Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટમાં
જામનગર તા. ૧૨: જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ-જામનગર અને નાલ્સા-સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટી દ્વારા તથા આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરના સહયોગથી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ તથા માનસિક બીમાર વ્યક્તિઓ માટેની આ ખાસ શિબિર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ-જામનગરના સચિવ અને જજ એન્ડ એડી.ચિફ જ્યુડી. મેજીસ્ટ્રેટ એ.એમ.શુક્લના અધ્યક્ષસ્થાને આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરમાં યોજાઈ હતી. જેમાં પી.ડબલ્યુ.ડી. એકટ-૨૦૧૬ની નવી ગાઈડલાઈન અન્વયે ૨૧ કેટેગરીના દિવ્યાંગોને મળવાપાત્ર રાષ્ટ્રીય-રાજ્ય-જિલ્લા કાનૂની સેવા બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે રાષ્ટ્રીય કક્ષાએ દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર મનોદિવ્યાંગ રમતવીર આકાશ વડગામા, પેરા સ્પેર્ટસ એસોસિએશન, દિવ્યાંગ મહિલા અધિકારી સમિતિ-જામનગરના કારોબારી સભ્ય રીયાબેન ચિતારા તથા અંજુમાબેન શેખનું દિવ્યાંગ સમુદાયની પ્રોત્સાહક-વિશિષ્ટ સેવા બદલ મહાનુભાવોના વરદ હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ શિબિરને સફળ બનાવવા માટે કાનૂન સેવા સત્તામંડળના પી.એલ.વી. દિનેશભાઈ ચુડાસમા, શીતલબેન જાટીયા, શોભનાબેન બોરીચા, કૃતાર્થભાઈ લાલ, અજીતસિંહ, દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિના પ્રમુખ પ્રફુલ્લાબેન મંગે, દિવ્યાંગ મુખ્તારભાઈ ખીરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial