Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૨૫-૮-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે.... ગત સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં સતત છ દિવસની તેજીને બ્રેક લાગ્યા બાદ આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
યુક્રેન - રશીયા યુદ્ધમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ રશિયા રાષ્ટ્રપતિ પુતિન સાથે અલાસ્કામાં મીટિંગ કર્યા બાદ વોશિંગ્ટનમાં મળેલી ટ્રમ્પ - ઝેલેન્સ્કી અને યુરોપના દેશોના નેતાઓની મીટિંગમાં ગમે તે ઘડીએ સીઝફાયર થવાની પ્રબળ શક્યતા વચ્ચે રશિયાએ યુક્રેન પર આ વર્ષનો ત્રીજો સૌથી મોટો હવાઇ હુમલો કરતા જિયોપોલિટિકલ ટેન્શન ફરી વધતા ગત સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં અંદાજીત ૬૫૦ પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો, જો કે આજે ફંડો દ્વારા નીચા મથાળે નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૮%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૧.૫૨% અને નેસ્ડેક ૧.૮૮% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૫% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૪૯ અને વધનારની સંખ્યા ૧૮૪૯ રહી હતી, ૨૩૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન, ઓઈલ એન્ડ ગેસ, એફએમસીજી અને ઓટો સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ ઇન્ફોસિસ લિ., ટીસીએસ લિ., ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી લિ. અને એશિયન પેઈન્ટ જેવા શેરો ૧.૫૦% થી ૦.૫૦% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે ભારતી એરટેલ, ઇટર્નલ લિ., આઈસીઆઈસીઆઈ બેન્ક, સન ફાર્મા, આઈટીસી લિ., હિન્દુસ્તાન યુનીલીવર, મારુતિ સુઝુકી, બીઈએલ અને બજાજ ફિનસર્વ જેવા શેરો ૧% થી ૦.૩૦% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૧,૦૦,૧૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૦,૩૧૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૦૦,૧૯૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૧૪ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૦૦,૨૭૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૧,૧૫,૭૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૧૬,૦૫૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૧૫,૭૨૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૩૬ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૧૫,૯૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર સ્પેસિફિક મુવમેન્ટ... ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં કેટલીક સેક્ટરોમાં તેજી અને કેટલીકમાં દબાણ જોવા મળી શકે છે. મજબૂત માળખાકીય વૃદ્ધિ, સરકારની નીતિ આધાર અને સ્થિર માંગને કારણે આઈટી, એફએમસીજી, ફાર્માસ્યુટિકલ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિમેન્ટ અને સ્ટીલ જેવા ક્ષેત્રોમાં સુધારાની સંભાવના છે. સાથે સાથે, આરબીઆઈના વ્યાજદર ઘટાડા અને સુધરતી આર્થિક પરિસ્થિતિથી બેંકિંગ, એનબીએફસી અને રિયલ એસ્ટેટ અને જેવા સેક્ટરોને પણ ટેકો મળશે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય વેપાર તણાવ અને અમેરિકાના ૫૦% ટેરિફને કારણે ટેક્સટાઈલ, જ્વેલરી, સમુદ્રી ફૂડ, ઓટો - કોમ્પોનેન્ટ્સ અને કેમિકલ્સ જેવા નિકાસ આધારિત સેક્ટરો પર દબાણ રહેવા ની શક્યતા છે.
બજારની ભાવિ દિશા.... મિત્રો, એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સના અનુમાન મુજબ અમેરિકામાં ભારતની નિકાસની માત્રા દેશના જીડીપીના ૨% જેટલી જ હોવાથી ટ્રમ્પના ટેરિફને કારણે ભારતના આર્થિક વિકાસ પર અસર નહીં પડે કારણ કે ભારત વેપારલક્ષી અર્થતંત્ર નથી અને ભારતનું સોવેરિન રેટિંગ્સ આઉટલુક પણ પોઝિટિવ જળવાઈ રહેશે. આર્થિક વિકાસ મજબૂત હોવાનું જણાવી ગયા વર્ષના મે માસમાં એસએન્ડપીએ ભારતના સોવેરિન રેટિંગને બીબીબી- થી પોઝિટિવ અપગ્રેડ કર્યું હતું. રશિયા પાસેથી ભારતે ક્રુડ તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું હોવાનું જણાવી અમેરિકાએ ભારત પર કુલ ૫૦% ટેરિફની જાહેરાત કરી છે જેમાંથી ૨૫% સાત ઓગસ્ટથી લાગુ થઈ છે અને બીજી ૨૫% ૨૭ ઓગસ્ટથી લાગુ થ નાર છે.
વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૫૦% રહેવા એસએન્ડપીએ અંદાજ મૂકયો છે. ફાર્માસ્યૂટિકલ તથા ઈલેકટ્રોનિકસ જેવા મુખ્ય ક્ષેત્રોને ટેરિફમાંથી બાકાત રખાયા છે. લાંબા ગાળે આ ટેરિફથી ભારતને મોટો ફટકો પડશે તેવું જણાતું નથી અને માટે ભારત પર પોઝિટિવ આઉટલુક જળવાઈ રહ્યું છે. ચીન ઉપરાંત અન્ય દેશની સ્ટ્રેટેજી વેપારગૃહોને છેલ્લા કેટલાક વર્ષથી લાભકારક બની છે અને કંપનીઓ ભારતમાં ઘરેલુ માગને પૂરી કરવા ભારતમાં વેપારગૃહો ઊભા કરી રહી છે. વેપારગૃહો માત્ર અમેરિકામાં નિકાસ કરવા જ ભારતમાં એકમો સ્થાપી નથી રહી પરંતુ ભારતમાં ઘરેલુ માંગ પણ મજબૂત છે.