Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આફ્ટર શોક્સ પણ અનુભવાયાઃ જાનમાલના અહેવાલો નથી
ઈસ્તંબુલ તા. ર૮: તુર્કિયેમાં ૬.૧ તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ અનુભવાયો હતો, જેનું પાંચ કિ.મી.ની ઊંચાઈએ કેન્દ્રબિંદુ હતું.
પશ્ચિમી તુર્કિયેમાં સોમવારે ૬.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે ઓછામાં ઓછી ત્રણ ઈમારતો ધરાશાયી થઈ ગઈ હોવાની માહિતી અધિકારીઓએ આપી હતી.
અધિકારીઓએ પણ સ્પષ્ટ કર્યું કે પડી ગયેલી આ ઈમારતો અગાઉના ભૂકંપને લીધી પહેલેથી જ ક્ષતિગ્રસ્ત હતી, તેમજ આ ઘટનામાં તાત્કાલિક કોઈ જાનહાનિના સમચાર નથી. એએફએડી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ ૬.૧ તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર બાલિકેસિર પ્રાંતના સિંદિરગી શહેરમાં જમીનથી પ.૯૯ કિલોમીટરની ઊંડાઈએ હતું, જે સ્થાનિક સમય અનુસાર રાત્રે ૧૦ વાગ્યે ને ૪૮ મિનિટે આવ્યો હતો.
આ ભૂકંપના મુખ્ય આંચકા પછી અનેક આંચકા પણ આવ્યા હતાં, જે માત્ર ઈસ્તંબુલ જ નહીં, પરંતુ તેની આસપાસના બુર્સા, મનીસા અને ઈઝમિર જેવા પ્રાંતોમાં પણ અનુભવાયા હતાં. ગૃહમંત્રી અલી યેરલિકાયાએ માહિતી આપી હતી કે સિંદિરગીમાં ઓછામાં ઓછી ત્રણ ખાલી ઈમારતો અને બે માળની એક દુકાન ધરાશાયી થઈ છે. તેમણે જણાવ્યું કે આ ઈમારતો પણ અગાઉ આવેલા ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થઈ ચૂકી હતી. સરકારી અનાદોલુ એજન્સી સિંદિરગીના જિલ્લા પ્રશાસક ડોગુકોન કોયુનકુએ જણાવ્યું કે, 'હાલમાં કોઈના મૃત્યુની જાણકારી મળી નથી, પરંતુ અમારૂ આંકલન કાર્ય હજી પણ ચાલુ છે.'
ઉલ્લેખનિય છે કે, સિંદિરગીમાં ઓગસ્ટ મહિનામાં પણ ૬.૧ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના પરિણામે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતાં. ત્યારથી બાલિકેસિરની આસપાસના વિસ્તારમાં ઓછી તીવ્રતાવાળા આંચકા નિયમિતપણે આવતા રહ્યા છે. તુર્કિયેની વાત કરીએ તો ર૦ર૩ માં આવેલા ૭.૮ તીવ્રતાના વિનાશક ભૂકંપે પ૩,૦૦૦ થી વધુ લોકોનો ભોગ લીધો હતો.
આ ભૂકંપના કારણે ૧૧ દક્ષિણે અને દક્ષિણ-પૂર્વિય પ્રાંતોમાં લાખો ઈમારતોનો નાશ થયો હતો અથવા તે ક્ષતિગ્રસ્ત થઈ હતી. આ ઉપરાંત પડોશી દેશ સીરિયાના ઉત્તરિય ભાગોમાં પણ ૬,૦૦૦ લોકો માર્યા ગયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial