Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા એસઓજીએ કબજે કર્યાે મુદ્દામાલઃ
જામનગર તા. ૪: કલ્યાણપુરના નાવદ્રા ગામમાં ગઈકાલે દ્વારકા એસઓજીએ દરોડો પાડી એક બોગસ તબીબને પકડી પાડ્યો છે. ડોક્ટર ન હોવા છતાં ત્રણેક વર્ષથી તબીબી પ્રેક્ટિસ કરી રહેલા આ શખ્સ સામે ગુન્હો રજીસ્ટર કરાવાયો છે. તેના કહેવાતા દવાખાનામાંથી દવા સહિતના તબીબી સાધનો ઝબ્બે લેવાયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામમાં મુખ્ય બજારમાં એક વ્યક્તિ ડોક્ટર ન હોવા છતાં ડોક્ટર હોવાનું જણાવી ખાનગી દવાખાનુ ચલાવતો હોવાની બાતમી પરથી ગઈકાલે દેવભૂમિ દ્વારકા એસઓજી ટીમે નાવદ્રાના મુખ્ય બજારમાં જૂના પાડામાં રમેશભાઈ કરમુરના મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ સ્થળે તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો નઝીર ગફારભાઈ જેઠવા નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે તેની પાસે જોવા માટે ડિગ્રી માંગતા આ શખ્સ ડોક્ટર ન હોવા છતાં ત્રણ વર્ષથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાનું ખૂલ્યું છે.
આ શખ્સના કહેવાતા દવાખાનામાંથી એસઓજીએ દવાની ટીકડીઓ, સ્ટેથોસ્કોપ, બીપી માપવાનું મશીન વગેરે તબીબી સાધનો કબજે કર્યા છે અને મૂળ દ્વારકાના આ શખ્સ સામે કલ્યાણપુર પોલીસ મથકમાં મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial