Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના વારસોને ચૂકવાશે રૂ.૧૫.૬૦ લાખઃ
જામનગર તા. ૧: લાલપુરના મુળીલા ગામ પાસે ૨૦ વર્ષ પહેલાં હિટ એન્ડ રનના બનેલા એક બનાવમાં એક યુવાનનું મૃત્યુ થયું હતું. મૃતકના વારસોને વ્યાજ સાથે રૂ.૧૫ લાખ ૬૦ હજાર વળતર પેટે ચૂકવી આપવાનો અદાલતે આદેશ કરી હિટ એન્ડ રનવાળો ટ્રક મળી ન આવે તો છકડાની વીમા કંપની વળતર ચૂકવવા જવાબદાર છે તે દલીલને ગ્રાહ્ય રાખી છે.
લાલપુર તાલુકાના મુળીલા ગામના કરણાભાઈ રાજશીભાઈ નામના આસામી સુરતથી કેટલોક સામાન ખરીદી ટ્રેનમાં લાલપુર આવ્યા પછી ગઈ તા.૬-૬-૨૦૦૫ના દિને એક છકડામાં સામાન ભરાવી મુળીલા જતા હતા ત્યારે રસ્તામાં એક ટ્રકે છકડાને ઠોકર મારતા ઈજા પામેલા કરણાભાઈનું મૃત્યુ નિપજ્યું હતું.
અકસ્માત પછી ટ્રકચાલક ટ્રક સાથે નાસી ગયો હતો. મૃતકના વારસોએ ટ્રિબ્યુનલમાં છકડાના માલિક, ડ્રાઈવર, વીમા કંપની સામે વળતર માટે અરજી કરી હતી. તે અરજી નામંજૂર થતાં વારસોએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તે કેસ ફરીથી નિર્ણય માટે જિલ્લા અદાલતમાં મોકલવામાં આવ્યો હતો.
તે કેસ ચાલી જતાં અકસ્માત સર્જનાર ટ્રક જ્યારે મળી ન આવે ત્યારે અકસ્માતનો ભોગ બનનાર રિક્ષાની વીમા કંપની વળતર ચૂકવવા જવાબદાર છે તેવી દલીલ કરાતા અદાલતે તેને માન્ય રાખી રૂ.૫૭૬૨૦૦ની રકમ મંજૂર કરી વ્યાજ સાથે રૂ.૧પ લાખ ૬૦ હજાર ચૂકવવા છકડાની વીમા કંપનીને હુકમ કર્યાે છે. અરજદારો તરફથી વકીલ વિરલ રાચ્છ, સોહિલ બેલીમ, સોનલ મહેતા, વાશ્વી શેઠ, સલમાન શેખ, પ્રાંજલ શાહ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial