Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભગવાન શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે મહર્ષિ નારદજીએ આપેલા માર્ગદર્શન પ્રમાણે વનમાં જઈ અને ઉગ્ર તપ આદર્યુ.
આ તપ દરમ્યાન વનમાં પાર્વતીજીની પરીક્ષા લેવા માટે શિવજીએ સપ્તઋષિઓને મોકલેલા આ સપ્તઋષિઓએ શિવજીના કહ્યા પ્રમાણે પાર્વતીજીને શિવમાં રહેલા અનેક અવગુણોનું વર્ણન કહી સંભાળાવ્યું પરંતુ પાર્વતીજીએ તે તરફ બિલકુલ ધ્યાન ન આપ્યું અને કોઈપણ હિસાબે પતિ તરીકે શિવજી જ પ્રાપ્ત થાય તેવો અડગ નિર્ણય જાહેર કર્યો.
ત્યાર પછી ભગવાન શિવજીએ પાર્વતીનો ઉગ્ર ઉપ જોઈ તેની પરીક્ષા લેવા ના હેતુ સાથે ત્યાં સ્વયં પ્રગટ થયા અને પ્રાર્વતીજીને વરદાન આપી તેઓ અદૃશ્ય થઈ ગયા.
ભગવાન શિવજી અદૃશ્ય થતાં જ અચાનક એક બાળકની ચીસો સંભળાઈ જે પોતાને બચાવવા માટે મદદ માંગી રહ્યો હતો. અવાજ સાંભળી પાર્વતીજી તે તરફ દોડ્યા ત્યાં એક તળાવ હતું તેમાં એક મગરમચ્છે બાળકને પોતાના મોઢામાં પકડેલો હતો. તે બાળકને તે તળાવની અંદર ખેંચી જવા તત્પર હતો. તે બાળકે પાર્વતીજીને જોયા અને વિનંતી કરી કે મારા માતા-પિતા કે કોઈ મિત્ર નથી માટે આપ મારી માતા બની રક્ષા કરો.
પાર્વતીજી તે મગરને ઉદેશીને કહેવા લાગ્યા, હે મગર તુ આ બાળકને છોડી દે, મગર કહે છે. હું ભુખ્યો છુ. મને આહાર રૂપે મળેલ આ બાળકને ખાઈ હું મારી ભુખ ને સંતોષવા માંગુ છું. ભુખ્યો એવો હું તેને કેમ છોડી શકું.
પાર્વતીજી કહે છે, મગર તુ એને છોડી દે તેના બદલામાં તને જો જોઈએ તે આપવા હું તૈયાર છું બાળકના પ્રાણની રક્ષા માટે તુ માંગે તે હું આપીશ. ત્યારે મગરમચ્છ કહે છે, તમે આજ દિવસ સુધી જે તપ કર્યું છે. તે તપનું ફળ તમે મને આપી દો તો તુરંત જ આ બાળકને હું છોડી દઈશ. પાર્વતીજી કહે છે, હા. હું તે તપનું ફળ તને આપવા તૈયાર છુ તુ તેને છોડી દે.
મગર ફરી કહે છે. તમે હજી વિચારી લ્યો. જોશમાં આવી સંકલ્પ ન કરો. તમે જે તપ કર્યું છે તેવું ઉગ્ર તપ દેવતાઓએ પણ આજ દિવસ સુધી નથી કર્યું. આવા તપનું ફળ એક સામાન્ય બાળકને બચાવવામાં ચાલ્યું જશે....!
પાર્વતીજી કહે છે, મેં જે નિર્ણય કર્યો છે તે નિર્ણય હું નહી બદલું. હું તને તપનું ફળ આપું છું તુ તેને જીવતો જવા દે.
મગર કહે છે તમે કરેલા તપનું ફળ મને પ્રાપ્ત થતા મને દિવ્ય તેજની પ્રાપ્તિ થશે એ હું જાણું છું. જીવનભર કરેલા ઉગ્ર તપનું ફળ એક નાના બાળકને બચાવવામાં વ્યર્થ જશે. માટે તમે હજુ પણ વિચારી લો.
તેના જવાબમાં પાર્વતીજી કહે છે. તપ તો હું ફરીથી પણ કરી શકવા શક્તિમાન છું. પરંતુ આ બાળકને તું ખાઈ જઈશ તો તેનું થશે. અને છોડી દઈશ તો તેને તેનું જીવન પાછું મળશે. કહી પાર્વતીજી એ પોતાના તપનું દાન સંકલ્પ સાથે મગરમચ્છને અર્પણ કરી દીધું. કે તરત જ દિવ્ય તેજ સાથે મગરમચ્છ અલોપ થઈ ગયો. અને બાળક અદૃશ્ય થઈ ગયું.
ત્યાર પછી પાર્વતીજીએ ફરી તપ કરવાનો આરંભ કરવા માટે સંકલ્પ લીધો સંકલ્પ કરતાની સાથે જ ભગવાન શિવજી પ્રગટ થઈને બોલ્યા, હે પાર્વતી તમે ફરી કેમ તપ કરી રહ્યા છો ?
પાર્વતી કહે છે, 'હે પ્રભુ મેં તમને પ્રાપ્ત કરવા માટે કરેલા તપનું ફળ એક બાળકને બચાવવા માટે દાન કરી દીધું. હવે ફરી તમને પ્રાપ્ત કરવા માટે મેં ઉગ્રતપનો પ્રારંભ કરવાનું નક્કી કર્યું છે.
શિવજી કહે છે, હે, પાર્વતી તે મગરમચ્છ અને બાળક એ બંન્ને રૂપમાં હું જ હતો. હું જોવા માંગતો હતો કે તમારૂ ચિત્ત પ્રાણીમાત્રના સુખદુઃખને અનુભવે છે કે નહી. તમારી પરીક્ષા લેવા માટે જ મેં આ લીલા રચી હતી. પરંતુ તમે પરીક્ષામાં સફળ થયા છો. હવે તમારે તપ કરવાની કોઈ જરૂર નથી. કહી લગ્ન માટેનું વચન આપી શિવજી ત્યાંથી વિદાય થયા.
- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial