Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજારમાં બે તરફી અફડા- તફડી બાદ ઈન્ડેક્સ બેઝડ તેજી યથાવત!!

તા. ૧૦-૧૦-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ ઉછાળો જોવા મળ્યો હતો. યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ઓકટોબરમાં રેટ કટની અપેક્ષા, અમેરિકી ડોલર નબળો પડવા સહિતના પરિબળો અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષામાં રેપો રેટ યથાવત રહ્યા છતાં કોર્પોરેટ ઈન્ડિયા માટે પ્રોત્સાહક પગલાંની પોઝિટીવ અસરે આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું તેમજ ટ્રમ્પ સરકાર દ્વારા મોટી ફાર્મા કંપનીઓ પર ૧૦૦% ટેરિફ હાલ તુરત મુલતવી રાખવામાં આવતાં સેન્ટીમેન્ટ સુધર્યું હતું.

દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે અનેક પ્રોજેક્ટો આકાર લઈ રહ્યા હોવાના પોઝિટીવ પરિબળે મેટલની માંગમાં મોટી વૃદ્વિની અપેક્ષા અને વૈશ્વિક નિકાસ માંગની પણ અપેક્ષાએ આજે ફંડોએ તેજી કરી હતી. પ્રાઈમરી માર્કેટમાં મેગા આઈપીઓની વણઝારને લઈ સેકન્ડરી માર્કેટમાં તેજી અટક્યા બાદ હવે આગામી દિવસોમાં મેગા ઈસ્યુઓ પૂરા થવાની સાથે લિક્વિડિટી સેકન્ડરી માર્કેટમાં મોટી તેજીની અપેક્ષાએ આજે ખેલંદાઓ, ફંડોએ મોટી ખરીદી શરૂ કરી હતી.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૨%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૨૮% અને નેસ્ડેક ૦.૦૮% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૨% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૬૯ અને વધનારની સંખ્યા ૨૦૦૫ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર મેટલ, કોમોડીટીઝ, હેલ્થકેર અને ઓટો સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર ગોલ્ડ રૂ.૧,૨૧,૦૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૧,૩૫૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૦,૧૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૫૦ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૨૦,૭૪૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર સિલ્વર રૂ.૧,૪૮,૪૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૪૮,૪૯૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૪૫,૯૩૩ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૪૯ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૪૬,૦૭૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

ગ્લેનમાર્ક ફાર્મા (૧૯૪૦) : ફાર્માસ્યુટિકલ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૧૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૬૩ થી રૂ.૧૯૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૯૯૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!

વોલ્ટાસ લિ. (૧૩૯૦) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૩૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

એચડીએફસી બેન્ક (૯૮૪) : રૂ.૯૭૦ નો પ્રથમ તેમજ રૂ.૯૪૪ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૯૭ થી રૂ.૧૦૦૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

અદાણી એનર્જી (૯૨૭) : પાવર ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૯૩૮ થી રૂ.૯૪૬ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૯૦૯ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ચોખ્ખા ઇક્વિટી રોકાણે રૂ.૪ લાખ કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સ્થાનિક ફંડ મેનેજરોએ કુલ રૂ.૪.૦૨ લાખ કરોડનું રોકાણ સ્થાનિક ઇક્વિટીમાં કર્યું છે. પાછલા વર્ષના રૂ.૪.૩ લાખ કરોડના રેકોર્ડ રોકાણ પછી, જો હાલની ગતિ જળવાઈ રહી તો ફંડ હાઉસો ૫ લાખ કરોડના સ્તર સુધી પહોંચી શકે છે. આ વર્ષ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે ઇક્વિટી ખરીદીનું સતત પાંચમું વર્ષ છે. કોરોના બાદના મજબૂત વળતરો સાથે રોકાણકારોનો વિશ્વાસ યથાવત રહ્યો છે. એસઆઈપી દ્વારા પણ રોકાણ પ્રવાહ મજબૂત રહ્યો છે. જાન્યુઆરીથી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન એસઆઈપી મારફતે કુલ રૂ.૨.૨  લાખ કરોડનું રોકાણ થયું છે, જેમાંથી આશરે ૯૦% ફંડ્સ ઇક્વિટી સ્કીમમાં જ મૂકવામાં આવ્યા છે.

ખાસ નોંધનીય એ છે કે સુસ્ત બજાર પરિસ્થિતિ અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા થયેલી વેચવાલી વચ્ચે પણ મ્યુચ્યુઅલ ફંડ્સનો રોકાણ પ્રવાહ ચાલુ રહ્યો છે. આ વર્ષે વિદેશી રોકાણકારોએ ભારતીય બજારથી રૂ.૧.૬ લાખ કરોડની નિકાસ કરી છે. સ્થાનિક ફંડ હાઉસોના આ મજબૂત રોકાણથી વિદેશી વેચવાલીનો દબાણ સંતુલિત થયો છે, જેના કારણે બજારમાં મોટો ઘટાડો અટકાવવામાં સહાય મળી છે. અગાઉની મંદી દરમિયાન પણ રિટેલ રોકાણકારોનો વિશ્વાસ ટક્યો હતો, પરંતુ લાંબા ગાળાની નબળાઈ સેન્ટિમેન્ટને અસર કરી શકે છે. અસ્થિરતા અને ટૂંકા ગાળાના ઘટાડા વચ્ચે પણ રોકાણકારોનો વિશ્વાસ યથાવત રહેવું બજાર માટે સકારાત્મક સંકેત છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh