Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૨-૦૯-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે.... જીએસટી દરમાં ઘટાડાની પોઝિટીવ અસર અને અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ ડિલ વાટાઘાટ ફરી શરૂ. થવાની અપેક્ષાએ આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું.
અમેરિકાના આકરાં ટેરિફ સામે ભારતની ડિપ્લોમસી કામ કરી ગઈ હોય એમ તાજેતરમાં ભારત, રશિયા, ચાઈનાની ત્રિપુટી નજીક આવતાં ટ્રમ્પને ફાળ પડી હોવાનું અને ભારત માટે આક્રમકતા ઢીલી પડી હોવાનો સંકેત ટ્રમ્પે આપતાં અને વડાપ્રધાન મોદીએ પણ તેને આવકારતાં આજે ભારતીય શેરબજારમાં તેજીનો દોર આગળ વધ્યો હતો. આ સાથે ફિચ દ્વારા ભારતના જીડીપી વૃદ્ધિનો નાણા વર્ષ ૨૦૨૬ માટે અંદાજ ૬.૫% થી વધારીને ૬.૭% મૂકવામાં આવ્યાની પોઝિટીવ અસર જોવાઈ હતી.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૩%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૮૫% અને નેસ્ડેક ૦.૭૨% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૧% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૦૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૫૩ અને વધનારની સંખ્યા ૧૯૪૩ રહી હતી, ૨૧૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર એફએમસીજી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂ.આતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.ા.૧,૦૯,૩૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.ા.૧,૦૯,૬૫૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.ા.૧,૦૯,૩૫૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૬૨૫ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.ા.૧,૦૯,૬૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂ.આતે ડીસેમ્બર સિલ્વર રૂ.ા.૧,૨૭,૫૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.ા.૧,૨૮,૬૧૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.ા.૧,૨૭,૫૯૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૫૨૮ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.ા.૧,૨૮,૪૬૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
ડૉ. રેડ્ડીલ્લઝ લેબોરેટરીઝ (૧૩૦૧) ઃ ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.ા.૧૨૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.ા.૧૨૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.ા.૧૩૩૩ થી રૂ.ા.૧૩૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે !! રૂ.ા.૧૩૪૭ ઉપર તેજી તરફી ધ્યાન...!!
જેએસડબ્લ્યૂ સ્ટીલ (૧૧૦૭) ઃ એ /ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.ા.૧૦૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.ા.૧૦૭૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.ા.૧૧૨૨ થી રૂ.ા.૧૧૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
ટાટા ટેક્નોલોજી (૭૦૫) ઃ રૂ.ા.૬૮૬ નો પ્રથમ તેમજ રૂ.ા.૬૭૭ બીજા સપોર્ટથી આઇટી ઇનેબલ્ડ સર્વિસીસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.ા.૭૨૩ થી રૂ.ા.૭૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે.!!
એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ (૫૬૭) ઃ હાઉસિંગ ફાઇનાન્સ કંપની સેક્ટરનો આ સ્ટોક ટ્રૂડીંગલક્ષી રૂ.ા.૫૮૩ થી રૂ.ા.૫૯૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.ા.૫૪૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, રેટિંગ એજન્સી ફીચે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ૬.૫૦% પરથી વધારી ૬.૯૦% મૂક્યો છે, જે મજબૂત સ્થાનિક સ્તરની માંગ અને ઉપભોગ વધારાના સંકેત આપે છે. આવકમાં વૃદ્ધિ તથા જીએસટીમાં સુધારાથી ઉપભોગ ખર્ચ વધશે, જેના કારણે રિટેલ, કન્ઝ્યુમર ગુડ્સ અને સર્વિસ સેક્ટર માટે તકો સર્જાશે. સારા ચોમાસાના કારણે ખાદ્ય પદાર્થોમાં મોંઘવારી પર નિયંત્રણ રહેશે, જે મેક્રો સ્તરે બજારને ટેકો પૂરો પાડશે.
જોકે વૈશ્વિક જીડીપી વૃદ્ધિ દરમાં મંદી અને અમેરિકા-ભારત વેપાર સંબંધોની અનિશ્ચિતતા ઈન્વેસ્ટમેન્ટ સેન્ટિમેન્ટને દબાવી શકે છે, તેમ છતાં ભારત ચીન અને યુરોઝોનની તુલનાએ વધુ મજબૂત વૃદ્ધિ દર ધરાવતું બજાર બનીને ઉભરશે. ઉપરાંત, આરબીઆઈ દ્વારા શક્ય રેપો રેટ કટથી લિક્વિડિટી સુધરશે, જે બેન્કિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે અનુકૂળ રહેશે. કુલ મળીને, નજીકના સમયમાં ભારતીય શેરબજાર મજબૂત સ્થાનિક સ્તરની માંગ, ઉપભોગ વૃદ્ધિ અને મેક્રો સ્થિરતાના આધાર પર તેજી તરફ દોરી શકે છે, જોકે વૈશ્વિક પરિબળો બજારમાં થોડી અસ્થિરતા જાળવી રાખશે.