Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દસ્તાવેજ કરવાનું કહેતા વૃદ્ધાને મળી ધમકીઃ
જામનગર તા. ૧૨ઃ જામનગરના એક વૃદ્ધાએ ૧૩ વર્ષ પહેલાં મોટા થાવરીયા ગામમાં એક જમીન ખરીદવા માટે રૂ.ા.પ,૬૪,૩૦૦ ચૂકવી વેચાણ કરાર કરાવ્યો હતો. તે પછી રકમ મેળવનાર શખ્સે દસ્તાવેજ ન બનાવી આપતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
જામનગરના ખંભાળિયા નાકા બહાર આવેલા ખોજાનાકા વિસ્તારમાં સંધી જકાત ખાનાવાળી શેરીમાં વસવાટ કરતા બાનુબેન મહંમદભાઈ શેખ (ઉ.વ.૬પ) નામના વૃદ્ધાએ પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં જામનગરના ટીટોડી વાડી વિસ્તારમાં આવેલી સિલ્વર સોસાયટીમાં રહેતા ઈરફાન કાસમ શેખ સામે છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ બાનુબેને મોટા થાવરીયા ગામમાં રે.સ.નં.૩૨૩માં આવેલી ૪.૧૫ ગુંઠા જમીન ખરીદવા માટે વર્ષ ૨૦૧૨માં ઈરફાન શેખ સાથે વાતચીત કર્યા પછી તેણીના જણાવ્યા મુજબ રૂ.ા.પ,૬૪,૩૦૦ આપ્યા હતા અને વેચાણ કરાર કરાવ્યો હતો.
તે પછી ઈરફાન કાસમને આ પ્લોટનો દસ્તાવેજ કરી આપવા માટે અવારનવાર કહેવા છતાં બાનુબેનને તેનો દસ્તાવેજ બનાવી આપવામાં આવતો ન હતો કે પ્લોટનો કબજો પણ સોંપાતો ન હતો તેથી આ મહિલાએ વધુ એક વખત ઈરફાનને કહેતા ઈરફાને હવે દસ્તાવેજ કરવા માટે પૂછશો તો તમને પતાવી દઈશ તેવી ધમકી આપતા આખરે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial