Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નબળા કામનું વધુ એક દૃષ્ટાંતઃ
જામનગર તા. ર૦: જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્થાયી સમિતિના ચેરમેનની દરખાસ્ત મુજબ અડધા પ્રદર્શન મેદાનમાં લોકમેળાનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો, અને એસ.ટી. બસો તથા અન્ય વાહનોની અવરજવર માટે તાબડતોબ બે વૈકલ્પિક માર્ગોના કામ પૂરા કરી દેવાની જહેમત ઊઠાવાઈ. તેમાં એક માર્ગ જુની આરટીઓ કચેરીથી જંગલેશ્વર મંદિર સુધીનો બનાવાયો. જેમાં મહાદેવના મંદિરનું પણ સ્થળાંતર કરવું પડ્યું. જ્યારે બીજો માર્ગ દિ. પ્લોટ (સુલભ શૌચાલય) ના ખૂણાથી જુની આરટીઓ તરફ બનાવાયો. આ બન્ને માર્ગને કોઈપણ રાજકીય નેતાના હસ્તે ખુલ્લો મૂકવાની રાહ જોયા વગર તા. ૧૩/૮ ના દિને ગુપચૂપ રીતે ખુલ્લા મૂકી દેવાયાની જાહેરાત થઈ. ઓકે... રસ્તા ઉપયોગી પૂરવાર થઈ રહ્યા છે, પણ હાંફળાફાંફળા થઈને બનાવેલા આ માર્ગોમાં દિ.પ્લોટથી જુની આરટીઓ તરફના તળાવની પાળવાળા માર્ગોનું કામ ખૂબ જ નબળું થયું હોય તેમ જણાય છે, કારણ કે અઠવાડિયામાં જ આ માર્ગ પર આઠ-દસ જગ્યાએ ગાબડા પડી ગયા છે, અને ધીમે ધીમે આ ગાબડા મોટા થઈ રહ્યા છે, તેમજ અન્ય જગ્યાએ પણ ખાડા પડી જાય તેવી સ્થિતિ છે.
આ રસ્તાના કામના કોન્ટ્રાક્ટર પાસે તેના ખર્ચે જ તાકીદે મરામત કરાવવાની કાર્યવાહી મનપા તંત્ર કરશે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial