Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે હુમલાખોરને કસ્ટડીમા લઈ શરૂ કરી પૂછપરછઃ
નવી દિલ્હી તા. ર૦: દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલો થયો છે. જાહેર સુનાવણી દરમિયાન એક વ્યક્તિએ તમાચો ઝીંકી દીધો હોવાના અહેવાલો છે. અફડાતફડી પછી પોલીસે હુમલાખોરની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર આજે તેમના કેમ્પ ઓફિસમાં જાહેર સુનાવણી કરી રહ્યા હતાં, ત્યારે તેમના પર આ હુમલો થયો. આ પછી ત્યાં અરાજક્તા મચી ગઈ. પોલીસે હુમલાખોરને પકડી લીધો છે અને તેની પૂછપરછ કરી રહી છે.
જો કે, હુમલાનું કારણ હજુ સ્પષ્ટ નથી. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો, જાહેર સુનાવણી દરમિયાન એક વ્યક્તિએ તેમને થપ્પડ મારી દીધી. એવું જાણવા મળ્યું છે કે, મુખ્યમંત્રી નિવાસસ્થાને જાહેર સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન એક વ્યક્તિ આવ્યો, જોરથી બૂમો પાડી, તેમને થપ્પડ મારી અને તેમની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો. મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાથે ગંભીર ઝપાઝપી થઈ. આને તેમની સુરક્ષામાં મોટી ભૂલ માનવામાં આવી રહી છે.
દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકરે એમ પણ કહ્યું હતું કે, એક વ્યક્તિ જાહેર સુનાવણીના બહાને સીએમ ગુપ્તા પાસે પહોંચ્યો હતો. તેણે પહેલા સીએમને કેટલાક કાગળો આપ્યા, પછી બૂમો પાડવાનું શરૂ કર્યું અને તેમને થપ્પડ મારી. દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કરનાર આરોપી વ્યક્તિની ઉંમર ૩પ વર્ષ હોવાનું કહેવાય છે. દિલ્હી ભાજપે આ ઘટનાની નિંદા કરી છે. ભાજપના નેતા રમેશ બિધુરીએ કહ્યું કે મને લાગે છે કે રેખા ગુપ્તા પર હુમલો કરવાનો આ પ્રયાસ જાહેર સુનાવણીને પાટા પરથી ઉતારવાના ઈરાદાથી કરવામાં આવ્યો છે.
દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ સાપ્તાહિક જાહેર સુનાવણી દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા આ હુમલાની સખત નિંદા કરી. વિરેન્દ્ર સચદેવાએ કહ્યું કે તેઓ પણ મુખ્યમંત્રી નિવાસસ્થાને જઈ રહ્યા છે. મુખ્યમંત્રીની તબીબી તપાસ માટે ડોક્ટરોને બોલાવામાં આવ્યા છે, જેના પછી સ્પષ્ટ થશે કે તેમને કેટલી ઈજાઓ થઈ છે. તેમણે કહ્યું કે, હુમલો કરનાર કોઈ કોર્ટ કેસનો ઉલ્લેખ કરી રહ્યો હતો. પોલીસે હુમલાખોરને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial