Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે
રાજકોટ તા. ૧૯: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ચલાવવામાં આવતી ઓખા-શકૂર બસ્તી (દિલ્હી કેન્દ્ર પાસે) સ્પેશિયલ ટ્રેનના ઓખાથી રાજકોટ સુધી આવતા સ્ટેશનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જેમાં ટ્રેન નં. ૦૯પર૩ ઓખા-શકૂર બસ્તી સ્પેશિયલ ર૩ સપ્ટેમ્બરથી રપ નવેમ્બર, ર૦રપ સુધી દરેક મંગળવારે ઓખાથી ૧૦-૧૦ વાગે, દ્વારકા ૧૦-પ૧ વાગે, ખંભાળિયા ૧ર-૦ર વાગે, જામનગર ૧ર-પ૩ વાગે, હાપા ૧૩-ર૦ વાગે, રાજકોટ ૧૪-પ૦ વાગે અને શકૂર બસ્તી બીજા દિવસે સવારે ૧૦-૩પ વાગે પહોંચશે. તે જ રીતે પરત ફરતી ટ્રેન નં. ૦૯પર૪ શકૂર બસ્તી-ઓખા સ્પેશિયલ ર૪ સપ્ટેમ્બરથી ર૬ નવેમ્બર, ર૦રપ સુધી દરેક બુધવારે શકૂર બસ્તીથી બપોરે ૧૩-૧પ વાગે પ્રસ્થાન કરશે અને બીજા દિવ્સે સવારે ૭-પ૮ વાગે રાજકોટ, ૮-ર૩ વાગે હાપા, ૯-૩૭ વાગે જામનગર, ૧૦-રપ વાગે ખંભાળિયા, ૧૧-૩પ વાગે દ્વારકા અને બપોરે ૧૩ વાગે ઓખા પહોંચશે. ઉલ્લેખનિય છે કે, આ બન્ને ટ્રેનોના ઓખાથી રાજકોટ વચ્ચે આવેલા સ્ટેશનો સિવાય અન્ય કોઈપણ સ્ટેશનના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial