Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ૨૫મી ઓગષ્ટથી સતત એક અઠવાડિયા સુધી ધોધમાર વરસાદની આગાહી

આગામી અઠવાડિયામાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૨૨: ગુજરાતભરમાં ઓગસ્ટના અંત સુધી ધોધમાર વરસાદનો રાઉન્ડ ચાલશે. તેવી આગાહી હવામાન ખાતાએ જાહેર કરી છે.

આજે (૨૨ ઓગસ્ટ) હવામાન વિભાગે આગામી બે અઠવાડિયાની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદનું જોર હજું ઓછામાં ઓછું એક અઠવાડિયું ઘટવાની શક્યતા જણાતી નથી. પરંતુ, સોમવાર (૨૫ ઓગસ્ટ)થી રાજ્યમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે.

હવામાન વિભાગ અનુસાર, આગામી અઠવાડિયામાં ત્રણ સિસ્ટમ સક્રિય થશે. જેમાં કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન, સમુદ્ર સપાટીએ ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચેના કાંઠા પર ઓફશોર ટ્રોફ, મોન્સૂન ટ્રોફ અને મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશનને ધ્યાને લઈને આગામી એક અઠવાડિયું રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં ગઈકાલથી વરસાદનું જોર ઘટ્યું છે અને સૌરાષ્ટ્રમાં ઝાપટા વરસ્યા હતા. પરંતુ, હવે ફરી વરસાદની સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા ધડબડાટી બોલાવશે.

દેશભરમાં અત્યાર સુધીમાં ૬૫ ટકા વિસ્તારમાં ચોમાસુ સામાન્ય રહૃાું છે, સરેરાશ ૬૨૭ સામે ૬૪૨ મિ.મિ.(૨૫.૫૦ ઈંચ) વરસાદ થયો છે, ગુજરાતમાં ૨ ટકા અને સૌરાષ્ટ્રમાં ૧૮ ટકા વધુ સહિત દેશના ૨૭ ટકા વિસ્તારમાં સામાન્યથી અધિક વરસાદ છે અને પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદમાં ૮ ટકાની ખાધ છે.

ચોમાસાને અસર કરતા પરિબળોમાં હાલ ન્યુટ્રલ અલ-નીનોની સ્થિતિ છે, જે ચોમાસું પૂરું થયા બાદ લા નીના પ્રવાહમાં ફેરવાય તેવી શક્યતા છે. પ્રશાંત મહાસાગરના આ પ્રવાહની સામાન્ય અસર ભારત પર અલ નીનાથી વિપરિત એટલે કે વધુ વરસાદ અને વધુ ઠંડીનું કારણ બનતી હોય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh