Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૧ સ્થળે કેન્દ્રો મંજુરઃ પાંચ કેન્દ્રોમાં પ્રક્રીયા ચાલુઃ
ખંભાળિયા તા. ૧૦: ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત થયેલી, જેના સંદર્ભમાં દ્વારકા જિલ્લામાં ૧૧ સ્થળે કેન્દ્રો મંજુર થયા હતાં. જેમાં પાંચ સ્થળે ટેકાના ભાવે ખરીદી મગફળીની શરૂ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને ઉમટ્યા હતાં.
દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના માર્ગદર્શનમાં જિલ્લા ખેતીવાડી અધિકારી સ્નેહલ ડઢાલિયા દ્વારા તમામ વ્યવસ્થા ગોઠવાઈ હતી. દ્વારકા જિલ્લામાં એ.પી.એમ.સી. ભાણવડ, એ.પી.એમ.સી. ભાટિયા તથા ખંભાળિયામાં સૂકી ખેતી સંશોધન કેન્દ્ર સલાયા રોડ, તેની સામેના ભાગમાં તથા ગંગા જમના હોટલ પાસે એમ ત્રણ સ્થળે ખરીદી કેન્દ્રો શરૂ થયા છે. સરકારી મંડળીઓ દ્વારા ખરીદી અંગે વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ દ્વારા સરકારના નક્કી થયેલા ગોડાઉનમાં ટેકાના ભાવે મગફળી પહોંચાડવામાં આવે છે.
દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં ત્રણ કેન્દ્રો શરૂ થયા છે. દ્વારકામાં આવતીકાલે એક કેન્દ્ર શરૂ થશે. દ્વારકા જિલ્લામાં કુલ ૭૧,૪ર૪ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચવા રજિસ્ટ્રેશન કરાવ્યા છે, જેમાં કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ ર૯,૩૬૮, ખંભાળિયામાં ર૩,ર૭ર, ભાણવડમાં ૧પ,ર૬૩ તથા દ્વારકામાં ૩પર૧ ના રજિસ્ટ્રેશન થયા છે. હજુ દ્વારકા જિલ્લામાં વધુ કેન્દ્ર શરૂ થાય તો નવાઈ નહીં, જો કે માવઠાથી મગફળીના નુક્સાનના દેકારા વચ્ચે મગફળી સારી ટેકાના ભાવે વેંચવા પણ કતારો લાગી હતી...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial