Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભયલુ હોસ્પિટલમાં પથારીમાં નિરાંતથી ઊંઘતો હતો, ઓપરેશન પેઈન કિલર ઇન્જેક્શન આપ્યું હોય છતાં દુખાવો હોય એટલે ઊંઘ તો આવે નહીં, દુખાવામાં કણસતો હોય એ પછી દુખાવામાં રાહત લાગી હશે એટલે ઊંઘ આવી જાય. સવારે આઠ વાગી ગયા અને આસપાસ નર્સ વગેરે પેશન્ટને દવા આપતી હોય એ અવાજથી આંખ ખુલી.આંખો ચોળતા હાથ પર નજર ગઈ તો રાખડી જોઈ ચમકી ગયો, તેણે નર્સને કહૃાું કે બહેન હમણાં કોઈ આવ્યું હતું? આ રાખડી કોણે બાંધી? નર્સ કહે *કોણ હતું એ ખબર નહિ ભાઈ, એક બહેન આવ્યા હતા તમારી સામે જોઈ ઊભા રહૃાા ,તમારા માથે તિલક કર્યું આ રાખડી બાંધી તમારા માથે હાથ ફેરવ્યો અને આ મીઠાઈ નું બોક્સ મૂકી તમારા પગ પંપાળી ચાલ્યા ગયા.* ભયલુ એ મીઠાઈના બોક્સ ખોલ્યું અને જોયું કે એને ગમતી ચોક્કસ જગ્યાએ ખુબ ભાવતો દૂધનો હલવો હતો.... એ તરત બોલ્યો કે આ દીકુ બહેન સિવાય કોઈ ન હોય કારણ કે આ મને ભાવતા દૂધના હલવાનું માત્ર દીકુ બહેન જ જાણે છે..એ ગુસ્સામાં રાખડી ખેંચી તોડી કાઢવાના ચક્કરમાં હતો ત્યાં એના માતૃશ્રી આવ્યા અને બોલ્યા કે *શું કર છે? કાંઈ ભાન પડે છે? બહેન કેટલા પ્રેમથી આ રાખડી બાંધી માથે હાથ ફેરવી આશીર્વાદ આપી ને ગઈ અને તું ? * ભયલુ કહે જે બહેન સાથે મેં સંબંધ કાપી નાખ્યો હોય એનું કાંઈ ન ખપે. પપ્પા પાસે વસિયત બનાવતા પહેલા ભાગ માંગતી હતી અને કહેતી હતી કે ખાસ યાદ રાખજો....* માતૃશ્રી કહે કે *શું, ખાસ યાદ રાખજો પછી શું? તે આગળ સાંભળ્યું હશે ને? શું બોલો? * ભયલુ કહે કે એમ કહૃાું હશે કે હું મોટી છું બધી મિલકત મને જોઈએ... માં કહે કે તે આ સાંભળ્યું હતું? ભયલુ કાંઈ ન બોલ્યો....
આ ભયલુનું મુળ નામ અજય અને એની મોટી બહેન એટલે દીકુ બહેન એનું નામ દેવી , ઘરની લાડકી દીકરી હતી આખા પરિવારમાં ત્રીજી પેઢીએ દીકરી જન્મી હતી બાકી દાદા એમના દીકરાઓ બધાને દીકરાઓ જ જન્મ્યા હતા આ ત્રીજી પેઢીએ દીકરી જન્મી હતી ત્યારે દાદા બોલ્યા હતા કે ત્રીજી પેઢીએ દેવીજીએ કૃપા કરી પરિવાર માં પગલાં કર્યા, દાદાજી ના મતે દેવી એટલે લક્ષ્મી, સરસ્વતી, એમ બધા જ દેવી .. એટલે દેવી... એનું નામ જ દેવી રાખ્યું બધા એને લાડકી દીકરી એટલે દીકુ કહેતા અને આ અજય એના ચાર વર્ષ પછી જન્મ્યો દેવી નો લાડકો ભાઈ, દીકુ એને *મારો ભયલુ* એમ કહેતી એટલે એનું નામ ભયલુ પડી ગયેલું. ઘરમાં બધા ભયલુ જ કહે. એ દીદીનો બહુ જ હેવાયો, એને માં ન હોય આજુબાજુ તો ચાલે પણ દીદી તો જોઈએ જ. ઈ ઉઠે એટલે તરત જ દીદી એમ બોલે એટલે દીદી હાજર , દીદી જ એને બ્રશ કરાવે, દૂધ નાસ્તો કરાવડાવે, નવડાવે પછી ભાઈ તૈયાર થઇ રમે. સમજણો થયો પછી બધા દિકુ કહે એટલે એ પણ દીકુ બહેન બોલતો થઈ ગયો. પછી એ દીકુ બહેન જ કહે. ભયલુ ની તકલીફ એક મોટી હતી કે ગુસ્સો બહુ જ ખરાબ. કોઈને પણ મારી બેસે. એ સ્કૂલે જવા માંડ્યો પછી રોજ એની ફરિયાદ આવે. આમ એ કોઈનું ના માને પણ દીકુ બહેન નું નામ પડે એટલે ડાહૃાો થઈ બેસી જાય. દેવી કોલેજમાં જવા માંડી અને એ સવારે કોલેજ જાય. એણે ભયલુ ને શીખવાડી દીધું હતું કે હવે હું રોજ સવારે કોલેજ જાઉં છું , તું પણ હવે મોટો થયો છે તારું બધું જાતે કરતા શીખ. સવારે જાતે નહાવા ધોવાનું પતાવી નાસ્તો કરી લેવાનો કોઈને હેરાન નહિ કરવાના. એ આમ તો કરી લે પણ ક્યારેક આડો થાય, નહિ કરું. મને આ નહીં જોઈએ, આ ખાવું છે વગેરે વગેરે એ ક્યારેક વધારે પડતું કરી લે એટલે એની માં જ કહે કે રહેવા દ્યો કાંઈ નથી કરવું, હું દેવીને કહીશ કે આ આવા તોફાન કરતો હતો. અને ચાલ્યા જાય. એ પછી ભયલુ ચુપચાપ નહીં ધોઈ લે, બધું ખાઈ લે વાસણ વગેરે ચોકડી માં મૂકી આવે. પછી એકબાજુ ભણવા બેસી જાય. દેવી આવે એટલે ઊભો થઇ પહેલા એને ભયલુ કહેવા જાય કે મેં કાંઈ નથી કર્યું, જાતે નહીં લીધું , નાસ્તો કરી લીધો , વાસણ મૂકી દીધા , કોઈ કાંઈ કહે તો માનતા નહીં. એટલે દેવી સમજી જાય કે આ કાંઈક કરતો હશે અને કોઈકે મારું નામ દીધું હશે. એટલે એ કાંઈ ન બોલે. આ પ્રેમ હતો.
ભયલુ જેમ જેમ મોટો થવા માંડ્યો એમ દરેક વાતે વાંધા કાઢતો થઇ ગયો. એ આમ કાચા કાનનો, કોઈની વાતમાં તરત આવી જાય. કાંઈ વિચાર્યા વગર કોઈ પર તૂટી પડે,ગમે તેમ બોલવા માંડે. હવે દીકુ બહેન કાંઈ કહેતા નહીં કારણ એ મોટો થયો. પહેલા તો એવું હતું કે એણે કાંઈ તોફાન કર્યા હોય કે કાંઈ બોલ્યો હોય તો દેવી એની સાથે બોલવાનું બંધ કરી દે એટલે ભયલુ દેવીને પગે પડતો આવે અને માફી માગે. પણ હવે એ એવું ન કરે. એ પછી દીકુ બહેન ભયલુ સાથે ઓછામાં ઓછી વાત કરે. આમ તો એ રક્ષાબંધને વહેલા નહીં ધોઈ તૈયાર થઈ બેસી જાય ડાહૃાો થઈ રાખડી બંધાવી અને દીદી ને ઘૂંટણિયે પડી પગે લાગે. એનો આગ્રહ કે દીદી મને જ રાખડી બાંધે. બીજા કાકાના ભાઈને નહિ.બધા ભાઈઓ વચ્ચે બહેન તો એક જ હતી ને દીકુ બહેન કોઈને ના કેવી રીતે પાડે? એમાં અજયને એટલે કે ભયલુ ને ખરાબ લાગે. રિસાઈ જાય અને દીકુ બહેન રિસાવા દ્યે. એના વિચિત્ર સ્વભાવને કારણે દીકુ બહેન એનામાં પડતા જ નહિ.
અજયને ધંધો કરવો હતો. એના પિતા પાસે પૈસા પુષ્કળ હતા. દાદાજી એ બધા દીકરાઓને મિલકત સરખે ભાગે વહેંચી દીધી હતી. એટલે એમના ભાગે જમીન અને લગભગ બે કરોડ જેવા રૂપિયા અને જમીન આવી હતી. અજય એમાંથી માગ્યા કરે કે મને પૈસા આપો ને મારે ધંધો કરવો છે. પિતાજી કહેતા કે એમ પૈસા ન મળે. પહેલા ક્યાંક નોકરી કર થોડા ટીચા, ધંધો કેમ કરાય શીખ. મારે તારામાંથી એકેય પૈસો મારા માટે કે ઘરખર્ચ માટે નથી જોતો, તું થોડું કમાઈ ને બચાવ , ધંધામાં નાખ પછી હું આપીશ. અજયે દીદીને કહૃાું કે તમે સમજાવો ને આમને. એ ગળે બાંધી ને લઇ જવાના છે? હું જ તો વારસદાર છું. આજે નહીં તો કાલે બધું મારું જ છે ને ? તો અત્યારે આપે. દીદી કહે કે તું જાણ અને પપ્પા જાણે , મને કાંઈ નહીં કહેવાનું. બસ ત્યારથી દીદી માટે અણગમો થઇ ગયો. એ પછી તો એણે રક્ષાબંધનમાં રાખડી બંધાવવાનું બંધ કરી દીધું. દરેક રક્ષાબંધને દેવી રાખડી લઈને આવે અને અજય- ભયલુ સવારથી ભાગી જ જાય. બીજા કાકાના દીકરાઓ બંધાવી જાય.
એ પછી દીદી-દીકુ બહેન-દેવી ના લગ્ન થઇ ગયા. એ સમયે ભયલુ ધ્રુસકે ધ્રુસકે રોયો પણ પછી કઈ નહિ. દિકુની વિદાયને બે વર્ષ થયા. દીકુ બહેન રક્ષાબંધન રાખડી બાંધવા આવે પણ બંધાવે નહીં. બહેન રાખડી મૂકીને ચાલી જાય. અજય એના રૂમમાં બહેન જે રાખડી મૂકી ગઈ હોય એ સાંજે જાતે પહેરી લે.
હવે અજય દેવીના પિતાની ઉંમરના હિસાબે તબિયત નરમ ગરમ રહૃાા કરતી હતી. એમણે નક્કી કર્યું કે હવે વસિયતનામું કરી નાખું એટલે એમણે રક્ષાબંધનના બે દિવસ પહેલા દેવી ને સંદેશો મોકલ્યો કે મળી જા મારે વસિયત કરવી છે. દીદી આના માટે આવવાની છે એ ભયલુ જાણતો હતો એટલે એ ઘરમાં રહૃાો. માં એ પૂછ્યું કે કેમ તારે કામે જવાનું નથી? અજય કહે જાઉં છું પછી. માં સમજી ગયા હતા કે દીકુ આવવાની છે વસિયત માટે એટલે એ જતો નથી.
દીકુ એના પતિ સાથે આવી અને માં ને પૂછ્યું કે પપ્પા ક્યાં છે? માં એ ઇશારાથી કહૃાું એમના રૂૂમમાં . એ બન્ને જેવા અંદર ગયા કે તરત પપ્પા એ પત્નીને અંદર બોલાવી બારણું બંધ કરી દીધું. આમ બહાર સંભળાય નહિ પણ અજય કાન બારણાને અડાડીને ઊભો હતો. ચર્ચામાં દીકુએ કહૃાું કે *પપ્પા એક વાત સમજી લેજો. વસિયત કરો પણ એવી રીતે કરો કે ભયલુના હાથમાં કાંઈ ન આવે. * આ સાંભળી ભયલુ ભડક્યો અને ઘરમાંથી પૂરું સાંભળ્યા વગર ચાલ્યો ગયો . દીકુ આગળ બોલી કે અમારે એકેય પૈસો કે જમીન જોતી નથી. જમાઈ એટલે કે સનત કુમાર કહે કે બરાબર છે. બધું અજયને મળે પણ એની દીદી મારફતે સત્તા બધી દીદી ની, જો સીધું એના નામે કર્યું તો એ ખાલી કરી નાખશે. અજયને મનમાં ખોસાય ગયું કે બહેન જીજાજી મિલકત હડપ કરી જશે, મને કાંઈ નહિ. બસ એને ગુસ્સો આવી ગયો અને ધુંવાપુંવા થતો પાછો આવ્યો અને એ લોકો નીકળતા હતા ત્યારે કહી દીધુ કે હવે જીવનભર તમે મને મોઢું નહિ બતાડતાં . આપણો સંબંધ પૂરો. એમ કહી કોઈને કાંઈ કહૃાા વગર એની બાઈક લઈ પૂરપાટ સ્પીડે બહાર નીકળી ગયો એ ગયો અને દીકુ જમાઈ પણ ગયા , સાંજે સંદેશો આવ્યો કે ભયલુ નો ભયંકર અકસ્માત થયો છે અને ફલાણી ઓર્થોપેડિક હોસ્પિટલમાં લઇ ગયા છે. એ તો બેભાન જ હતો. રાડારાડ કરતો હતો. બધા બહાર હતા. એનું ઓપરેશન કરવું પડ્યું. એ ભાનમાં બીજા દિવસે આવ્યો . કણસતો તો હતો જ. અંદર કોઈને જવાની મંજૂરી નહોતી. ત્રીજા દિવસે એને રૂમમાં લાવ્યા એ ઘેનની દવા ના કારણે સતત સૂતો જ રહેતો હતો. માં અને દીદી ત્યાં જ રહેતા. હતા.
માં ભયલુ પાસે ઊભા રહી પૂછતા હતા કે અધૂરું અધૂરું સાંભળી મનમાં ગાંઠ કેવી રીતે બાંધી લે? તારી બહેને શું કહૃાું? ખબર છે? એમ કહી એનો કાન પકડ્યો. સાંભળી લે.... આવી બહેન નહીં મળે, રક્ષાબંધનના દિવસે બહેનનું મન દુભાવનારને જીવનમાં સુખ ન મળે. તારી બહેન અને બનેવી એ તારા પપ્પાને સ્પષ્ટ કહૃાું કે *અમારે આમાંથી એક પૈસો કે જમીનનો ટુકડો ના જોઈએ, બધું જ ભયલુના નામે કરવાનું પણ એના નામે સીધું નહીં , એને સીધુ એના નામે કાંઈ નહિ આપવાનું , એ વહીવટ અમે કરશું. એના સ્વભાવને કારણે એ બધું સમજણ વગર ઉડાવી દેશે. અમે આયોજનથી આપશું. અને ખૂટશે તો અમારામાંથી આપશું પણ એને ધંધો કરવો છે તો કરવા દ્યો. * સમજ્યો? અને એ બહેને આજે પવિત્ર દિવસે રાખડી બાંધી તારી રક્ષા પ્રાર્થના કરી એને તું દુઃખી કરે છે? એ દરમિયાન જ દેવી દાખલ થઈ. બહાર જ ઊભી રહી, અજયે જોયું. અને બોલ્યો કે દીકુ બહેન અહીં આવો...... આ સાંભળી એ હરખથી આવી ભયલુ દિકુ બહેન ને ભેટી રોવા માંડ્યો. બોલવા માંડ્યો કે મને માફ કરી દ્યો....બહેન એના માથે હાથ ફેરવતી રહી.
દરેક ભાઈએ સમજવું જોઈએ.... બહેન વ્હાલનો દરિયો છે.... એ હંમેશાં પોતાના માં-બાપ-ભાઈ બહેનનું ભલું જ ઇચ્છતી હોય, એને લગ્ન પછી કાંઈ આપો તો ના જ પાડશે.... બહેનને સખત પ્રેમ આપો.... એની આંખમાં આંસુ માત્ર ખુશીઓના લાવો.... આજે સૌ બહેનોને રક્ષાબંધનના વંદન.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial