Advertisement
Author: નોબત સમાચાર

ભૂપેન્દ્ર પટેલ સરકારના નવનિયુકત મંત્રીઓએ લીધા શપથ : જામનગરના રિવાબા જાડેજાનો સમાવેશ

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ઉપરાંત ૨૪ મંત્રીઓ, ૬ જુના મંત્રીઓ રિપિટઃ જમ્બો મંત્રી મંડળ રચાયુઃ હાલારમાંથી રાઘવજીભાઈ પટેલ અને મૂળુભાઈ બેરા પડતા મુકાયા

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૧૭: આજે ભૂપેન્દ્ર પટેલ મંત્રી મંડળમાં ફેરફાર સાથે વિસ્તરણ કરાયું છે અને નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ શપથ લેતા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ઉપરાંત ૨૪ મંત્રીઓ છે. જુના મંત્રી મંડળમાંથી ૧૦ મંત્રીઓને પડતા મુકવામાં આવ્યા છે, જયારે ૬ મંત્રીઓને રિપીટ કરાયા છે, જયારે ૧૯ નવા ચહેરાઓને સ્થાન અપાયું છે. જામનગરમાંથી રિવાબા જાડેજા રાજયકક્ષાના મંત્રી બન્યા છે, જયારે રાઘવજીભાઈ પટેલ તથા મૂળુભાઈ બેરા પડતા મુકાયા છે. મુખ્યમંત્રી ઉપરાંત ૮ કેબિનેટ મંત્રી, ૧૭ રાજ્ય કક્ષાના મંત્રી નિમાયા છે, જેમાં ત્રણ રાજયકક્ષાના મંત્રીઓને સ્વતંત્ર હવાલો અપાયો છે. મંત્રીમંડળમાં ત્રણ મહિલાઓને સ્થાન અપાયું છે.

ગુજરાતમાં ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે. ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ ૨૬ મંત્રીની યાદી જાહેર કરાઈ છે. આ યાદીમાં જુના ૧૦ મંત્રીઓને સ્થાન નથી અપાયું. ૧૬ ઓકટોબર, ગુરૂવારે રાજ્યના ૧૬ મંત્રીએ રાજીનામા આપ્યા પછી આજે મહાત્મા મંદિરમાં શપથવિધિ થઈ સૌથી પહેલા હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં.

ગુજરાતનાં મંત્રી મંડળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યથાવત રહ્યો છે, જયારે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ શપથ લીધા છે. કેબિનેટ મંત્રીઓમાં નવા ચહેરાઓમાં જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, ડો. પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીએ શપથ લીધા છે, જયારે કુંવરજી બાવળિયા, કનુભાઈ દેસાઈ અને ઋષિકેશ પટેલના રાજીનામા મુખ્યમંત્રીએ સ્વીકાર્યા નહીં હોવાથી તેઓ યથાવત રહ્યા છે. રાજ્ય કક્ષાના (મંત્રી (સ્વતંત્ર હવાલો)માં ઈશ્વર પટેલ, પ્રફુલ પાનસેરીયા અને મનીષા વકીલે શપથ લીધા છે, જયારે રાજયકક્ષાના મંત્રીઓ તરીકે કાંતિલાલ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવિણ માળી અને જયરામ ગામિતએ શથ લીધા છે.

રાજ્યના ગૃહમંત્રી પદે રહેલા હર્ષ સંઘવીએ હવે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. તેઓ સુરતના મજુરાથી ધારાસભ્ય છે. સૌથી નાની વયે રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતાં.

ગુજરાતના નવા મંત્રી મંડળમાં જાતિગત સમીકરણોનું સંતુલન સાધવાની સાથે પ્રજાની નારાજગી દૂર કરવાનો પણ પ્રયાસ કરાયો હોવાનું કહેવાય છે. નવા મંત્રી મંડળમાં ૮ ઓબીસી, ૩ એસસી, ૪ એસટી નેતાઓને સ્થાન અપાયું છે, જયારે ૨૬ મંત્રીમાં ૮ પાટીદાર નેતાને સ્થાન અપાયું છે તે સૂચક છે. આ સિવાય નવા મંત્રીમંડળમાં ત્રણ મહિલાનો પણ સમાવેશ કરાયો છે.

ગુજરાતના નવા મંત્રી મંડળમાં બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર), રાઘવજીભાઈ પટેલ (જામનગર ગ્રામ્ય), બચુ ખાબડ (દેવગઢ બારિયા), મૂળુ બેરા (ખંભાળિયા), કુબેર ડિંડોર (સંતરામપુરા), મુકેશ પટેલ (ઓલપાડ), ભીખુસિંહ પરમાર (મોડાસા), કુંવરજી હળપતિ (માંડવી-સુરત) તેમજ જગદીશ વિશ્વકર્મા (નિકોલ)ને સ્થાન અપાયુ નથી.

ગુજરાતના નવા મંત્રી મંડળમાં કુલ ૧૯ નવા ચહેરાને સ્થાન અપાયું છે. જેમાં દર્શના વાઘેલા (અસારવા), મનીષા વકીલ (વડોદરા શહેર), રિવાબા જાડેજા (જામનગર ઉત્તર), સ્વરૂપજી ઠાકોર (વાવ), જીતુ વાઘાણી (ભાવનગર પશ્ચિમ), કાંતિ અમૃતિયા (મોરબી), કૌશિક વેકરિયા (અમરેલી), રમેશ કટારા (ફતેપુરા), ત્રિકમ છાંગા (અંજાર), ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર), રમણ સોલંકી (બોરસદ), સંજયસિંહ મહિડા (મહુધા-ખેડા), પ્રવિણ માળી (ડીસા), પ્રદ્યુમન વાઝા (કોડીનાર), નરેશ પટેલ (ગણદેવી), ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર), પી.સી. બરંડા (ભીલોડા) અને કમલેશ પટેલ (પેટલાદ)નો સમાવેશ થાય છે.

ભૂપેન્દ્ર પટેલ સરકારમાંથી પડતા મૂકાયેલા મંત્રીઓની યાદી

મંત્રી  કયુખાતુ ધરાવતા હતા          વિધાનસભાની સીટ

બળવંતસિંહ ઉદ્યોગમંત્રી સિદ્ધપુર,  રાઘવજી પટેલ કૃષિમંત્રી જામનગર ગ્રામ્ય,  ભાનુબેન મહિલા અને બાળ રાજકોટ ગ્રામ્ય, બાબરીયા વિકાસ મંત્રી,  મૂળુ બેરા શિક્ષણમંત્રી ખંભાળીયા,  કુબેર ડિંડોર કેબિનેટ મંત્રી સંતરામપુર, જગદીશ વિશ્વકર્મા સહકાર મંત્રી નિકોલ,  મુકેશ પટેલ વન-પર્યાવરણ ઓલપાડ,  ભીખુસિંહ પરમાર પુરવઠા રાજયમંત્રી મોડાસા,  બચુ ખાબડ રાજયકક્ષાના મંત્રી દેવગઢ બારિયા, કુંવરજી હળપતિ આદિજાતિ વિકાસ માંડવી (સુરત) રાજયમંત્રી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh