Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુક્રેનને હથિયારો મોકલવા ટ્રમ્પે અબજો ડોલર ઉઘરાવ્યાઃ નવા નાણાકીય કરારો હેઠળ નાટો દેશોને પણ આવરી લેવાયા
નવી દિલ્હી તા. ૧૭: યુક્રેન પર રશિયાએ આક્રમક હુમલો કર્યો છે અને નાટો દેશો પાસેથી પણ ઉઘરાણુ કરીને અમેરિકા યુક્રેનને હથિયારોનો મોટો જથ્થો નવા કરાર હેઠળ આપવામાં આવશે. જેથી ભીષણ યુદ્ધના પડઘમ વાગી રહ્યા છે.
રશિયન સૈન્યએ મંગળવારે યુક્રેનિયન શહેર ઝાપોરિઝિયા પર મોટો હુમલો કર્યો. રશિયન સૈનિકોએ ૧૦૦ થી વધુ ડ્રોન અને આશરે ૧પ૦ ગ્લાઈડ બોમ્બ ફેંક્યા. રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે અન્ય યુક્રેનિયન કહેરો પર પણ હુમલો કરવામાં આવ્યો છે. ઝેલેન્સકીએ યુરોપિયન હવાઈ સંરક્ષણ પ્રણાલીની જરૂરિયાત વ્યક્ત કરી. તેમણે યુરોપિયન નેતાઓને યુરોપને સુરક્ષિત કરવા માટે હવાઈ સંરક્ષ પ્રણાલીઓ સ્થાપિત કરવા વિનંતી કરી હતી. યુક્રેને પણ વળતો જવાબ આપ્યો છે. યુક્રેનિયન સશસ્ત્ર દળોએ રાતોરાત પશ્ચિમી રશિયાના સારાટોવ પ્રદેશમાં એક તેલ રિફાઈનરી પર હુમલો કર્યો હતો.
ગેલેન્સકીએ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે, છેલ્લા બે અઠવાડિયામાં રશિયાએ યુક્રેનમાં રૂ. પ૦૦ થી વધુ ડ્રોન, ર,પ૦૦ થી વધુ શક્તિશાળી ગ્લાઈડ બોમ્બ અને લગભગ ર૦૦ મિસાઈલો છોડ્યા છે. યુરોપ માટે સંયુક્ત, બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલીનો સમય આવી ગયો છે. ટેકનોલોજી ઉપલબ્ધ છે. બધા ભાગીદારોએ મજબૂત પગલાં લેવા જોઈએ.
નોધનિય છે કે, રશિયન ગ્લાઈડ બોમ્બ ફાઈટર જેટથી ઊંચાઈ પરથી છોડવામાં આવે છે. ગ્લાઈડ બોમ્બ સામે યુક્રેન પાસે કોઈ અસરકારક માધ્યમ નથી. ઝેલેન્સકીએ લખ્યું, જ્યાં સુધી રશિયા ખરેખર ભારે નુક્સાન સહન ન કરે- ખાસ કરીને આર્થિક નુક્સાન- તે સાચી રાજદ્વારી અને યુદ્ધનો અંત ટાળવાનું ચાલુ રાખશે. પ્રાદેશિક વડા ઈવાન ફેડોરોવે જણાવ્યું હતું કે, રશિયન સૈન્યએ બહુવિધ રોકેટ લોન્ચ સિસ્ટમ્સ સાથે ૧૦ હુમલા કર્યા, જેમાં ૧૦ એપાર્ટમેન્ટ બિલ્ડીંગો અને ૧ર ખાનગી ઘરોને નુક્સાન થયું હતું.
બીજી તરફ અમેરિકાએ યુક્રેનને શસ્ત્ર સહાયના તેના પહેલા પેકેજને મંજુરી આપી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પેકેજ ટૂંક સમયમાં કિવ મોકલવામાં આવી શકે છે. નોંધનીય છેકે, આ વખતે શસ્ત્રોનો પુરવઠો એક નવા નાણાકીય કરાર હેઠળ પૂરો પાડવામાં આવશે, જેમાં અમેરિકા અને નાટો સાથી દેશોનો સમાવેશ થાય છે. આ પહેલીવાર છે જ્યારે અમેરિકા અને તેના સાથી દેશોએ 'પ્રાથમિક્તા પ્રાપ્ત યુક્રેન રિક્વાયરમેન્ટ્સ લિસ્ટ નામની નવી સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. આ અંતર્ગત નાટો દેશોના ભંડોળ સાથે અમેરિકન હથિયાર ભંડારમાંથી યુક્રેનને લશ્કરી સહાય પૂરી પાડવામાં આવશે.'
આ યોજના અંતર્ગત સંરક્ષણ નીતિના અંડર સેક્રેટરી એલ્બ્રિજ કોલ્બીએ લગભગ પ૦૦ મિલિયન ડોલરના બે શિપમેન્ટને મંજુરી આપી છે. એટલે કે આ વખતે અમેરિકા ફક્ત પોતાના પૈસાથી યુક્રેનને શસ્ત્રો મોકલી રહ્યું નથી, પરંતુ ટ્રમ્પ વહીવટી તંત્રે નાટો દેશો પાસેથી ઘણાં પૈસા લીધા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ વ્યવસ્થા દ્વારા અમેરિકા અને તેના યુરોપિયન સાથીઓ યુક્રેનને લગભગ ૧૦ બિલિયન ડોલરના શસ્ત્રો પૂરા પાડવાની તૈયારી કરી રહ્યા છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના સતત હુમલાઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. ટ્રમ્પે વારંવાર વાતચીત દ્વારા સંઘર્ષનો અંત લાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ અત્યાર સુધી તેમના પ્રયાસો સફળ નથી થયા. અત્યાર સુધી ટ્રમ્પ વહીવટીતંત્રે કાં તો શસ્ત્રો વેચ્યા છે અથવા ગિફ્ટમાં શિપમેન્ટ મોકલ્યા છે, જેને પૂર્વ પ્રમુખ જો બાઈડન દ્વારા મંજુરી આપવામાં આવી હતી. બાઈડનને યુક્રેનનો મજબૂત સમર્થક માનવામાં આવે છે.
સૂત્રો વધુમાં જણાવે છેકે, યુરોપિયન દેશો દ્વારા મંજુર કરાયેલા શસ્ત્રોમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીઓનો સમાવેશ થાય છે. રશિયન ડ્રોન અને મિસાઈલ હુમલાઓમાં નોંધપાત્ર વધારો થવાને કારણે આ પ્રણાલીઓ યુક્રેન માટે મહત્ત્વપૂર્ણ છે. ઈન્ટરસેપ્ટર, રોકેટ અને આર્ટિલરી જેવા શસ્ત્રો પણ આ યાદીનો ભાગ હોવાનું કહેવાય છે. આ એ જ સામાન છે જેની યુક્રેન સતત માગ કરી રહ્યું હતું. હવે મોટી માત્રામાં સામગ્રી મોકલવામાં આવી રહી છે. આનાથી અત્યાર સુધી યુક્રેનિયન મોરચાઓને સ્થિર રાખવામાં મદદ મળી છે. હાલમાં પેન્ટાગોને આ અંગે સત્તાવાર રીતે ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે.
જો કે, નિષ્ણાતો કહે છે કે યુક્રેનની માગણીઓ પહેલા જેવી જ છે. હવાઈ સંરક્ષણ, ઈન્ટરસેપ્ટર, રોકેટ અને આર્ટિલરી સિસ્ટમ્સ. આ નવી ભાગીદારી ઈન્સએટલાન્ટિક સહયોગને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા છે, જેથી યુક્રેન રશિયાના હુમલાઓનો સામનો કરી શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial