Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાચબા ગતિએ ચાલતા કામથી
જામનગર તા. ૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક ગામોની જીવાદોરી સમાન સાની ડેમ છેલ્લા સાત-આઠ વર્ષથી ક્ષતિગ્રસ્ત હાલતમાં રહ્યા પછી સરકાર દ્વારા નવો ડેમ બનાવવાનું કામ ચાલુ છે, પણ આ કામ ખૂબ જ ધીમી ગતિએ થઈ રહ્યું હોવાથી આ વર્ષે પણ આ મહત્ત્વના ડેમમાં જળસંગ્રહ થઈ શકે તેવી સ્થિતિ નથી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસપદે નિયુક્ત થયેલા કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ સાની ડેમના પટમાં ઊભા રહીને પોતાનું પદગ્રહણ કરી આ ડેમના ચાલી રહેલ કાચબા ગતિએ કામ અંગે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી સરકારના સંબંધિત તંત્રોની વિલંબ નીતિ-રીતિની આકરી શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે એકાદ મહિના અગાઉ ચોમાસૃ શરૂ થાય તે પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંબંધિત વિભાગના એક જવાબદાર ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસામાં સાની ડેમમાં અમુક લેવલ સુધી તો પાણીનો સંગ્રહ થઈ જ શકશે. પણ... આ અધિકારીનો બહાદુરીપૂર્વકનો આ દાવો પોકળ અને હાસ્યાસ્પદ પૂરવાર થઈ રહ્યો છે.
આ ડેમનું કામ હવે આવતા ચોમાસા પહેલા પૂરૃં થાય તેવી જિલ્લાના ખેડૂતો, ગ્રામજનો પ્રાર્થના કરી આશા રાખી રહ્યા છે, પણ... આવી સ્થિતિ તો છેલ્લા દોઢ વર્ષથી જોવા મળી રહી છે. કામ જ્યારે પૂરૃં થાય ત્યારે ખરૂ.!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial