Advertisement
Author: નોબત સમાચાર

આંદામાનના દરિયામાં ૩૦૦ મીટર ઊંડાણમાં મળી આવ્યો કુદરતી ગેસનો ભંડાર

પૃથ્વીના પેટાળમાંથી ભારતને મળ્યો સમૃદ્ધિનો ખજાનોઃ કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કરી જાહેરાતઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૭: આંદામાનના દરિયામાં ૩૦૦ મીટર ઊંડો કુદરતી ગેસનો ભંડાર મળી આવ્યો છે, જે એનર્જી સેક્ટર માટે મોટી સફળતા ગણાય છે. આ શોધ ભારતની ઊર્જા સુરક્ષા અને આત્મનિર્ભરતા માટે ઘણી મહત્ત્વની છે.

ઓઈલ ઈન્ડિયાએ આંદામાન સમુદ્રમાં ૩૦૦ મીટર ઊંડા છૂપાયેલો ખજાનો શોધી કાઢ્યો છે. આ ખજાનો ભારતના ઊર્જા ક્ષેત્ર માટે એક મોટી સફળતા દર્શાવે છે. આંદામાન સમુદ્રમાં સ્થિત શ્રી વિજયપુરમ્ ર માં કુદરતી ગેસના ભંડાર મળી આવ્યા છે.

કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પોતે આંદામાન ટાપુઓના પૂર્વ કિનારાથી આશરે ૧૭ કિલોમીટર દૂર સ્થિત આ કૂવામાં ગેસના ભંડારની શોધની જાહેરાત કરી હતી. ઓઈલ ઈન્ડિયા લિમિટેડએ ઓપન એકેજ લાઈસન્સિંગ પોલિસી હેઠળ ડ્રિલિંગ કરીને આ કુદરતી ગેસ અનામત શોધી કાઢ્યું. ઈન્ડિયન ઓઈલ આંદામાનમાં ૧૦,૦૦૦ કિલોમીટરથી વધુ વિસ્તારમાં તેલ અને ગેસની શોધ કરી રહ્યું છે.

ભારત તેની કુદરતી ગેસની જરૂરિયાતના આશરે ૪૭-પ૦ ટકા આયાત કરે છે. ર૦ર૩ માં ભારતે આશરે ૩૬.૭ અબજ ધનમીટર એલએનજીની આયાત કરી તેથી, આ શોધાયેલ કુદરતી ગેસ અનામત ભારત માટે એક મોટી સફળતા સાબિત થઈ શકે છે. આંદામાન સમુદ્રમાં શોધાયેલ આ છૂપાયેલ ખજાનો ભારત માટે એક મોટી સફળતા છે.

પેટ્રોલિયમ મંત્રીએ ટ્વિટ કર્યું કે કૂવાનું પ્રારંભિક ઉત્પાદન પરીક્ષણ રર૧ર થી રરપ૦ મીટરની ઊંડાઈએ કરવામાં આવ્યું હતું. જે કુદરતી ગેસની હાજરીની પુષ્ટિ કરે છે. તેમણે કુદરતી ગેસની હાજરીના પુરાવા તરીકે ભડકતી એક વીડિયો પણ શેર કરી. ગેસના નમૂનાઓ કાકીનાડા બંદર પર લાવવામાં આવ્યા હતાં, જ્યાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગેસના પરીક્ષણમાં મિથેનની હાજરી બહાર આવી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે ગેસમાં ૮૭ ટકા મિથેન છે. ભારતમાં શોભાયેલા આ ગેસ અનામત અંગે, હરદીપ પુરીએ લખ્યું કે તે અમારી લાંબા સમયથી ચાલતી માન્યતાને સમર્થન આપે છે કે ભારતનો આંદામાન બેસિન કુદરતી ગેસથી સમૃદ્ધ છે. આંદામાન સમુદ્રમાં શોધાયેલ આ કુદરતી ગેસ અનામત ભારતની ઊર્જા સુરક્ષામાં વધારો કરશે. ભારતનું આયાત બિલ ઘટશે.

દેશ ઊર્જાસ્ત્રોતોમાં આત્મનિર્ભર બની રહ્યો છે. આ સ્થાનિક સ્ત્રોતોમાંથી ઊર્જા જરૂરિયાતો પૂરી કરવામાં અને આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. આ શોધ માત્ર સ્થાનિક ઊર્જા ઉત્પાદનને જ નહીં, પરંતુ ઊર્જા બજારમાં ભારતની સ્થિતિને પણ મજૂબત બનાવશે. આ શોધો ફક્ત આપણી જરૂરિયાતો જ પૂરી કરી શકશે નહીં, પરંતુ આવનારા વર્ષોમાં એલએનજી નિકાસ માટેનો માર્ગ પણ ખોલી શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh