Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'કેન્સરથી આગળ' હિંમત અને આશાની કહાનીઃ
જામનગર તા. પઃ જામનગરમાં તા. ૭/૧૧ ને શુક્રવારે રાત્રે ૯ થી ૧૦ દરમિયાન થિંક સ્પેસ લાયબ્રેરી, બેંક ઓફ બરોડાની બાજુમાં, વિકાસ ગૃહ રોડ, જામનગરમાં 'કેન્સરથી આગળ' નામના કાર્યક્રમનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ એ કોઈ મેડિકલ ક્ષેત્ર સંબંધિત નથી, પરંતુ કેન્સર સામે લડીને વિજય મેળવનાર અને ફાઈનાન્સ ક્ષેત્રમાં ઝળહળતી કારકિર્દી ધરાવનાર વીનિતા અંબાસણા નામના મહિલા દ્વારા તેમના કેન્સર સામેના સંઘર્ષ અને સફળતાનો ચિતાર રજૂ કરતા પ્રેરક વક્તવ્યનો કાર્યક્રમ છે.
કેન્સર પીડિત કે જેઓના સ્વજનો કેન્સરથી પીડાતા હોય તેઓ આ કાર્યક્રમમાંથી હિંમતરૂપી સંજીવની મેળવી શકશે. કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક છે, પરંતુ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે (મો. ૬૩પ૭૩ ૮૬૯૦૪) પર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial