Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સેસન્સ કોર્ટમાં એલએડીસી દ્વારા નિમાયેલ વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય રહીઃ
જામનગર તા. ૧૭: અપહરણ કરી ખાનગી વાહનમાં લઈ જઈ જાનથી મારી નાખવાના વર્ષ ૧૯૯૮ ના ચકચારી કેસમાં સેસન્સ કોર્ટે આરોપીનો નિર્દોષ છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના રહીશ સતરેજકુમાર ગુપ્તાએ પંચવટીમાં રહેતા કાનાભાઈ ઉર્ફે કાનો કલ્યાણદાસ દુધરેજિયા તથા કિશોરસિંહ ભીખુભા વાઢેર સામે વર્ષ ૧૯૮૮ ની ર૩ મી ઓગસ્ટે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રિના દસેક વાગ્યાના સુમારે તેઓ ખાવડી રિલાયન્સ કંપની તરફ જવા માટે ટાટા સુમોમાં બેઠા હતાં, ત્યારે વધુ પેસેન્જર લેવા માટે કાનાભાઈ ઉર્ફે કાનો કલ્યાણદાસ દુધરેજિયાએ ગાડી ઊભી રાખી હતી અને ફરિયાદીએ તેનો વિરોધ કરતા ફરિયાદીને ખોડિયાર કોલોની પાસે ઉતારીને ઢોર માર માર્યો હતો અને ગાળો બોલીને ઢીકા-પાટુનો માર મારી ઈચ્છા વિરૂદ્ધ ટાટા સુમોમાં બેસાડી રસ્તામાં છરી બતાવી મારી નાંખવાની ધમકી આપી હતી, અને બન્ને આરોપીઓએ અપહરણ કર્યું હતું તથા હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હતો. પોલીસે આઈપીસીની જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી.
આ કેસના મદદગાર આરોપી કિશોરસિંહ વાઢેરનું આ દરમિયાન અવસાન થયું હતું, અને મુખ્ય આરોપી લાંબા સમયથી હાજર રહેતા નહોતા, તેથી આરોપીની ગેરહાજરીમાં અધિક ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ દ્વારા આ કેસ સસન્સ કમિટ કરાયો હતો, અને જામીન પર છૂટ્યા પછી આરોપી સતત ગેરહાજર હોવાનું જણાવાયું હતું, અને તેના કારણે વિલંબ થતો હતો. સરકારશ્રી તરફથી થયેલી રજૂઆત, આરોપીની લાંબા સમયની ગેરહાજરી અને તેના વકીલની ગેરહાજરી વગેરેને ધ્યાને લઈને કેસની ક્રિમિનલ પ્રોસિઝર કોડની જોગવાઈઓ મુજબ ટ્રાયલ આગળ ચાલી હતી.
અદાલતે વર્ષ ૧૯૮૮ નો કેસ તથા પ્રવર્તમાન સંજોગોને ધ્યાને રાખીને આરોપીની ગેરહાજરીમાં પુરાવો નોંધવા તથા આરોપીના બચાવ માટે એલએડીસી જામનગરમાંથી ડેપ્યુટી ચીફ એમ.બી. સોમૈયાની આરોપીના એડવોકેટ તરીકે નિમણૂક કરી હતી, જેમણે આરોપી તરફથી દલીલો રજૂ કરી હતી, અને સાહેદો, પંચનામાઓ, જુબાનીઓ કે દસ્તાવેજોના આધારે આરોપી સામેની ફરિયાદ મુજબના ગુન્હાઓ પૂરવાર થતા નથી, અને એ પ્રકારનો કોઈ નક્કર પુરાવો પણ પ્રોસિક્યુશન રજૂ કરી શકેલ નહીં હોવાથી આરોપીને નિર્દોષ છોડવાની ધારદાર દલીલો એડવોકેટ મનિષ કુમાર ભિખાલાલ સોમૈયાએ રજૂ કરી હતી અને વડી અદાલતના કેટલાક ચૂકાદાઓ પણ દલીલોના સમર્થનમાં ટાંક્યા હતાં, જેને અદાલતે ગ્રાહ્ય રાખ્યા હતાં.
સેસન્સ કોર્ટમાં ચાલેલી લાંબી કાનૂની લડત અને લગભગ અઢી દાયકા પછી આ કેસનો ફેંસલો થયો હતો, અને એડિશનલ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શ્રી વી.પી. અગ્રવાલ સાહેબે કાનો ઉર્ફે કલ્યાણદાસ દૂધરેજિયાને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં આરોપી માટે એલએડીસી તરફથી નિમાયેલા એડવોકેટ દ્વારા આરોપીનો નિર્દોષ છૂટકારો થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial