Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહેસુલી તલાટી વર્ગ-૩ની પરીક્ષામાં ૧૦૮૪૮ ઉમેદવારો રહ્યા હાજરઃ ૫૪૨૬ ગેરહાજર

૫૦ કેન્દ્ર, ૫૪૩ બ્લોકમાં ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્વક સમગ્ર પ્રક્રિયા સંપન્ન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગઈકાલ રવિવારે  રેવન્યુ તલાટી વર્ગ-૩ની ભરતી માટે લેખિત પરીક્ષા ઓ લેવામાં આવી હતી. જામનગર જિલ્લા માં પરીક્ષા માટે ૫૦ પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જેમાં કુલ ૧૬૨૭૪ ઉમેદવારો નોંધાયા હતા તેમાંથી ૧૦૮૪૮ હાજર અને ૫૪૨૬ ગેરહાજર રહૃાા હતા. તમામ પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી કેમેરા ની અને પોલીસ ની સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી, અને પરીક્ષા ઓ શાંતિપૂર્ણ સંપન્ન થઈ હતી.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગઈકાલે રેવન્યુ તલાટી વર્ગ-૩ની લેખિત પરીક્ષાઓ લેવામાં આવી હતી. તદૃનુસાર જામનગરમાં પણ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જેમાં ૧૬૨૭૪માંથી ૫૪૨૬ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતાં.

જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના સઘન નિરીક્ષણ અને માર્ગદર્શન હેઠળ મહેસુલ વિભાગની મહેસુલી તલાટી વર્ગ-૩ની પરીક્ષાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષાને સુવ્યવસ્થિત અને પારદર્શક રીતે યોજવા માટે વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

જિલ્લા કલેક્ટર ઉપરાંત અધિક કલેક્ટર બી.એન.ખેર, પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, જિલ્લા પુરવઠા અધિકારી બારડ, જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ પરીક્ષા દરમિયાન કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને વિવિધ પરીક્ષા કેન્દ્રો પર જઈને પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કર્યું હતું.

જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા દરેક પરીક્ષા કેન્દ્ર પર એક વર્ગ-૧ અથવા વર્ગ-૨ કક્ષાના મંડળ પ્રતિનિધિ અને તકેદારી સુપરવાઈઝરની નિમણૂક કરવામાં આવી હતી. ઉમેદવારો માટે પ્રાથમિક સારવાર, પીવાના પાણી સહિતની તાકીદની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી અને પરીક્ષા કેન્દ્રો વચ્ચે સંકલન જાળવવા માટે કુલ ૧૩ રૂટ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી હતી. સમગ્ર પરીક્ષા પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બની ન હતી અને ઉમેદવારોએ સુચારુ વાતાવરણમાં પરીક્ષા આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh