવ્યો. ઉત્તર કોલકાતાના થંટનિયા વિસ્તારમાં પણ ૧૯પ મી.મી. વરસાદ પડ્યો હતો.
કોલકાતામાં વાહનોના બદલે રસ્તાઓ પર હોડી દોડી રહી છે. રેકોર્ડબ્રેક વરસાદને કારણે કોલકાતાના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
હવામાન વિભાગની આગાહીથી કોલકાતાના લોકોની મુશ્કેલી વધી છે, કારણ કે શહેરમાં હજુ વધુ વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર એરિયાને કારણે દક્ષિણ બંગાળના ઘણાં જિલ્લાઓમાં ભારે વરસાદ થવાનો અંદાજ છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર દક્ષિણ અને પૂર્વ ભાગોમાં વરસાદની તીવ્રતા વધુ હતી.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ બંગાળની ખાડીના ઉત્તર-પૂર્વમાં એક ઓછું દબાણનું ક્ષેત્ર બન્યું છે, જે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. આનેકારણે દક્ષિણ બંગાળના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે બુધવાર સુધીમાં પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર, દક્ષિણ ર૪ પરગણા, ઝારગ્રામ અને બાંકુરા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. વધુમાં રપ સપ્ટેમ્બરની આસપાસ પૂર્વ-મધ્ય અને ઉત્તરી બંગાળની ખાડીમાં વધુ એક નવું ઓછું દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial