Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સર્વોચ્ચ અદાલતનો ઐતિહાસિક ચૂકાદો
નવી દિલ્હી તા. ૨૪: સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તનના મામલે એક ઐતિહાસિક અને મહત્ત્વનો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, ધર્મ પરિવર્તન કર્યા બાદ વ્યક્તિને અનુસૂચિત જાતિ (એસસી)નો દરજ્જો મળી શકશે નહીં. જે વ્યક્તિ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ પણ ધર્મ સ્વીકારે છે, તેને અનુસૂચિત જાતિના સભ્ય ગણી શકાય નહીં.
અદાલતે ખાસ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, તો તેને એસસી/એસટી એક્ટ હેઠળ મળતા રક્ષણ કે લાભનો અધિકાર રહેશે નહીં.
સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વનો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વ્યક્તિ પોતાનો મૂળ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, તો તે અનુસૂચિત જાતિ (એસસી)ના સભ્ય તરીકેનો પોતાનો દરજ્જો ગુમાવે છે. જસ્ટિસ પીકે મિશ્રા અને જસ્ટિસ એ વી અંજારિયાની બેન્ચે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખતા જણાવ્યું હતું કે, જે વ્યક્તિ સક્રિયપણે ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે, તે એસસી/એસટી અત્યાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૯ હેઠળ રક્ષણ કે અન્ય કોઈ બંધારણીય લાભોનો દાવો કરી શકે નહીં.
અદાલતે ભારપૂર્વક નોંધ્યું હતું કે હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાયના અન્ય કોઈ પણ ધર્મમાં પરિવર્તન કરવાથી અનુસૂચિત જાતિનો દરજ્જો આપોઆપ સમાપ્ત થઈ જાય છે. આ નિર્ણય મુજબ, ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિ પોતાની જૂની જ્ઞાતિના આધારે અનામત કે કાયદાકીય સુરક્ષા મેળવવા માટે હકદાર રહેતી નથી. આ ચુકાદો ધર્મ પરિવર્તન અને જ્ઞાતિ આધારિત અધિકારો વચ્ચેની કાયદાકીય સ્થિતિને વધુ સ્પષ્ટ કરે છે. સુપ્રિમ કોર્ટના આ ઐતિહાસિક ચુકાદાની વિગતો મુજબ, કેસનો મુખ્ય પક્ષકાર છેલ્લા ૧૦ વર્ષથી ખ્રિસ્તી ધર્મનું પાલન કરતો હતો અને પાદરી તરીકે રવિવારની પ્રાર્થનાઓ પણ કરાવતો હતો, જે બાબત કોર્ટના રેકોર્ડ પર સાબિત થઈ હતી. આ તથ્યોને આધારે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ ઠેરવ્યું કે, જે વ્યક્તિ લાંબા સમયથી અન્ય ધર્મની પરંપરાઓનું પાલન કરતી હોય, તેને અનુસૂચિત જાતિ (એસસી)ના સભ્ય માની શકાય નહીં. આથી, આવી વ્યક્તિને એસસી/એસટી એક્ટ હેઠળ મળતું કાયદાકીય રક્ષણ આપવું ઉચિત નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial