Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્યાંક સવા બસો કરોડનો તોતીંગ ખર્ચ 'ધુમાડો' સાબિત ન થાય...
જામનગરમાં બનેલા સૌરાષ્ટ્રનાં સૌથી લાંબા ઓવરબ્રિજને કારણે ટ્રાફિક સમસ્યા મહદ્અંશે ખતમ થઇ જશે અને લોકોનાં સમયની પણ બચત થશે એવી ધારણા હતી પરંતુ બ્રિજ તંત્રની બેદરકારી અને લોકોની અણસમજને કારણે જોખમી બની રહૃાો છે.
એસ.ટી.નિગમના અધિકારીએ ઇન્દિરા માર્ગ પર બ્રિજ નીચે સ્ટોપ જાહેર કરી બસ બ્રિજની નીચેથી જ પસાર થશે એવી ઘોષણા કરતા એસ.ટી. બસ પુલ નીચેથી જ આવનજાવન કરી રહી છે. ઉપરાંત અનેક ખાનગી બસ અને ટ્રક વગેરે પણ પુલ નીચેથી જ પસાર થતા હોવાની સ્થિતિમાં મુખ્યત્ત્વે ભારે વાહનો માટે બનાવવામાં આવેલ ઓવરબ્રિજ પર ભારે વાહનોની નહીવત અવરજવર જોવા મળી રહી છે.
'નોબત' દ્વારા બ્રિજના લોકાર્પણ પહેલા જ બ્રિજના વીજકેબલ અને વાયરીંગ અંગે સવાલ ઉઠાવી અકસ્માતની સંભાવનાઓ દર્શાવવામાં આવી હતી અને લોકાર્પણના ત્રીજા જ દિવસે વીજકેબલમાં આગ પણ લાગી હતી. જે પછી હજુ એક જગ્યાએ બ્રિજ સંલગ્ન વીજ કેબલ નીચે રસ્તા પર ખુલ્લો પથરાયેલો જોવા મળી રહૃાો છે જે ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે.
બ્રિજ નીચે એક તરફથી બીજી તરફ જવા માટે જે જગ્યાએ ડિવાઇડરમાં ગેપ છે ત્યાં લોકો વાહનો પાર્ક કરી દે છે એટલે ત્યાંથી વળાંક લઇ બાજુના સમાંતર રસ્તે જઇ શકાતું નથી. કેટલીક ખાનગી બસ પણ અહીં પાર્ક કરી દેવામાં આવે છે. કેટલીય જગ્યાએ ગાયો અડીંગો જમાવી બેસી ગયેલ જોવા મળે છે. આમ બ્રિજ નીચે વાહનચાલકો માટે અગવડતાભરી અને અકસ્માતજનક સ્થિતિ જોવા મળી રહી છે.
બીજી તરફ ઓવરબ્રિજ પર લોકો ફોટોગ્રાફી કરવા એકઠા થઈ રહૃાા છે. કેટલાક યુવાનો સાત રસ્તા સર્કલ પર બ્રિજની પારી ઉપર ચડી જીવના જોખમે ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતાં. આમ ટ્રાફિકમાં રાહત માટે બનાવવામાં આવેલ આ ઓવરબ્રિજનો હાલ તો પિકનિક સ્પોટ તરીકે વધુ ઉપયોગ થઇ રહૃાો છે.
એસ.ટી. બસ પુલ નીચેથી જ પસાર થવાની હતી તો શું સ્થાનિક તંત્ર એ બ્રિજ બનાવતા પહેલા સરકારી વિભાગ સાથે સંકલન ન હતું કર્યુ?
બ્રિજના પ્લાનમાં અંબર ચોકડી પાસે રેમ્પ આપવામાં આવ્યો હતો જે પાછળથી રહસ્યમય કારણોસર રદ્દ થઇ ગયો અને ઇન્દીરા માર્ગ પર મોટાભાગની ટ્રાવેલ્સની ઓફિસો બ્રિજ નીચે આવેલ હોય મોટાભાગની ખાનગી બસો પણ બ્રિજ નીચેથી જ પસાર થાય છે.
આ બધી સ્થિતિઓ જોતા એ સવાલ ઉદભવે છે કે વિકાસના નવા પ્રતિકરૂપે પ્રોજેક્ટ કરવામાં આવેલ અને સવા બસો કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલ આ ઓવરબ્રિજની ખરેખર ઉપયોગીતા કે સાર્થકતા કેટલી?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial