Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિની આત્મહત્યા પછી આ મહિલા થઈ ગયા હતા ગુમઃ
જામનગર તા. ૬: ધ્રોલના રોજીયા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં મગફળીના ગોડાઉનના રખોપા માટે મધ્યપ્રદેશથી આવીને રહેતા એક શ્રમિકે ગયા ગુરૂવારની રાત્રે ગોડાઉનમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. તે પછી આ યુવાનના પત્ની લાપત્તા હોવાનું પોલીસને જણાવાયું હતું. તેણીની ચાલી રહેલી શોધખોળ વચ્ચે ગઈકાલે બપોરે આ જ ખેતરમાં આવેલા કૂવામાંથી તે મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતક મહિલાના ભાઈનું નિવેદન નોંધ્યું છે. જેમાં ખૂલ્યા મુજબ આ દંપતી વચ્ચે કોઈ બાબતે બોલાચાલી પછી પતિએ ગળાફાંસો ખાધો હતો અને પતિના મૃત્યુના સમાચારથી આઘાત પામેલી મહિલાએ કૂવો બૂર્યાે હતો.
ધ્રોલ તાલુકાના રોજીયા ગામની સીમમાં આવેલા લગધીરસિંહ જાડેજા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના બડીકરેટી ગામના ગોરધનભાઈ દિનેશભાઈ વાસુનીયા (ઉ.વ.૨૦) નામના શ્રમિકે ગયા ગુરૂવારની રાત્રિથી શુક્રવારની સવાર સુધીમાં તે ખેતરમાં જ આવેલા ગોડાઉનમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ બાબતની જાણ ગયા શુક્રવારે સવારે અન્ય વ્યક્તિઓને થતાં પોલીસને વાકેફ કરવામાં આવી હતી. ધ્રોલ પોલીસની ટીમ બનાવના સ્થળે ધસી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી ગોરધનભાઈના પિતા દિનેશભાઈ મગનભાઈ વાસુનીયાનું નિવેદન નોંધ્યું હતું.
નિવેદનમાં તેઓએ જણાવ્યું હતું કે, તેમના પુત્રએ ગુરૂવારની રાત્રિથી શુક્રવારની સવાર સુધીમાં અકળ કારણથી ગળાફાંસો ખાધો છે અને તેમના પુત્રવધૂ રાહલીબેન (ઉ.વ.૧૯) લાપત્તા છે. પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરવા ઉપરાંત રાહલીબેનની શોધખોળ આરંભી હતી. જેમાં ગઈકાલે બપોરે આ જ ખેતરમાં આવેલા પાણી ભરેલા કૂવામાંથી તેઓનો મૃતદેહ મળી આવ્યો છે.
આ બાબતની અન્ય ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા રાહલીબેનના ભાઈ અને મૂળ મધ્યપ્રદેશના ચીરલીયા ભાગડાભાઈ બામણીયાને થતાં તેઓ દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરાતા ધ્રોલના પીઆઈ એચ.વી. રાઠોડ તથા સ્ટાફ પણ ધસી આવ્યા હતા. પોલીસે આ યુવતીનો મૃતદેહ પી.એમ. માટે ખસેડી ચીરલીયા ભાગડાભાઈનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના બહેન તથા બનેવી ગોરધનભાઈ રોજીયા ગામની સીમમાં આવેલા ખેતરમાં ગોડાઉનમાં રાખવામાં આવેલા મગફળીના રખોલા માટે મધ્યપ્રદેશથી આવ્યા હતા.
તેઓ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થતાં ગયા ગુરૂવારની રાત્રે ગોરધનભાઈએ આ જ ગોડાઉનમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ શુક્રવારની સવારે રાહલીબેનને થતાં અને ગોરધનભાઈના મૃતદેહને નીચે ઉતારતા જોઈ તેઓ ગભરાઈ ગયા હતા અને પતિનું મૃત્યુ નિપજ્યું હોવાનો આઘાત લાગતા રાહલીબેને ત્યાંથી ચાલી જઈને ખેતરમાં આવેલા કૂવામાં ઝંપલાવી લઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે ઉપરોક્ત નિવેદન પરથી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial