Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમજોર હતુ ત્યારે પણ ઝુકયુ નહોતુ તેથી
નવી દિલ્હી તા. ૭: વિદેશમંત્રી એસ. જયશંકરે જેએનયુની અરાવલી સમિટમાં પ્રવચન દરમિયાન પ્રવર્તમાન વૈશ્વિક પ્રવાહો તથા દેશની સ્થિતિની વિસ્તૃત ચર્ચા કરતા કહ્યું હતુ કે ભારત કમજોર ગણાતુ ત્યારે પણ ઝુકયુ નહોતું. તેથી આજનું સબળ ભારત કોઈથી યે ડરે તેમ નથી. આ રીતે જયશંકરે પાક-અમેરિકાને પરોક્ષ રીતે લલકાર્યુ હોય તેમ જણાય છે.
ભારત જ્યારે નબળો દેશ હતો, ત્યારે પણ કોઈની સામે ઝૂક્યું નથી, તો આજના સમયમાં તો તેનો ઝૂકવાનો કે ડરવાનો સવાલ જ ઉભો થતો નથી. અમુક દેશોના વ્યવહારે ભારતની સ્ટ્રેટેજિક ઓટોનોમી અર્થાત વ્યૂહાત્મક સ્વાયત્તતાના વિચારને વધુ મજબૂત બનાવ્યો છે. તેમ કહીને દેશના વિદેશ મંત્રી એસ. જયશંકરે આડકતરી રીતે પાકિસ્તાન અને અમેરિકાને લલકાર્યા છે.
જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં આયોજિત અરાવલી સમિટમાં બોલતાં જયશંકરે કહૃાું કે, ભારતે દક્ષિણ એશિયામાં દરેક સંકટના સમયે ગો-ટૂ ઓપ્શન બનાવવુ પડશે. રાજકીય અસ્થિરતાના આ દોરમાં ભારતે કો-ઓપરેશન માટે પોતે જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવા પડશે. આ જ તેની નેબરહૂડ ફર્સ્ટ પોલિસીનો સાર છે. આ ઉપખંડમાં દરેક કટોકટીમાં ભારત હંમેશાં પ્રથમ પસંદગી બનવું જોઈએ. ભાગલાના કારણે થતાં વ્યૂહાત્મક નુકસાન પણ અટકાવવુ જોઈએ. તેમજ વૈશ્વિક અસ્થિરતાનો સામનો કરવા માટે આપણે વ્યૂહાત્મક રીતે આગળ વધવું જોઈએ.
વૈશ્વિક પરિસ્થિતિ અંગે જણાવતાં વિદેશ મંત્રીએ કહૃાું કે, આજે વિશ્વ સહયોગના વચનથી દૂર જઈ હરીફાઈની દિશામાં આગળ વધી રહૃાું છે. આ બધું હથિયારકરણથી પ્રેરિત છે. તમામ દેશો સામે અનેક પડકારો છે. ભારતે પણ આ અસ્થિરતા વચ્ચે પોતાની રણનીતિ ઘડી આગળ વધવુ જોઈએ. વાસ્તવિક પડકાર આ જટિલ પરિદ્રશ્યને યોગ્ય દિશામાં આગળ વધારવાની જરૂર છે.
જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી જયશંકરે કહૃાું કે ભારતે પોતાના હિતોનું રક્ષણ કરતી વખતે ગ્લોબલ પ્રોજેક્શનમાં સતત આગળ વધવું જોઈએ. ભારતના દૃષ્ટિકોણથી માંગ, વસ્તી વિષયક ડેટા જેવા પરિબળો તેની પ્રગતિને આગળ ધપાવશે. આપણે ૨૦૪૭ની યાત્રા માટે આપણા પોતાના વિચારો સાથે વાર્તા લખવી જોઈએ. જયશંકરે જેએનયુની સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ (એસઆઈએસ) ને ભારતને એક અગ્રણી શક્તિ તરીકે ઉભરી લાવવા માટે તેની ભૂમિકા અને જવાબદારી વધારવાની સલાહ આપી હતી. તેમણે કહૃાું, એસઆઈએસ ભારતની ક્ષમતા નિર્માણમાં મોખરે રહૃાું છે અને દેશમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના અભ્યાસને પ્રેરણા આપી છે. હવે, તેણે વિકસિત ભારતના લક્ષ્ય તરફ યોગદાન આપવું જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial