Advertisement
Author: નોબત સમાચાર

મોરબીના સિરામિક ગ્રુપના ૪૦ સ્થળે આઈટીના દરોડા

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૧૬ઃ આજે સવારથી મોરબીની જાણીતી સિરામિક અને કન્સ્ટ્રકશન ક્ષેત્રની પેઢીના ૪૦ સ્થળે આઈટીના દરોડા પડતા ખળભળાટ મચી ગયો છે.

આજ સવારથી સિરામીક નગરી તરીકે ખ્યાતીપ્રાપ્ત મોરબીમાં ઇન્કમટેક્ષ વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરતા ખળભળાટ મચી જવા પામેલ છે. રાજકોટ ઇન્કમટેક્ષની ઇન્વેસ્ટિગેશન વિંગના માર્ગદર્શન તળે મોરબીના સિરામીક ઉદ્યોગકાર અને રીયલ એસ્ટેટ ક્ષેત્રે સંકળાયેલા ટોચના ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે વ્હેલી સવારથી ૪૦ સ્થળોએ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

રાજકોટ ઇન્કમટેક્ષની ઇન્વેસ્ટિગેશન વિંગના માર્ગદર્શન હેઠળ લેવીસ ગ્રુપના જીતુભાઇ રોજીવાડીયા, ટોચના રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પરેશભાઇ પટેલ, ફેસ ગ્રુપના રાજુભાઇની સહયોગી ૪૦ પેઢી અને વિક્રેતા તેમજ નિવાસ સ્થાને ઓફિસ ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ  કાર્યવાહીમાં મોટી રકમના કેટલાક વ્યવહારો પ્રકાશમાં આવતા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહયાનું જાણવા મળે છે. આવકવેરા વિભાગે ઘનિષ્ઠ તપાસ હાથધરી છે. આ દરોડાની કાર્યવાહીમાં રાજકોટ ઉપરાંત સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા સહિતના ૨૫૦થી વધુ આયકર અધિકારીએ પોલીસ કાફલા સાથે તપાસ હાથધરી છે.

ટાઈલ્સ બનાવતા લેવિસ ગ્રુપ પર દરોડાથી સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આઈટી વિભાગના સર્ચ ઓપરેશનમાં મોટા પાયે બિનહિસાબી વ્યવહારો બહાર આવે તેવી શકયતાઓ છે. આઈટી વિભાગ દ્વારા આ કાર્યવાહી ટેક્સ સંદર્ભે શંકા આધારે હાથ ધરવામાં આવી હોવાનું મનાય છે. લેવીસ ગ્રૂપ- મોરબીના ટાઇલ્સ ઉદ્યોગમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે આ દરોડાઓના પરિણામે મોરબીના ઉદ્યોગ ક્ષેત્રમાં ચકચાર મચી ગઈ છે.

આ દરમિયાન કંપની તરફથી કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી. આઈટી વિભાગ દ્વારા દસ્તાવેજો, ખાતાઓ અને ડિજિટલ માહિતીની સ્ક્રુટિની ચાલી રહી છે. હજુ સુધી કેટલી રકમની ટેક્સ અનિયમિતતાઓ સામે આવી છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી, પણ સૂત્રો મુજબ તપાસ સમગ્ર દિવસ અને સંભવતઃ આગળના દિવસોમાં પણ ચાલી શકે છે. આ સાથે જ મોરબી અને રાજકોટમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હોવાનું જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh