Advertisement
Author: નોબત સમાચાર

બાળપણની પ્રીત યૌવન વટાવે પછી લગ્નગાંઠે સરળતાથી બંધાઈ શકે? કેવા વિઘ્નો આવી શકે...?

                                                                                                                                                                                                      

 (ગયા શનિવારથી આગળ...)

પલ્લવ પહોંચી ગયો દીદી પાસે, બસ ભાઈ બહેન બન્ને ને શાંતિ થઇ. અહીં પલ્લવને એક વર્ષ ભણવાનું હતું. એ પછી બનેવી માલવ કુમારે  એના નાના સાળા  માટે પ્લાન વિચારી જ રાખ્યો હતો. ત્યાં પલ્લવ ના મોટાભાઈ સંજીવને   માસ્ટર ડિગ્રીનું ભણવાનું પૂરું થયું  અને એટલો બુદ્ધિશાળી હતો કે એને સામેથી નોકરીની ઓફર મળી ગઈ એ પણ ઊંચા પગારે. રાત્રે મમ્મી પપ્પા ની હાજરીમાં  દીદી ને ફોન લગાડ્યો ફોન સ્પીકર પર રાખ્યો અને કહૃાું કે દીદી ઘરમાં જ છે ને? દીદી કહે રવિવારની સવાર છે, એ ઘરમાં જ હોય ને? સંજુ કહે કે તો તમે પણ ફોન સ્પીકર પર મૂકી દ્યો. એ પછી હરખભેર  સમાચાર દીદીને આપ્યા એટલે બધા રાજી થઇ ગયા. દીદીએ મજાક કરી કે સંજુ હવે તો મમ્મી પપ્પા તારા માટે છોકરી ગોતવાનું શરૂ કરશે અને તારા સ્વભાવ મુજબ નાટક નહીં કરતો. છોકરી જોવાનું આવે અને છોકરી ભણેલી અને સારી હોય, કુટુંબમાં ભળી જાય અને બધાને એક રાખે એવી હોય તો હા પાડજે. નહીં તો તારું તો એવું છે કે દરેક વાતમાં હજી આનાથી સારાની રાહ જોતો બેસી રહે.. ખબરદાર જો કોઈ નાટક કર્યા છે તો.સંજુ કહે દીદી થોડો સમય તો આઝાદ જિંદગી માણવા દે ને? મનગમતું કરી લઉં , .ભાઈબંધો સાથે મોજ કરી લઉં પછી બાંધવાનું જ છે ને? ત્યાં જીજાજી તરત બોલ્યા... ઉત્તમ વિચાર , જીવી લે જિંદગી મન ભરીને નહીં તો પસ્તાઈ મનમાં ભરીને  મારી જેમ,.હાહાહાહા દીદી કહે કે એટલે તારું કહેવું એમ છે...કે તારા જીજાજી બહુ દુઃખી થયા , સંજીવ કહે ના ના દીદી મેં કાંઈ નથી કીધું આ તો જીજાજી બોલ્યા.. પાછા દીદી મલવકુમારને કહે કે મારાથી શું દુઃખ છે? મેં મિત્રો સાથે મોજ કરવાની ક્યારે ના પાડી? દરેક વીક એન્ડ માં મિત્રો સાથે મોજ તો કરો છો....ભઈલુ અમારે દર શનિ રવિ કોઈને કોઈ મિત્રને ત્યાં કપલ સાથે ભેગા થવાનું.... પાર્ટીની મોજ.... આ તો અમસ્તા , જીજાજી કહે કે વાત બરાબર પણ બધી કન્યા કાંઈ તારા જેવી થોડી હોય? એને એવી મળશે એ કોને ખબર...અત્યારે મોજ કરી લેવા દે પછી પડયું પાનું... બસ હવે મારા મમ્મી પપ્પા સારું જ શોધશે... નહીં તો એક છોકરી ધ્યાનમાં છે.... મારે જેમ ઘણાં વર્ષે આ નાનો ભાઈ થયો એમ તમારી નાની બહેન થઇ ને ? એ જ...  પણ એ પછી... અત્યારે મમ્મી પપ્પા જોશે...ત્યાંથી પપ્પા બોલ્યા કે સાંભળ મોટી, અમારે ધ્યાનમાં જ છે....એ  પછી સમય આવ્યે કહીશ. એ પછી વાત પૂરી થઇ હેપ્પી સન્ડે અને ગુડનાઈટ સાથે.

માલવ કુમારનો પોતાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર હતો.જેને મોલ કહી શકાય. મલાવ કુમાર વિચારતા હતા કે પલ્લવ અહીં આવે પછી બીજા સ્ટોર્સ કરું એ ધ્યાન આપશે.. બંને મળીને ચેઇન ઓફ સ્ટોર કરશું... એમણે તૈયારી કરી દીધી અને પલ્લવનું એક વર્ષનું ભણવાનું પૂરું થયું ત્યાં સુપર સ્ટોર તૈયાર થઈ ગયો. અને માલવકુમારે ભાઈ બહેન ને  સરપ્રાઈઝ આપ્યું. એક રવિવારે ગ્રાન્ડ ઓપનિંગ સાથે.... માલવ કુમારે કહૃાું કે આ સ્ટોર તારી ફ્રેન્ચાઇઝી. ભલે ચેઇન નો માલિક હું પણ આ  તારા હેઠળ... પલ્લવ નું રહેવાનું તો દીદીના મોટા બંગલા જેવા હાઉસમાં , એ બંગલામાં બેડરૂમ પાંચ... રહેવા વાળા કેટલા? દીદી જીજાજી અને ભાણો ભાણી ... બધું સરસ ગોઠવાઈ ગયું.... જીજાજી કહે હવે પલ્લવ કામે લાગી ગયો એના માટે કન્યા શોધવાનું શરૂ કર... દીદી કહે હજી સંજુ નું તો ગોઠવવા દ્યો એ પછી આનું.... માલવ કુમાર કહે *જો પલ્લવ તારા ધ્યાનમાં કોઈ હોય તો તારી દીદી ને કહી દેજે નહીં તો એને કોઈ બેસી ગઈ તો ધડાકો કરશે... ત્યાં પલ્લવથી બોલાઈ ગયું કે હા દીદી ઉતાવળ નહીં કરતો મારે નાનપણથી નક્કી જ છે... * દીદી તો આંખો પહોળી કરી જોયા જ કરી અને સામે પલ્લવે પોતાના  મોઢે હાથ મૂકી દીધો અને ડોકું હલાવી ના ના કહેવા માંડ્યો... દીદી એ કાન  પકડ્યા અને બોલી કોણ છે? અને પાછું નાનપણથી? કોણ છે....  પલ્લવ કહે દીદી પછી કહીશ અત્યારે નહીં , તમે એને ઓળખો પણ છો.... પણ દીદી પ્લીઝ સમય આવ્યે કહીશ....તમે કોઈને કાંઈ નહિ કહેતા,તોફાન મચી જશે... હું સમય આવ્યે કહીશ...  દીદીએ જીદ છોડી  પછી વિચારમાં પડી કે હું ઓળખું છું એ કોણ હશે?  દીદીને પલ્લવ માટે બહુ જ લાગણી.... દીકરો જ ગણે એને. અને લાડથી ઘણીવાર દીકુ જ કહી દે... એ એના દીકુને ક્યારેય ઉદાસ ન જોઈ શકે.... એનું મોઢું ઉદાસ કે ચિંતામાં લાગે એટલે તરત પૂછી જ લે.. દીકુ શું થયું? કોઈએ કાંઈ કહૃાું? વગેરે વગેરે પણ જ્યાં સુધી પેલો ખુલાસો થાય એવું ન બોલે ત્યાં સુધી છોડે નહીં.

પલ્લવનો મોલ સુપર સ્ટોર સરસ ચાલવા લાગ્યો કારણ કે એ વિસ્તારમાં બીજો સ્ટોર હતો જ નહીં...એટલે બધા ત્યાં જ આવી જાય... વિશેષ તો  પલ્લવે જીજાજી ને કહી ત્યાં અમુક સુવિધા કરાવડાવી હતી.... સિનિયર સિટીઝન માટે રેસ્ટ રૂમ , નવજાત શિશુને લઈને આવનારી માતા માટે ચિલ્ડ્રન રૂમ અને એક  રેસ્ટોરન્ટ, ખરીદી કરનાર કે એમની સાથે આવેલા  માટે ખરીદી પછી નાસ્તા માટે અને અહીં બધી જ વસ્તુ મળે.... એટલે શાંતિ.... આ સરસ ગોઠવાઈ ગયું.. એ પછી બીજો સ્ટોર કર્યો એ પણ સરસ ચાલવા લાગ્યો...

આમને આમ ત્રણ વર્ષ નીકળી ગયા.....એ દરમ્યાન માલવ કુમારની બહેન ઈન્ડિયાથી આવી હતી, આવી હતી શું? બહેન બનેવી એ બોલાવી હતી , કદાચ પલ્લવને ગમી જાય....દીદી એ પૂછ્યું કે આ કેવી લાગી?  પલ્લવ કહે મારા કરતા એક  વર્ષ મોટી છે સંજુભાઈ માટે યોગ્ય છે... દીદી કહે નાટક નહીં... તારા મનમાં ઓલી કોઈ છે એટલે એમ કહે ને? એ બે મહિના રહી પણ કઈ પલ્લવ પીગળ્યો નહીં.... 

એક રાત્રે પલ્લવ દીદી જીજાજી બધા બેઠા હતા અને અચાનક મમ્મી  પપ્પાનો ફોન આવ્યો કે સંગીતા બેટા , સંજીવનું નક્કી કર્યું છે આ રવિવારે સગાઈ કરીએ છીએ....એ પછી માગશરમાં લગ્ન નક્કી કર્યા છે.... પરિવાર સરસ છે, મને વર્ષોથી ઓળખે છે એની દીકરી બહુ મજાની છે.... માગશરમાં આવવાની તૈયારી રાખજો... એ બહાને નાનો પણ ઘેર આવી શકે અને એ સમયે કોઈ કન્યા દેખાય તો એનું પણ નક્કી કરી નાખીએ... સંગીત કહે કે એ કહેતો હતો કે એને એક કન્યા નક્કી છે...પપ્પા કહે કે તો એ પરિવારને મળી એ સમયે નક્કી કરી નાખશું.  ઘરમાં બધાને આનંદ થઈ ગયો.... દીદી કહે માં એ છોકરીનું નામ શું? એનો ફોટો મોકલો ને? પપ્પા કહે કે બે દિવસ તો છે , સગાઇ ના જ ફોટા મોકલશું... સંગીત કહે કે માં શક્ય હોય તો સગાઇ વખતે લાઈવ વીડિયો બતાવજો... અમે પણ સગાઈનો પ્રસંગ માણી શકાય..

એ શનિવારે રાત્રે કે જ્યારે ભારતમાં રવિવારની સવાર હોય ત્યારે  પલ્લવ જીજાજી અને બાળકો  બધા ગોઠવાઈ ગયા કે હમણાં વીડિયો ચાલુ થશે.... ત્યાંથી સંજુ નો ફોન આવ્યો કે દીદી મહેમાનો આવી ગયા છે અને   હમણાં કન્યા વાળા આવે એટલે વીડિયો ચાલુ કરાવું...દસ પંદર મિનિટમાં કન્યા પરિવાર આવ્યું એટલે  વિડીયો કોલ ચાલુ થયો... એ  સમયે દીદી બેઠેલી હતી પલ્લવ અંદર હતો દીદી જીજાજીએ મહેમાનોને આવતા જોયા.... અહીં બેઠા દીદીએ એમને વધાવ્યા , વેવાઈ વેવાણે નમસ્તે કર્યા અને પછી કન્યા આવી, એણે નમન કરી પ્રણામ કર્યા.... દીદીએ બૂમ  પાડી દીકુ જલદી આવ તારી ભાભી  આવી.... પલ્લવ દોડતો આવ્યો  જોઈને સ્તબ્ધ થઈ ગયો.... અને બેસી પડ્યો સામે પલ્લવી હતી.... પલ્લવીએ પણ પલ્લવ જોયો....એ પણ સ્તબ્ધ... દીદીએ એ કન્યા અને પલ્લવ બન્નેના ભાવ જોયા પલ્લવીએ નમસ્તે કર્યું અને સામે પલ્લવે પણ નમસ્તે કર્યું.... પલ્લવ ની આંખમાં આંસુ હતા.... એણે કોઈને દેખાવા ન દીધા  પણ દીદી તો દીદી હતી એ કંઈક સમજી.... પલ્લવે પરાણે સ્મિત વેર્યા કર્યું .... કોઈને એની વેદના નો ખ્યાલ ન આવ્યો.... સગાઈ સંપન્ન થઇ... વીડિયો બંધ થયો... બંધ બેઠા પણ પલ્લવ એના રૂમમાં ચાલ્યો ગયો.. દીદીએ ખણખોદ કરી, પલ્લવ ને અનેક રીતે પૂછી જાણી લીધું.. એક રાત્રે લગભગ ત્યાં ના બે વાગે  પલ્લવીનો વીડિયો કોલ આવ્યો પલ્લવ પર.... આમ તો પલ્લવે બારણું બંધ કરેલું પણ સ્ટોપર બરાબર લાગી નહીં... દીદી ને એના રૂૂમમાં કંઈક અવાજ આવ્યો અને એ ઊભી થઈ જોવા  પલ્લવને ખ્યાલ નહીં કે બારણું ખુલી ગયું છે... દીદી એ જોયું સાંભળ્યું કે પપ્પાએ નક્કી કર્યું પપ્પા કહે કે સંજીવના પપ્પાના મારા પર બહુ જ ઉપકાર છે... આ પરિવાર બહુ સરસ છે... મેં કહૃાું કે મને પલ્લવ ગમે છે તો પપ્પાએ ઘણું પૂછ્યું પછી કહૃાું કે તો  એ તારા કરતા નાનો છે...એ ના થાય.... મારે છૂટકો નથી....દીદી એ બધું સાંભળી સમજી લીધું.... એ દિવસ પછી પલ્લવ ઉદાસ જ રહેતો હતો...

માગશરમાં બધા પહોંચી ગયા વતનમાં.... લગ્નના બે જ દિવસ હતા.... એ સાંજે પલ્લવ અચાનક ખોવાઈ ગયેલો....દીદી સમજતી હતી.... એ ક્યાં ગયો... લગ્નના આગલા દિવસે દીદીએ સંજીવને બધી વાત કરી... સંજીવ ચોંકી ગયો.... એ પણ હોશિયાર લગ્નને બે  જ દિવસ બાકી... દરજી ઘેર આવ્યો પલ્લવનું માપ લેવા, સંજીવ કહે કે આના કપડા બિલકુલ મારા જેવા સીવો દુલ્હા ના કપડા... અમે બેય ભાઈ સરખા લાગીયે લોકો પણ વિચારે કે આમાં વરરાજા કોણ? અને એમ થયું... જાન  પ્રસ્થાન માટે તૈયાર સંજીવ દીદી  જીજાજી અને પલ્લવ એક જ કારમાં .... જાન  વાજતે ગાજતે પહોંચી હોટલમાં .વચ્ચે કોઈ સમય બગાડ્યા વગર ઘરેથી નીકળી અડધો કલાકમાં ત્યાં...... આલીશાન હોટલ માં લગ્ન હતા... ત્યાં બે કલાક પહેલા.પહોંચ્યા હજી સામૈયું થાય ત્યાં  સંજીવને મૂર્છા આવી લાગી..... એનો એક મિત્ર ડોક્ટર  હતો...એણે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી નજીકની  હોસ્પિટલ લઇ ગયા....બધા બેસી ગયા.... ડોક્ટરે કહૃાું એને એટેક આવ્યો છે.... આઈસીયુમાં મૂકવો પડે એમ છે...... બધાના જીવ અદ્ધર , આટલા મહેમાનો અને લગ્ન કેન્સલ? સંજીવે દીદી ને મળવા આવવા કહેણ મોકલ્યું... દીદીએ મમ્મી પપ્પા અને વેવાઈને વાત કરી  મળવા ગઈ.... થોડી વારમાં પાછી આવી.... એને જે વાત કરી તે પણ વાત એ થઈ કે હવે એની પરિસ્થિતિ એવી છે કે એ લગ્ન નહીં કરી શકે... જાન પાછી નહીં જાય .... સંજુએ કહૃાું છે કે પલ્લવને બેસાડી દ્યો.. વેવાઈ બધું સચવાઈ જાશે.... ના ન પાડો... વેવાઈને તો ખબર હતી કે  દીકરીને પસંદ છે... લગ્ન થઈ ગયા.... લગ્ન પછી પલ્લવ પલ્લવીને  દીદી હોસ્પિટલમાં લઇ ગયા સંજુ ના આશીર્વાદ લેવા .... સંજુ આઇસીયુ માં હતો દીદી વર કન્યા ને લઇ અંદર ગયા બીજા કોઈને અંદર ન જવા દીધા... ડોક્ટર સંજુ પાસે જ ઊભા હતા... સંજુ સ્વસ્થ ઊભો થયો....પલ્લવ પલ્લવી પગે લાગ્યા અને  સંજુએ પલ્લવ એટલે દીકુને ગળે લગાડયો અને કહૃાું કે ગાંડા પહેલા કહેવાય નહીં? અને પલ્લવી તારે તો કહેવું હતું? પલ્લવીએ ચરણ સ્પર્શ કરી એના અને પિતાના સંવાદ  કહૃાા... સંજુએ કહૃાું કે દીદીએ આવીને બધી વાત કરી, તમારા બન્નેના વીડિયો કોલની વાત કરી... હવે છેલ્લી ઘડીએ શું થાય? એટલે મારા આ મિત્રએ  આ કર્યું... આ એની જ હોસ્પિટલ છે... આ કોઈને કહેતા નહીં.....  મને એટેક આવ્યો જ હતો... તમને બન્નેને એક કરવાની ધૂનનો....

આને કહેવાય પ્રેમ બે પ્રેમીઓનો અને ભાઈ બહેનોનો,  સાચા પ્રેમમાં તકલીફ તો બહુ  પડે પણ  ઈશ્વર એ પ્રેમ જાળવી રાખે.

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh