Advertisement
Author: નોબત સમાચાર

આયુષ મંત્રાલય તથા એમ.ડી.એન.આઈ.વાય.ના સહયોગથી રાજકોટની દર્શન યુનિ.માં યોગની સ્પર્ધા

જામનગરના સ્પર્ધકો માટે આવવા-જવાની વ્યવસ્થા ઉપલબ્ધઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૦: ભારત સરકારના આયુષ મંત્રાલય તથા મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ યોગના સહયોગથી રાજકોટની દર્શન યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ૧૦૦ દિવસીય કાઉન્ટડાઉનના ભાગરૂપે તા. ર૧/૩ ને શનિવારે સવારે ૭-૩૦ થી ૧૧ દરમિયાન યોગિક ક્વિઝ સ્પર્ધા યોગ ડાન્સ સ્પર્ધા તથા બાળકો માટે સૂર્ય નમસ્કાર સ્પર્ધા, ભગવદ્ ગીતા આધારીત શ્લોક મુખપાઠ તથા યોગિક ક્રિયાઓના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યં છે. સ્પર્ધામાં ફ્રી રજિસ્ટ્રેશન છે તથા ઓનલાઈન એન્ટ્રી રહેશે. વિજેતાઓને પુરસ્કારો તથા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રો આપવામાં આવશે. જામનગરથી સ્પર્ધકોને જવા-આવવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. રજિસ્ટ્રેશન વધુ માહિતી માટે (મો. ૯૪ર૬૪ પ૦૪ર૮) પર સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh