Advertisement
Author: નોબત સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળ આયોજીત પરીક્ષા કેન્દ્રો નજીક ૧૪ સપ્ટે.ના ઝેરોક્ષ પર પ્રતિબંધ

જિલ્લાના પરીક્ષા કેન્દ્રો જાહેર કરાયા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત પરીક્ષા અંતર્ગત જામનગર જિલ્લામાં તા. ૧૪ સપ્ટેમ્બરના કોપીયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ , ગાંધીનગર દ્વારા આયોજિત જાહેરાત ક્રમાંકઃ જીએસએસઈબી/૨૦૨૫૨૬/૩૦૧ રેવન્યુ તલાટી વર્ગ-૩ની લેખિત પરીક્ષાઓ યોજાશે. પરીક્ષાઓ દરમિયાન ચોરીના દુષણના કારણે તેજસ્વી વિધાર્થીઓને નિયમાનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે.

જામનગર જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આસપાસ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને પરીક્ષા સુચારુ રીતે પૂર્ણ થાય તે હેતુસર પરીક્ષા કેન્દ્રોની આસપાસના ઝેરોક્ષ સેન્ટર્સ અને કોપીયર મશીન પરીક્ષાના સમય દરમિયાન બંધ રહે, તેમજ પરીક્ષા કેન્દ્રો પર કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક સાધનો, કેલ્ક્યુલેટર, ઈલેક્ટ્રોનિક વોચ અને અન્ય અનધિકૃત સાહિત્ય વગેરે સાથે ના લઈ જાય તે માટે પ્રતિબંધાત્મક હુકમો ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન. ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જામનગર જિલ્લામાં પરીક્ષા માટે નિર્ધારિત કરવામાં આવેલા પરિશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં આવતા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ અને અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોએ તા.૧૪/૦૯/૨૦૨૫ના રોજ બપોરના ૧:૩૦ કલાકથી સાંજના ૫:૩૦ કલાક સુધી તેઓના કોપીયર મશીન દ્વારા પરીક્ષા વિષયક પત્રો અને દસ્તાવેજી કાગળોની નકલો કાઢવી નહીં.

આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક સાધનો, કેલ્ક્યુલેટર, ઈલેક્ટ્રોનિક વોચ તેમજ અન્ય અનધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરી શકશે નહીં. તથા પરીક્ષા કેન્દ્રોની આસપાસ લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રતિબંધાત્મક હુકમમાં જણાવવામાં આવ્યું છે. આ હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાપત્ર થશે.

જામનગર જિલ્લામાં પરીક્ષા માટે જાહેર કરાયેલા પરીક્ષા કેન્દ્રોની યાદીમાં શ્રી ડી. કે. વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજ યુનિટ ૧ અને યુનિટ ૨, ભવન્સ શ્રી એ કે દોશી વિદ્યાલય, એસ. વી. ઈ. ટી કોલેજ, શ્રી વી. એમ. મહેતા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ યુનિટ ૧ અને યુનિટ ૨, સેન્ટ ગ્રેગોરીયસ હાઈસ્કૂલ, સેન્ટ આન્સ હાઈસ્કૂલ, શ્રી જી. એચ. ગોસરાણી કોર્મસ એન્ડ શ્રી ડી. ડી. નાગડા બી. બી. કોલેજ, શ્રી જે. વી. આઈ. એમ. એસ. બીટીવી, એમ.બી.એ કોલેજ (હરિયા કોલેજ), શ્રી સી. ઝેડ. એમ. જી. બીસીએ કોલેજ (હરિયા કોલેજ), શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ યુનિટ ૧ અને યુનિટ ૨, શ્રીમદ દયાનંદ કન્યા વિધાલય, શ્રી વિદ્યાનિકુંજ હાઈસ્કૂલ, નેશનલ હાઇસ્કૂલ, જૈન કન્યા વિદ્યાલય (મા. ઉ. મા.), શ્રી ઓધવદીપ સ્કૂલ, શ્રી નંદન માધ્યમિક શાળા, શ્રી કાલિન્દી સે.અને હા.સેકન્ડરી સ્કૂલ, રોયલ ઈન્ટર નેશનલ સ્કૂલ, મોદી સ્કૂલ જામનગર, આર. આર. શાહ હાઇસ્કૂલ, રંજ ભુષણલાલજી વિધાલય, શ્રી જ્ઞાનગંગા સ્કૂલ, સનરાઇઝ સ્કૂલ, કે. કે. ઇન્ટરનેશનલ સ્કૂલ, શ્રી એલ.જી.હરિયા સ્કૂલ યુનીટ-૧ અને ૨, શ્રી જેકુરબેન સોની કન્યા વિધાલય, મીનાક્ષી ગ્રુપ ઓફ સ્કૂલ, શ્રી સોઢા મહેન્દ્રસિંહ હાઇસ્કૂલ, માતૃશ્રી એ.બી. વિરાણી કન્યા વિદ્યાલય, માતૃશ્રી પ્રણામી હાઈસ્કૂલ, પ્રણામી ગ્લોબલ સ્કૂલ, ધી પટેલ એકેડેમી સ્કૂલ, ક્રિષ્ના સાયંસ સ્કૂલ, શ્રી એસ.બી.શર્મા વલ્ડ સ્કૂલ, શિશુવિહાર હિન્દી હાઈસ્કૂલ, શ્રી સોઢા ઉમેદસિંહજી હાઇસ્કૂલ, સત્ય સાઈ વિદ્યાલય યુનિટ-૧,૨,૩, સનસાઈન સ્કૂલ, શ્રી ડી. સી. સી. વી. હાઈસ્કૂલ, શ્રી પી. વી. મોદી સ્કૂલ, પ્રાઈમ માધ્યમિક શાળા, શ્રી એસ. બી. શર્મા પબ્લિક સ્કૂલ, નંદ વિધ્યા નિકેતન યુનિટ-૧.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh