Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
 
                                                    આંખની સંભાળ અને દૃષ્ટિ સંબંધિત રોગ અને જાગૃતિ કેળવાય તે હેતુથી
જામનગર તા. ર૧: નાગરિકોમાં આંખની સંભાળ અને દૃષ્ટિ સંબંધિત રોગો નંગે જાગૃતિ કેળવાય તે હેતુથી જામનગરની ગુરૂગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલના આંખ વિભાગ દ્વારા રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિ ખામી નિયંત્રણ પ્રોગ્રામ અંતર્ગત 'વિશ્વ દૃષ્ટિ દિન'ની ઉજવણી કરવામાં આવી હતી.
ઉજવણીના ભાગરૂપે કુલ ૧પપ જેટલા દર્દીઓને આંખના વિવિધ રોગો, તેની નિદાન પ્રક્રિયા અને સારવાર વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરૃં પાડવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત બાળકોને પણ આંખની સંભાળ અને દૃષ્ટિ ખામીઓ વિશે માહિતી આપી જાગૃત કરાયા હતાં. વધુમાં આંખ વિભાગના રેસીડેન્ટ ડોક્ટરોએ દર્દીઓને આંખના મુખ્ય રોગો જેવા કે, મોતિયો, ઝામર અને દૃષ્ટિ ખામીઓ અંગેની ગંભીરતા સમજાવી, તેનાથી બચવાના ઉપાયો વિષે જાગૃતિ ફેલાવી હતી. આ વિશ્વ દૃષ્ટિ દિન નિમિત્તે જામનગર જિલ્લાના જામજોધપુર તથા કાલાવડ તાલુકાના મોટા વડાલા ગામે પણ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આંખ વિભાગના ડોક્ટર અને ઓપ્થાલ્મિક આસિસ્ટન્ટ્સ દ્વારા ગ્રામ્ય દર્દીઓને વિનામૂલ્યે આંખની તપાસ અને સારવારની સેવાઓ આ૫ી હતી.
આ કાર્યક્રમનું આયોજન ડો. નિશાંત ડી. સોલંકી (આસિસ્ટન્ટ પ્રોફેસર તથા પ્રોગ્રામ ઓફિસર એનપીસીબી એન્ડ વીઆય) અને આંખ વિભાગના ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
 
  