Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ર૦રપ-ર૬ દરમિયાન
જામનગર તા. ૧: જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત્ નાણાકીય વર્ષમાં મિલકત અને પાણી વેરા પેટે રૂ।. ૧૯૬.૬પ કરોડની મળી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વેરાની બાકી વસૂલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ વ્યાજ માફી યોજના પણ અમલમાં મૂકવામાં આવી હતી.
ગઈકાલે વ્યાજ માફી યોજનાના છેલ્લા દિવસે માત્ર મિલકત વેરા પેટે રૂ।. ૬,૯૮,૮૦,૬૦૦ ની એક જ દિવસમાં આવક થવા પામી હતી, અને વર્ષ દરમિયાન મિલકત વેરા પેટે કુલ રૂ।. ૧૬૩.૬પ કરોડની આવક મળી છે.
તેવી જ રીતે ગઈકાલે માત્ર એક જ દિવસમાં પાણી વેરા પેટે રૂ।. ૧,૧ર,પ૮,પ૪૬ ની આવક મળીહતી, જ્યારે વર્ષ દરમિયાન પાણી વેરા પેટે રૂ।. ૩૩ કરોડની આવક થવા પામી છે, જેમાં મીટર વગરના નળજોડાણના રૂ।. ૧૮.૪૬ કરોડ અને મીટરવાળા નળ જોડાણની રૂ।. ૧૪.પ૪ કરોડની આવકનો સમાવેશ થાય છે. તા. ૧૩-ર-ર૦ર૬ થી તા. ૩૧-૩-ર૦ર૬ સુધી ૧૦૦ ટકા વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી હતી, જેમાં મિલકત વેરામાં ર૮,૦ર૩ આસામી અને પાણીના જોડાણવાળા ૧ર,૪૭૬ આસામીઓએ લાભ લીધો હતો. જેમાં બન્નેમાં મળીને કુલ રૂ।. પ૭,૯ર,૯૯,૭પ૯ ની વેરાની રકમમાંથી ૪૦,૬ર,૬૧,૮૯૭ ની આવક મળી હતી, જ્યારે રૂ।. ૧૬,૪૦,૩૭,૮૬ર નું ડીસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. આમ મિલકત વેરામાં રૂ।. ર૦૦ કરોડનો લક્ષ્યાંક અપાયો હતો જેની સામે રૂ।. ૧૬૩ કરોડ ૬પ લાખની આવક મળી છે, જ્યારે રેલવે વિભાગના ૩પ કરોડ લેવાના બાકી રહ્યા છે. જેની વસૂલાત માટે વાટાઘાટો ચાલી રહી છે. આમ લગભગ લક્ષ્યાંક પૂર્ણ થયો છે. આ કામગીરી મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી આસી. કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મળની રાહબરી હેઠળ રિકવરી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial