Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પી.એમ. મોદી, નીતિશકુમાર, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું:
નવી દિલ્હી તા. ૪: ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. બ્રેઈન સ્ટ્રોક પછી તબિયત વધુ ખરાબ થઈ હતી. તેઓના નિધન પછી વિવિધ નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે.
રાજ્યસભા સાંસદ અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન (ગુરુજી) નું આજે નિધન થયું. તેમણે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી ત્યાં દાખલ હતાં. ન્યૂરોલોજી, કાર્ડિયોલોજી અને નેફોલોજીના નિષ્ણાત ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી હતી. તેમની હાલત ગંભીર રહી. તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો, જેના કારણે તેમના શરીરની ડાબી બાજુ લકવો થયો હતો. ૮૧ વર્ષિય ગુરૂજી લાંબા સમયથી કિડનીની બીમારીથી પિડાઈ રહ્યા હતાં. તેઓ એક વર્ષથી ડાયાલિસિસ પર છે. તેઓ ડાયાબિટીસથી પિડાઈ રહ્યા છે અને તેમના હૃદયની બાયપાસ સર્જરી પણ થઈ હતી.
શિબુ સોરેન ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક સંરક્ષક હતાં. તેઓ યુપીએના પહેલા કાર્યકાળ દરમિયાન કોલમાં મંત્રી હતાં, જો કે ચિરૂડીહ હત્યા કેસમાં તેમનું નામ આવતા તેમણે કેન્દ્રિય મંત્રીમાંડળમાંથી રાજીનામું આપી દીધું હતું.
રાહુલ ગાંધીએ 'એક્સ' પર લખ્યું કે, ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ જેએમએમ નેતા શિબુ સોરેનજીના નિધનના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું. આદિવાસી સમાજના મજબૂત અવાજ, સોરેનજીએ જીવનભર તેમના અધિકારો અને હિતો માટે લડ્યા હતાં.
નીતિશકુમારે 'એક્સ' પર લખ્યું, ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનજીનું અવસાન દુઃખદ છે. સ્વર્ગસ્થ શિબુ સોરેનજી એક પ્રખ્યાત રાજકારણી હતાં. તેઓ ત્રણ વખત ઝારખંડના મુખ્યમંત્રી રહ્યા. તેમણે ઝારખંડના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
જેએમએમ સાંસદ મહુઆ માજી અને 'આપ' સાંસદ સંજય સિંહ હેમંત સોરેનને મળવા માટે ગંગારામ હોસ્પિટલ પહોંચ્યા. લાલુને શિબ સોરેન સાથે વિતાવેલી ક્ષણો યાદ આવી હતી.
પી.એમ. મોદીએ પણ શિબુ સોરેનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો, અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
ઝારખંડના વર્તમાન મુખ્યમંત્રી હેમંત સોરેને આ મામલે 'એક્સ' પર પોસ્ટ કરતા કહ્યું કે, આદરણીય દિશોમ ગુરૂજી આપણા બધાને હવે છોડી ગયા છે. આજે હું શૂન્ય થઈ ગયો. હોસ્પિટલ તરફથી જણાવાયા અનુસાર પૂર્વ સીએમને સવારે ૮-પ૬ વાગ્યે મૃત જાહેર કરાયા હતાં. તેમને કિડનીની તકલીફને કારણે દોઢ મહિના અગાઉ સ્ટ્રોક આવ્યો હતો. તે લગભગ એક મહિનાથી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતાં. ડોક્ટરોની એક ટીમ તેમના પર સતત નજર રાખી રહી હતી, પણ છેવેટે તેમને બચાવી ના શકાયા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial