Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૦૮-૦૯-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
અમેરિકાના ટેરિફ આતંક સામે ભારત, ચાઈના, રશિયા એક મંચ પર આવીને વૈશ્વિક વેપારને નવી દિશા આપવાની તૈયારી કરી રહ્યા હોઈ અને પશ્ચિમી દેશો સામે બ્રિક્સ દેશોના સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો સામે ટ્રમ્પ અકળાયા હોઈ યુરોપના દેશોને ભારત પર પ્રતિબંધ મૂકવા દબાણ કરી રહ્યા હોવા છતા આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી.
વૈશ્વિક મોરચે અમેરિકાના બોન્ડ યીલ્ડમાં થયેલા વધારા અને ડોલર મજબૂત બનવાના કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ વેચવાલી યથાવત્ રાખતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે ઈન્ડેક્સ બેઝડ ભારતીય શેરબજારમાં ગત સપ્તાહના અંતે તેજીને બ્રેક લાગી હતી, જો કે સ્થાનિક સ્તરે જીએસટી કલેકશનમાં સુધારો, જીડીપી વૃદ્ધિ અને ચોમાસાની સફળતા જેવા પોઝિટિવ પરિબળે આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૨%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૩૨% અને નેસ્ડેક ૦.૦૩% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૨% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૦૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૩૧ અને વધનારની સંખ્યા ૧૦૭૯ રહી હતી, ૧૯૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ. ૧,૦૭,૪૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૭,૬૯૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૦૭,૧૦૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૧૮ પોઈન્ટના ઘટાડા સાથે રૂ. ૧,૦૭,૨૧૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર સિલ્વર રૂ. ૧,૨૬,૪૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૨૬,૪૦૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૩,૫૮૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૯૭૩ પોઈન્ટના ઘટાડા સાથે રૂ. ૧,૨૩,૭૨૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
સિપ્લા લિ. (૧૫૬૧) : ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૭૭ થી રૂ.૧૫૯૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૬૦૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!
એચસીએલ ટેકનોલોજી (૧૪૨૭) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૩૭૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
અદાણી પોર્ટ્સ (૧૩૨૯) : રૂ.૧૩૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૮૮ બીજા સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૫૩ થી રૂ.૧૩૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
ગોદરેજ કન્ઝ્યુમર (૧૨૩૧) : પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૪૭ થી રૂ.૧૨૬૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૧૧૯૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, વૈશ્વિક સ્તરે અમેરિકા, ચીન, જાપાન તથા જર્મનીના બજારોમાં તાજેતરમાં જોવા મળેલી રિકવરીની તુલનામાં ભારતના ઇક્વિટી માર્કેટમાં પ્રદર્શન દબાણમાં રહ્યું છે. આ કારણે છેલ્લા એક વર્ષમાં ભારતની માર્કેટ કેપ વૈશ્વિક બજારની ગતિ સાથે પગલાં મળાવી શકી નથી અને હિસ્સો ઘટીને ૩.૬૫% પર આવી ગયો છે. વધુમાં, ભારતની માર્કેટ કેપ / જીડીપીનો રેશિયો ૧૭૮% છે, જે તેની લાંબા ગાળાની સરેરાશ કરતા ઘણો ઊંચો છે. આ પરિસ્થિતિ રોકાણકારોમાં મૂલ્યાંકન અંગેની ચિંતા ઊભી કરે છે અને આગળના દિવસોમાં શેરબજારમાં વધઘટ વધુ જોવા મળે તેવી શક્યતા છે.
જો કે લાંબા ગાળાની દ્રષ્ટિએ ભારત માટે દિશા હજી પણ સકારાત્મક રહી શકે છે. મજબૂત સ્થાનિક વપરાશ, સરકારની ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરની નીતિઓ, ઉત્પાદન ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયાની પહેલ અને ડિજિટલ અર્થતંત્રનો વિસ્તાર બજારને ટેકો પૂરો પાડી શકે છે. વૈશ્વિક સ્તરે વ્યાજદર સ્થિરતા અને ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો થશે તો ભારત તરફ વિદેશી રોકાણકારોની વાપસી થઈ શકે છે. હાલ ટૂંકા ગાળામાં વૈશ્વિક પ્રવાહો અને મૂલ્યાંકનની ચિંતાને કારણે સાવચેતી ચાલુ રહેશે, પરંતુ મધ્યમથી લાંબા ગાળામાં ભારતના શેરબજારમાં વૃદ્ધિની શક્યતાઓ મજબૂત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial